તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.
- વિવેક મનહર ટેલર

ગઝલ – મરીઝ

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.

હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.

સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.

જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.

તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.

કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?

‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.

-મરીઝ

મરીઝની ગઝલને વળી ટિપ્પણીની શી જરૂર? શીઘ્રાતિશીઘ્ર સમજી જવાય અને તોય જન્મારો ઓછો પડે એ વિરોધાભાસ જ એમની કલમનો સાચો શણગાર છે.

કોઈ ‘તબીબ’ ઉપનામ ધરાવતા શાયરને શરાબના પૈસા સાટે એ ગઝલો લખી આપતા હતા એ વાત અહીં કેવી વક્રોક્તિ બનીને રજૂ થઈ છે !

10 Comments »

  1. Rina said,

    November 21, 2013 @ 1:31 AM

    Awesome. ……

  2. સુનીલ શાહ said,

    November 21, 2013 @ 8:11 AM

    વાહ…સુંદર ગઝલ.

  3. HATIM THATHIA said,

    November 21, 2013 @ 9:08 AM

    Just remember Khalil Dhantejvi,or if we say in Gujarati- DUA DIYO Khalil Saheb ne-kE ABHARKHO MAN NO MAN MAJ RAHI GAYO-SHAYAR mariz was slave of Circumstances-Addiction!!!-His community”s head priest also brought him Paradox!!!But Ghalib of Gujarat would be never forgotten!!

  4. perpoto said,

    November 21, 2013 @ 9:32 AM

    મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં….વાહ

    હું પીતો રહ્યો
    ગમમાં કે ખુશીમાં
    દારુ જે હતો

    મારું હાયગા મરીઝને અર્પણ..

  5. siddharth j Tripathi said,

    November 21, 2013 @ 10:08 AM

    Dr. Raish Maniar nu Mariz Ni Gazalo ane Jivan par Vanchava layak pustak chhe .
    Astitva ane Vyktitva aa pustak ma Dr. Raish Maniare aa vat tanki chhe ke Marze
    Ketaliy Gazalo aam koine name lakhi chhe.Khatri karavi hoy to Ukta pustaknu pan no 57 vanchi jajo badhoj khulaso nam sathe thai jashe.Janab Jalan Matri aa vat na sakshi chhe.
    Gazal ne ante ahin tippani mukichhe tema avo ullekh chhe mate uper mujab vigato tena samarthan ma lakhi chhe.

  6. Sudhir Patel said,

    November 21, 2013 @ 11:46 AM

    વાહ! મરીઝ, વાહ!!

    સુધીર પટેલ.

  7. Harshad Mistry said,

    November 23, 2013 @ 9:25 PM

    It is hard to say something about gazals from Mariz, you read it feel it and enjoy it.

  8. preetam lakhlani said,

    May 25, 2021 @ 1:30 PM

    વિવેક્ભાઈ, મરીઝ ચંદ્રરશેખર ઠાકુરને દારુ પીવા બે પાંચ રુપિયામાં ગઝલ લખી આપતા હતા,

  9. preetam lakhlani said,

    May 25, 2021 @ 1:32 PM

    શીઘ્રાતિશીઘ્ર સમજી જવાય અને તોય જન્મારો ઓછો પડે એ વિરોધાભાસ જ એમની કલમનો સાચો શણગાર છે. તમે બહુ સાચી વાત કરી છે,

  10. વિવેક said,

    May 26, 2021 @ 1:25 AM

    આભાર, પ્રીતમભાઈ…

    🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment