અલગ રાખી મને, મુજ પર પ્રણયના સૂર ના છેડ
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો !
બેફામ

તારા જવાનું… – જવાહર બક્ષી

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.

જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.

બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.

તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.

પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.

– જવાહર બક્ષી

મજાની ગીતનુમા ગઝલ…

9 Comments »

  1. perpoto said,

    June 14, 2013 @ 3:16 AM

    જ.બ. શશક્ત કવિ..
    બે ચાર પગલાં ચાલું જો…સુંદર પંક્તિ..
    ભીનો ઉજાગરો…સુંદર કલ્પન..

  2. Rina said,

    June 14, 2013 @ 3:20 AM

    જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
    વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.

    બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
    એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.

    Beautiful. …

  3. jaydeep said,

    June 14, 2013 @ 3:27 AM

    પોસ્ટ કરવા બદલ ધન્યવાદ….
    ખરેખર ખુબજ સરસ કલ્પનાશક્તિ ની રજુઆત…..

  4. rahul ranade said,

    June 14, 2013 @ 4:30 AM

    દિફરન્ટ કાફિયા ચ્હે.. સરસ ઘઝલ્

  5. Laxmikant Thakkar said,

    June 14, 2013 @ 6:50 AM

    “પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
    કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.” – જવાહર બક્ષી

    સ્મરણની ……. હૂંફ,…તેની સામે ” બરફની વાત જેમાં ” ઈન-બિલ્ટ” ‘પન’ / દ્વિઅર્થી મર્મ…પણ છે…
    “આશા “(“સૂરજ” ) ….અમર છે…એ અર્થમાં લેવાય તો.. મળાશે ત્યારે એક ‘ટાઢક’ થશે એવું પણ ઇંગિત હોઈ શકે ! અને તદ્દન ” હોપલેસ્નેસ”ના ભાવ મનમાં રમતાં હોય તો,? પરિણામ ધારી લીધેલું છે ,કે ,પ્રિય પાત્રનું પ્રત્યક્ષ મિલન શક્ય નથી જ ….તે તો પરદેશ માં છે ! હૂંફ સામે “બરફનો સૂરજ” ઘોર નિરાશાનું કલ્પન પણ અભિપ્રેત હોઈ શકે…
    જવાહાર બક્ષીને ને સહુ પ્રથમ ૧૯૬૫ની આસપાસ સુરેશ દલાલની નિશ્રામાં થયેલ મુશાયરામાં જોયા સાંભળ્યાનું ઝાંખું-પાંખું સ્મરણમાં છે…
    તેમની ગઝલોમાં અર્થ-મર્મ બળકટ હોતા હોય છે…

    “ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
    બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.” આભાર…ધન્યવાદ પણ…
    -લા’કાન્ત / ૧૪-૬-૧૩

  6. મનહર એમ.મોદી ('મન' પાલનપુરી) said,

    June 14, 2013 @ 10:40 AM

    ખરેખર સુંદર

  7. ધવલ said,

    June 14, 2013 @ 12:43 PM

    પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
    કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.

    – સરસ !

  8. pragnaju said,

    June 14, 2013 @ 6:01 PM

    તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
    કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
    સુંદર

  9. Manubhai Raval said,

    June 15, 2013 @ 12:12 AM

    જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
    વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.

    બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
    એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.

    ખુબજ સુન્દર ક્લ્પના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment