…બેઠા – અનિલ ચાવડા
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા
વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા
એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા
મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.
– અનિલ ચાવડા
એક જુદી જ જાતની freshness છે આ ગઝલમાં…..
Rina said,
May 13, 2013 @ 1:49 AM
એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા
મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.
Waaaah
narendrasinh chauhan said,
May 13, 2013 @ 4:26 AM
આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા………….. ખુબ સરસ
Vidyut Oza said,
May 13, 2013 @ 4:28 AM
વાહ !!!! બેઠા એવા જ અમે ઉભા ને અચરજથી જોતા જ રહ્યા..!!! ખરુ કે…???
perpoto said,
May 13, 2013 @ 5:06 AM
વિવેકી શ્વાસો
જાણે છે મારાં નથી
પુછે કેમ છો
Maheshchandra Naik said,
May 13, 2013 @ 2:47 PM
બધા જ શેર લાજવાબ અને અફલાતુન છે, ગઝલના સરસ શબ્દો ચોટ્દાર છે……………
અહંકારને નાશમુળ કરવાની વાત સોંસરી લાગે છે…………………….
Manubhai Raval said,
May 13, 2013 @ 11:22 PM
એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા
ખુબ સરસ
વિવેક said,
May 14, 2013 @ 3:12 AM
ઘણા સમય પહેલાં વાંચેલી અને અનિલના મોઢેથી સાંભળેલી મજેદાર ગઝલ.,..
Deval said,
May 15, 2013 @ 6:30 AM
waah anil waah…ghana samay pehla vancheli ane Anil ne tyare nohti olakhati etle daad pahochadi nohati shaki….
deepak said,
May 15, 2013 @ 11:35 PM
ખુબજ સરસ ગઝલ…
ઘણા સમય પછી એવી ગઝલ મળી જેને વારંવાર વાચવાનું મન થાય…….
વિજય ચલાદરી said,
July 1, 2013 @ 5:36 AM
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
sagar kansagra said,
December 21, 2013 @ 2:22 AM
વાહ
ક્ષ said,
November 8, 2020 @ 5:59 AM
અનિલભાઈ નાની ઉંમરનો મોટો કવિ છે!