જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!
આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.
-બાલમુકુંદ દવે

નથી – હેમેન શાહ

હજી જો નથી કંઈ થયું, હવે કંઈ થવાનું નથી,
રહેશે બધું અહીંનું અહીં, કશું ચાલવાનું નથી.

વિચાર્યું ભલે હો ઘણું, કરો બંધ આ બારણું,
નજર પાછી બોલાવી લો, કોઈ આવવાનું નથી.

પલાંઠીમાં બેસી રહો, જો મન થાય તો કંઈ કહો,
જગતને જવું હો ભલે, અમારે જવાનું નથી.

થશે મન, બધું છોડીને આ પકડું જરા દોડીને,
એ સુખ કે હરણ સ્વર્ણનું, કોઈ જાણવાનું નથી.

કલાનાં જુદાં નામ છે, ઝીણેરું ભરતકામ છે,
તમારી નજરથી જુઓ, એ દેખાડવાનું નથી.

ફૂલો સાથે સગપણ રહે, ફળોમાંય ગળપણ રહે,
રહે એવા લીલા દિવસ, વધુ માગવાનું નથી.

-હેમેન શાહ

પહેલા ત્રણ શેર માટે આ ગઝલ ખાસ અહીં રજૂ કરી છે – તેમાં પણ વિશેષત: પહેલો શેર. આંતરજગત અને બાહ્યજગત માટે પહેલો શેર એકદમ મર્મભેદી છે – જે કરવું છે તે જો આ ક્ષણે નહીં કરીએ અને વિચારીશું કે પછી કરીશું તે કદી થવાનું નથી .

5 Comments »

  1. perpoto said,

    July 7, 2013 @ 4:09 AM

    સમય પર ક્યાં આંગળી મુકી શકાય છે..
    સરે છે આખી છતાં નદી કેહવાય છે ..

  2. pragnaju said,

    July 7, 2013 @ 6:21 PM

    હજી જો નથી કંઈ થયું, હવે કંઈ થવાનું નથી,
    રહેશે બધું અહીંનું અહીં, કશું ચાલવાનું નથી.

    સરસ
    દાદા આ રીતે કહે -કોઈ જીવને દુઃખ ના થાય, તેમાં બધા જીવની બાધા ના લેવાય તો મનુષ્ય એકલાની એવી બાધા લેવી જોઈએ. અને મનુષ્યની … કહ્યું, તો એ ચાલવા દે અને તાકીને જોઈ રહ્યો હોય ને આપણે કશું ના બોલીએ, ત્યારે એ મનમાં કહેશે કે આ તો બહુ ‘ટેસી’વાળા છે ! … પણ હવે એમાં બે ભાવ રહે છે, એક તો ફરજ બજાવતાં ક્રૂરતા ના રહેવી જોઈએ. … વ્યાકુળ થઈને આ સંસારનો કંઈ પણ ફાયદો થવાનો નથી ને જે થશે એ તો ‘વ્યવસ્થિત’ છે, માટે નિરાકુળતામાં રહેવું. … નહીં તો વકીલાત જેવી સમજણ પડી, તો અહીંનો અહીં જ રહેશે.

  3. Maheshchandra Naik said,

    July 7, 2013 @ 8:36 PM

    બધા જ શેર અંતરમનની વાત કહી જાય છે, જીવનસત્ય સમજાવી જાય છે,,,,,,,,,

  4. Hassan Ali said,

    July 9, 2013 @ 4:02 AM

    Comment and critics on such a big meaning writings
    Is foolishness………likhdi tagdir Bhagwan ne…..MIT Nahin sakti
    But the way you were pushed in this world you have to remain calm doing the righteous deeds…..simply praying to the. Creator of the worlds
    By praising him,thanking him and asking him for your needs
    Thi wat Kavita ni …….palatial wadi me beso dodo bhago ke pani am taro ke hawala udo anu tedu awes tyre kain chalwanu nathi

  5. heta said,

    July 12, 2013 @ 12:12 PM

    વાહ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment