સૂરજને ઘરમાં લાવતાં – હેલ્પર ક્રિસ્ટી
એ બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં,
સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં.
આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય પણ,
એ એકડાને જોડતાં વર્ષો વહી ગયાં.
માથાની વચ્ચેથી હવે ફૂટ્યો છે પીપળો,
ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં.
ભડકે બળી રહ્યો છે લક્કડકોટ છાતીએ,
ફાયર બ્રિગેડ આવતાં વર્ષો વહી ગયાં.
રોકી શકે તો રોક ને તોડી શકે તો તોડ,
પત્તાનું ઘર બનાવતાં વર્ષો વહી ગયાં.
– હેલ્પર ક્રિસ્ટી
મજાની ગઝલ… આપણને સહુને આપણી બંધ બારી ખોલી અજવાસ આણતાં વર્ષો નથી લાગી જતાં ? વર્ષો વહી ગયાં રદીફ મનોજ ખંડેરિયાની ગઝલ વરસોના વરસ લાગે યાદ આવી જાય…
neha said,
November 16, 2013 @ 2:25 AM
આખી ગઝલ સુંદર્.. પણ ત્રીજા શેરને દાદ આપીયે એટલી ઓછી…
Hasit Hemani said,
November 16, 2013 @ 4:30 AM
ભલે બારી ખુલતા વર્ષો વહી જાય, પણ બારી ખૂલે તોય ઘણુ
અંધારે અંધારે બહુ જીવ્યા, એક વાર સૂરજના દીદાર થાય તોય ઘણુ
vijay Shah said,
November 16, 2013 @ 8:20 AM
માથાની વચ્ચેથી હવે ફૂટ્યો છે પીપળો,
ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં.
હેલ્પર ક્રીસ્ટી
ઘણા લોકોને તો આ બોધિ જ્ઞાન જીવન ની અંતિમ પળ સુધી નથી લાધતુ કારણ કે તેઓ સુરજ ને ઘરમાં લાવતા જ નથી. પરિવર્તન જીવન્માં ગમતું જ નથી. જીવ્યે જાય છે.. ઘડીયાળનાં કાંટાઓની જેમ સતત અને અવિરત.. પડી રહે છે તે સર્વે ‘પર’ની કથનીઓમાં અને કદી પામતા નથી ‘સ્વ’નું જ્ઞાન…ખૈર તેમને માટે નો અફસોસ છોડ અને ખોલ તુજની નીજ અંતર બારી..વધુ તો શું કહે ઇશ ની વાણી.?
Harshad Mistry said,
November 23, 2013 @ 9:43 PM
This gazal take me back in deep thinking. What to say, I like to go in interospection again.