તને પ્રેમ કરું છું – જગદીશ જોષી
કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું
ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .
– જગદીશ જોષી
Jagdip said,
June 2, 2013 @ 3:42 AM
ભલે લાંબી સતત કઠતી સજા છે
મિલન કરતા વિરહની પણ મજા છે
જેકે ……
perpoto said,
June 2, 2013 @ 4:12 AM
પ્રેમ કોઇ ક્રિયા હશે? જે કરવાની હોય….
vineshchandra chhotai said,
June 2, 2013 @ 5:58 AM
પ્રરમ પ્રેમ નિ તો કોઇ સેીમા જ નથિ હોતિ ; અભિનદાન અને ધન્ય્વ્વાદ
pragnaju said,
June 2, 2013 @ 8:25 PM
કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
અદભૂત
Akhtar Shaikh said,
June 3, 2013 @ 8:33 AM
અદભૂત
Laxmikant Thakkar said,
June 4, 2013 @ 8:48 AM
“આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે”… અફલાતૂન
-“પ્રેમ’ અને તેનું પ્રમાણ-માપ…એક “સોફ્ટ” ભાવનાશીલ કવિ દ્વારા ..
” પ્રેમ કોઇ ક્રિયા હશે? જે કરવાની હોય….”‘પેર્પોટો’ ની કોમેન્ટ ગમી .,
પણ, ‘પ્રેમ’ હોય ત્યાં ….પ્રદર્શન/દેખાડો પણ ના જ હોય…માત્ર એકતરફી બિન શરતી અને વળતર રૂપે “કંઈક” /કોઈ અપેક્ષા ના હોય…” કૃતીશીલતા જ હોય…
-લા’ / ૪-૬-૧૩
મયક said,
June 5, 2013 @ 4:30 AM
અદભૂત
કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું