શક્યતા – હેલ્પર ક્રિસ્ટી
આયનામાં કોઈ ડૂબી જાય તો –
કાચનું આકાશ તૂટી જાય તો –
રાહમાં તો આવવાનાં જંગલો,
ક્યાંક લીલો વાંસ ફૂટી જાય તો…
તો ખજૂરી સાવ લીલી થૈ જશે,
ઝાંઝવાં ભ્રમણાનાં એ પી જાય તો.
નામ તારું ભીંત પર હું કોતરું,
પણ સમયનો હાથ ભૂંસી જાય તો…
બસ, હવે બેસીએ લીલા ઘાસમાં,
માર્ગ વચ્ચે શ્વાસ ખૂટી જાય તો…
શોધતાં અસ્તિત્વ મારું ત્યાં જડે,
શબ્દના પોલાણે કૂજી જાય તો !
– હેલ્પર ક્રિસ્ટી
માત્ર સાડત્રીસ વર્ષની અલ્પ આયુ (૧૯૫૨-૧૯૮૯) ભોગવી અકાળે અસ્ત થઈ ગયેલ સુરતના કવિ હેલ્પર ક્રિસ્ટીની આ ગઝલ જાણે કવિને આવનાર મૃત્યુની એંધાણી ન મળી ગઈ હોય એવો ભાવ લઈ આવી છે… કાચના આકાશનું તૂટવું, સમયના હાથનું ભૂંસવું, માર્ગવચ્ચે શ્વાસનું ખૂટવું અને શબ્દના પોલાણમાં અસ્તિત્વનું ઢબૂરાઈ રહેવું – કેટકેટલા સંકેતો આ એક જ ગઝલમાં!
Rajendra Karnik said,
September 26, 2013 @ 6:10 AM
હેલ્પર ખરેખર હેલ્પર હતો. મારિ સાથે બેસતો ભનતો. વર્શો બાદ તેનિ શબ્દ દેહે મુલાકાત કરાવ્વા બ્દ્દ્લ લ્ય્સ્તરોનો ખુબ આભાર.
P. P. M A N K A D said,
September 26, 2013 @ 8:33 AM
How unfortunate that many a good ghazalkars pass away so soon. Very good ghazal, indeed.
ramesh b shah said,
September 26, 2013 @ 10:22 AM
્
Shah Pravinchandra Kasturchand said,
September 26, 2013 @ 1:40 PM
કવિ ખરેખર કવિતા જીવી ગયા.
Harshad Mistry said,
September 26, 2013 @ 5:51 PM
Helper is in GOOD HANDS and he watching us through the eyes of LAYSTERO.
God blessed him for ever!!!