ગઝલ – લક્ષ્મી ડોબરિયા
છીપ-મોતીની કણસ, મેં સાચવી છે !
બંધ મુઠ્ઠીની જણસ, મેં સાચવી છે !
ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા..પણ,
સાત દરિયાની તરસ, મેં સાચવી છે !
ફૂલ, કૂંપળ, પાંદડા..તેં સાચવ્યા, ને –
પાનખર વરસો-વરસ, મેં સાચવી છે !
લાલ-પીળા રંગ ઘોળી ને..નજરમાં,
સાંજની પીડા સરસ, મેં સાચવી છે !
આ કલમ, કાગળ અને એકાંત જેવી
બસ, અમાનત આઠ-દસ, મેં સાચવી છે !
– લક્ષ્મી ડોબરિયા
આ ગઝલ વાંચો અને ભીતર સાચવી રાખેલી “વાહ” અનાયાસ સરી ન પડે તો જ નવાઈ… બધા જ શેર અદભુત! મત્લા અને મક્તા તો ભઈ, તોબા !
Rina said,
October 11, 2013 @ 3:06 AM
Waahhhhh
jahnvi antani said,
October 11, 2013 @ 5:00 AM
લક્ષ્મી બેનનેી આ એક સુન્દર રચના
Upendraroy said,
October 11, 2013 @ 5:20 AM
KHUB Ja Sunder Gazal Chhe !!!……………Dhnyavad !!!!!!!!
P. P. M A N K A D said,
October 11, 2013 @ 10:16 AM
Aapni aa adbhoot ghazal men sachvi chhe. Need i write any more ?
perpoto said,
October 11, 2013 @ 10:23 AM
નામ છે લક્ષ્મી, પણ ગઝલ તેં સાચવી છે……
kirtikumar said,
October 11, 2013 @ 11:19 AM
khub sunder…
rasikbhai said,
October 11, 2013 @ 11:54 AM
મુત્થિ નિ જનસ દરિયા નિ તરસ્ પાનખર ના વરસ લક્શિબેન બહુ જ સરસ
Shah Pravinchandra Kasturchand said,
October 11, 2013 @ 1:37 PM
બહોત ખૂબ.
Laxmi Dobariya said,
October 11, 2013 @ 2:06 PM
aabhar..vivek bhai…aa rite protsahit thavay chhe. comment aapnar sau no pan aabhar…
હેમંત ગોહિલ "મર્મર " said,
October 11, 2013 @ 2:13 PM
ખૂબ સુંદર રચના …અભિનંદન
sudhir patel said,
October 11, 2013 @ 3:52 PM
વાહ સરી પડી, વિવેકભાઈ!
ખૂબ જ સુંદર ગઝલ!!
સુધીર પટેલ.
Harshad Mistry said,
October 11, 2013 @ 8:43 PM
Really one of The best gazal, I like tosave in my collection.
Ashok khachar said,
October 13, 2013 @ 2:19 AM
વાહ વાહ લાઝવાબ્
Bhadreskumar Joshi said,
November 3, 2013 @ 4:18 AM
No comments form Pragnaju? They are excellent, always.
Sandhya Bhatt said,
November 12, 2013 @ 10:03 AM
બહુ જ સુંદર રચના…વિવેકભાઈએ લખેલ ટિપ્પણી સાથે સંમત…
લક્ષ્મી ડોબરિયા said,
October 11, 2016 @ 2:00 AM
ખૂબ ખૂબ આનંદ સાથે આભાર.. વિવેકભાઈ.
પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરનારા સૌ નો પણ આનંદ સાથે આભાર.
binitapurohit said,
October 12, 2016 @ 2:12 AM
બધા જ શેર અદભુત
મેં સાચવી છે….વાહ દી વાહ
poonam said,
October 13, 2016 @ 3:31 AM
આ કલમ, કાગળ અને એકાંત જેવી
બસ, અમાનત આઠ-દસ, મેં સાચવી છે !
– લક્ષ્મી ડોબરિયા – Waah !
varij luhar said,
October 19, 2016 @ 2:01 PM
Waaah