દૂર બહુ એ દિવસ નથી – અમૃત ઘાયલ
મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,
પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી !
વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.
મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,
ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી.
પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.
‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.
– અમૃત ઘાયલ
આમ તો બધા જ શેર મજાના છે પણ મારું મન તો પહેલા શેરથી આગળ જવા જ કરતું નથી. સૌંદર્ય ભલે ને beyond doubt ગમે એટલું મનોહર કેમ ન હોય, પણ ભીતર તરસ જ ન હોય તો શો અર્થ ? ફરી ફરીને આ શેર વાંચું છું અને ફરી ફરીને હું એના પર મોહી પડું છું…
Rina said,
September 7, 2013 @ 2:13 AM
Awesome……
Laxmikant Thakkar said,
September 7, 2013 @ 7:52 AM
સરસ !
“વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.”
આ તો માણસ એક સામાજિક પ્રાણી છે …કારણ કે
સમ્બંધાયા વિના તેને ચાલે જ નહીં ને ?
પોતાની જ વસ્તી જ્યારે અ-સહ્ય બને ત્યારે ….
પોતાને જ જ્યારે “ફેસ”[સામનો] ન કરી શકે ત્યારે …
આવું ભાસે …
“પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.”
આ વાત તો સાચી જ !!!
-લા’કાંત / ૭-૯-૧૩
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
September 7, 2013 @ 10:11 AM
મૌસમ સરસ હોય પણ “સ- રસ” ન હોય એટલે કે તેની “તરસ”નહોય તો સરસ મૌસમ નો કોઈ અર્થ નથી! એવીજ રીતે ” “વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.” મૌસમ નો આનંદ જેમ રસ વગર – તરસ વગર ન માણી શકાય તેમ “ઘર” ની વ્યાખ્યા તેમાં રહેતી “વસ્તી” જે મોટેભાગે કુટુંબ કે ફેમિલી ની વ્યાખ્યામાં આવતી અંગત વ્યક્તિઓ તો ખરીજ, ઉપરાંત , શ્રી સુરેશ એન. શાહ ,સીંગાપોર, કહે છે તેમ – એવું ઘર જ્યાં ” હાશ” ની ” આશ” સદા રહે – હંમેશ નો મીઠ્ઠો આવકાર રહે એને જ ઘર કહેવાય! અને આ ત્યારેજ શક્ય બને કે જ્યારે ઘર માં રહેતાં સૌ ” સભ્ય” ખરા અર્થ માં “સમજણ” સાથેના ” સભ્ય ” એટલેકે સુ માહિતગાર અને શિક્ષિત જ નહીં ” પ્રતિબદ્ધ ” પણ હોય, અને ” નાની નાની બાબતો કરતાં જીવન અમૂલ્ય છે ” એવી સમજણ ધરાવતા હોય! બાકી તો ….
“પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.”
Maheshchandra Naik (Canada) said,
September 7, 2013 @ 11:19 AM
સરસ ગઝલ્,……
perpoto said,
September 7, 2013 @ 12:18 PM
ક્યાં તરસ હતી….
જીદે છતાં મોત ચઢ્યું….
Hasit Hemani said,
September 7, 2013 @ 2:40 PM
મોસમ પણ સરસ છે અને તરસ પણ ઘણી છે
કેવી સિફતથી લીધી છે નસ મારી તેણે પકડી,
થાય છે મન એવું ઘણુ, ક્યારે લઉં તેને જકડી..