ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
સુધીર પટેલ

પલાંઠી લગાવીને બેઠો – ડૉ. મનોજ જોષી ‘મન’

ગજબની પલાંઠી લગાવીને બેઠો,
વિચારોની વચ્ચે તું આવીને બેઠો.

ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહિંયા,
અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો?

કદી બહાર નીકળી શક્યો ના ધુમાડો,
આ કેવી ચલમ તું ઝગાવીને બેઠો !

તૂટ્યું તડ દઈને કશું ક્યાંક અંદર,
ભલે તું કહે ઘા ચુકાવીને બેઠો.

સમયસર તને ચેતાવ્યો’તો છતાં તું,
ફરીથી કલમ કાં ઊઠાવીને બેઠો ?

– ડૉ. મનોજ જોષી ‘મન’

સંબંધોમાં ઘા નિશાન પર ન લાગે તોય ઘણું તૂટતું હોય છે એ વાત કવિ કેવી વેધક રીતે કરી શક્યા છે !

7 Comments »

  1. dr.ketan karia said,

    January 20, 2012 @ 1:28 AM

    હંમેશ માફક ..ઉત્તમ

  2. P Shah said,

    January 20, 2012 @ 1:53 AM

    ગજબની પલાંઠી લગાવીને બેઠો….
    સરસ !

  3. Sureshkumar Vithalani said,

    January 20, 2012 @ 7:57 AM

    EXCELLENT!

  4. pragnaju said,

    January 20, 2012 @ 8:37 AM

    સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો

    ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહિંયા,
    અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો?

    કદી બહાર નીકળી શક્યો ના ધુમાડો,
    આ કેવી ચલમ તું ઝગાવીને બેઠો !

    દુણાયલી લાગણીઓવાળા દુર્જન ના દિલમાં
    દુણ કણ ને પ્રકાશ કરતા મનનો શેર!.

  5. Rina said,

    January 20, 2012 @ 9:39 AM

    તૂટ્યું તડ દઈને કશું ક્યાંક અંદર,
    ભલે તું કહે ઘા ચુકાવીને બેઠો.

  6. ધવલ said,

    January 20, 2012 @ 8:59 PM

    કદી બહાર નીકળી શક્યો ના ધુમાડો,
    આ કેવી ચલમ તું ઝગાવીને બેઠો !

    – સરસ !

  7. jigar joshi 'prem said,

    January 27, 2012 @ 10:39 AM

    વાહ ! સુઁદર ભાવવિશ્વ રચાયું છે – “ઉદ્દેશ”માં વાંચ્યાનુઁ સમરણમાં છે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment