સાવન છકી ગયેલો – ચંદ્રકાન્ત શેઠ
સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો. –
ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –
સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –
– ચંદ્રકાન્ત શેઠ
મેઘરાજ ઓણસાલ બરાબર મંડ્યા છે. એક તો એપોઇન્ટમેન્ટ કરતાં દસ દિવસ વહેલા આવી ટપક્યા અને આવ્યા પછી એકેય દિવસ કોરો છોડતા નથી… સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે એવામાં આ ગીત યાદ ન આવે તો જ નવાઈ.
દશે દિશાઓને જાણે ડહોળી નાંખવાની જીદે ન ચડ્યો હોય એમ છાકટો થઈ વરસતો વરસાદ સમગ્ર સૃષ્ટિનો કોળિયો કરતો ન હોય એમ વકર્યો છે એ વાત અહીં કેવી સરસ રીતે લયાંવિત થઈ છે !
Shailesh Pandya BHINASH said,
July 18, 2013 @ 8:33 AM
Saras geet vivekbhai
pragnaju said,
July 18, 2013 @ 1:07 PM
. હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –
ખૂબ દુંદર અભિવ્યક્તી
pragnaju said,
July 18, 2013 @ 1:19 PM
સુંદર અભિવ્યક્તી
kartika desai said,
July 18, 2013 @ 5:50 PM
જય શ્રેી ક્રિશ્ન.સુન્દર્.
Pancham Shukla said,
July 19, 2013 @ 5:26 AM
વાહ, મઝાનું ગીત.
Maheshchandra Naik (Canada) said,
July 19, 2013 @ 12:28 PM
સરસ વરસાદી મહોલની રજુઆત અને ભીંજાવાની મૌસમ્મા આનદ આનદ કરાવી દીધો………………………….