આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.
– નયન દેસાઈ

શબ્દમાં – મિલિન્દ ગઢવી

તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં
પહેલાં સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં

અંદર ગયા પછી બહુ ભારે થતો ગયો
નક્કી જ ભેળસેળ છે કંઈ ‘શ્વાસ’ શબ્દમાં

એના ગયાના અર્થમાં ખાલી જગા હતી
ડૂમા વસી ગયા બધે ‘અવકાશ’ શબ્દમાં

સૂરજ ઠર્યો’તો સાંજના દીવા કર્યા તમે
શું શું બળી ગયું હશે ‘અજવાસ’ શબ્દમાં

હું ને અરીસો બેઉ જણ થીજી ગયાં ગ.મિ.
કેવી પડી તિરાડ આ ‘અહેસાસ’ શબ્દમાં

– મિલિન્દ ગઢવી

એક-એક શબ્દને પકડીને એના અર્થનું આકાશ ઉઘાડી આપતી નવતર જાતની ગઝલ… આજની યુવાપેઢી નવું નહીં આપશે તો બીજું કોણ આપશે? વાહ, કવિ…

12 Comments »

  1. dr.ketan karia said,

    June 7, 2013 @ 3:35 AM

    રદીફ અને કાફિયા બન્નેમાં બેનમુન કમાલ…

  2. Rina said,

    June 7, 2013 @ 3:40 AM

    Awesome

  3. Dr.Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

    June 7, 2013 @ 3:50 AM

    waah kavi waah….Ga.Mi. khub Gami….

  4. pragnaju said,

    June 7, 2013 @ 9:43 AM

    તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં
    પહેલાં સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં

    ખૂબ સુંદર મત્લા
    પણ

    મારો અભાવ મોરની માફક ટહુકશે
    ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

  5. preetam Lakhlani said,

    June 7, 2013 @ 12:59 PM

    પ્રિય મિલિન્દ્,
    તારી ગઝલ વાંચી, અહી હું બહુ જ ખુશ થાઉં છું, અન ત્યા આપણું જુનાગઢ્ ધોધમાર વરસતા આભે ભીંજાય છે….

  6. preetam Lakhlani said,

    June 7, 2013 @ 1:00 PM

    પ્રિય મિલિન્દ્,
    તારી ગઝલ વાંચી, અહી હું બહુ જ ખુશ થાઉં છું, અને ત્યા આપણું જુનાગઢ્ ધોધમાર વરસતા આભે ભીંજાય છે….

  7. ધવલ said,

    June 7, 2013 @ 2:58 PM

    હું ને અરીસો બેઉ જણ થીજી ગયાં ગ.મિ.
    કેવી પડી તિરાડ આ ‘અહેસાસ’ શબ્દમાં

    – સરસ !

  8. Laxmikant Thakkar said,

    June 8, 2013 @ 2:24 AM

    આ-લા ગ્રાન્ડ ! અર્થ-મર્મનું સંયોજન અદભૂત !

    “ભીતરે એકલા જવું પડશે,
    બ્હાર બીજે અનેક લૈ જાશે !” – સુધીર પટેલ
    અને
    “અંદર ગયા પછી બહુ ભારે થતો ગયો
    નક્કી જ ભેળસેળ છે કંઈ ‘શ્વાસ’ શબ્દમાં “— મિલિન્દ ગઢવી

    આ બન્ને માં શું ફરક છે? વાતતો ભીતરની જ છે…..!!!
    ‘શ્વાસ’ પર આપણો કાબૂ કેટલો ?
    જો કે,શબ્દમાં ” સ” /” શ ” અને “વ” બેજ અક્ષરો છે ,
    ” સ્વ” પર જ,પોતાના મન અને હૃદય પર જ લગભગ નિર્ભર છે
    ને સઘળું ? {હા, ઈશ-કેઉપા=અકળ તત્ત્વ ઉપરાંત !}
    -લા’કાન્ત , ” કંઈક” / ૮-૬-૧૩

  9. Harshad said,

    June 8, 2013 @ 3:13 PM

    Milindbhai,
    Khu j saras. Khuba j gami!!

  10. Pravin Shah said,

    June 12, 2013 @ 12:21 PM

    વાહ કવિ વાહ !

  11. jigar joshi prem said,

    June 18, 2013 @ 4:05 AM

    જુનાગઢ, આપણી ભાષા અને ‘મિત્રતા’ની ત્રિવેણીનો જિર્ણોદ્ધાર કરી નવા આયામો સર કરવા જન્મેલા આ કવિને અને કલમને લાખ લાખ અભિનંદન….

  12. Sureshkumar G Vithalani said,

    June 21, 2013 @ 7:06 PM

    A REALLY WONDERFUL GAZAL! THANKS. CONGRATULATIONS TO MILIND GADHVI.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment