ખાલી ખુરશી – રવીન્દ્રનાથ ઠાકુર
જનહીન બપોરની વેળાએ તડકાનો તાપ ધખે છે,
ખાલી ખુરસી તરફ જોઉં છું,
ત્યાં સાન્ત્વનાનો લેશ પણ નથી.
તેના હૃદયમાં ભરેલી હતાશાની ભાષા
જાણે હાહાકાર કરે છે.
કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે
તેનો મર્મ પકડતો નથી.
માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દ્રષ્ટિએ જુએ છે,
તેમ અબૂઝ મનની વ્યથા હાય હાય કરે છે;
શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી.
દિનરાત વ્યર્થ આંખે ચારેકોર શોધે છે.
ખુરસીની ભાષા જાણે એથીય કરુણ અને કાતર છે.
શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.
-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ
આ કાવ્ય ગુરુદેવે પોતાના દીર્ઘ આયુષ્યના અંતિમ વર્ષે લખ્યું હતું . આ કાવ્યના બે થી ત્રણ અર્થઘટન શક્ય છે . ઘૂંટાયેલી વેદના તો સ્પષ્ટ છે જ… શેની વેદના છે – કોની વિદાય આટલી વસમી છે તે બાહ્યજગતના સંદર્ભે પણ સમજી શકાય તેમ જ આંતર્જગતના સંદર્ભે પણ….
વિવેક said,
June 24, 2013 @ 9:03 AM
બપોરનો આકરો તાપ, ખુરશી અને ઘરનો ખાલીપો કાવ્યાંતે મુઠ્ઠી ખોલે છે અને પ્રિયહીન ઘરનો અભિશાપ તાદૃશ થાય છે…
સુંદર કાવ્ય…
perpoto said,
June 25, 2013 @ 4:26 AM
વેદનાસભર….કાવ્ય..
પત્નિ વિયોગ
ધરતી છેડો ઘર
વિદાય વેળા
harsha vaidya said,
June 25, 2013 @ 12:05 PM
હદય માં થી પ્રિય જન ના વિયોગ ની એક ટીસ ઉઠે છે આ વાંચતાં જ.આહ !!!
kalpana said,
June 26, 2013 @ 5:18 AM
પ્રિય વિહોણુ જીવનની અસહ્યતા જે આસપાસ રિક્તતાની ગુંગળામણ પ્રસરાવે ત્યારે ખાલી ખુરસીમા સજીવારોપણ ઝીલાયુ. સુન્દર રચના.
pragnaju said,
June 26, 2013 @ 10:02 AM
કવિવરની મહાન રચના
તમારા હૃદય અને આત્માથી ઉત્પન્ન થયેલી ઇચ્છામાં એક વિદ્યુત ચુંબકીય ઊર્જા હોય છે. એ ઊર્જા આપણે રોજ રાત્રે સૂતાં હોઇએ ત્યારે મગજની સુષુપ્ત અવસ્થામાં સળવળતી હોય છે. ત્યાંથી એ આકાશમાં ચાલી જાય છે અને દરરોજ સવારે એ ઊર્જા બ્રહ્માંડની ચેતના લઇ ફરીથી શરીરમાં પ્રવેશે છે. જેની કલ્પના કરીએ છીએ એ નિશ્વિતરૂપે સાકાર થતું નજરે પડે છે.’
ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે કાળજું આ જાય કંતાઈ!