દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

ગઝલ – બાપુભાઈ ગઢવી

કંઈ સ્થિરતાની લાગણી અસ્થિરતાનો વ્હેમ
પૂરપાટ નદી વચ્ચે તરાપામાં હેમખેમ

તારા સ્મરણની સીમમાં પાણી-શો ખળખળું
દૃષ્ટિનું નામ ધોરિયા આંખોનું નામ ડેમ

કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો
જાણે ફૂટી ગયો હો સમય કાચઘરની જેમ

જ્યાં-ત્યાં બધે હવાઓ મને વીંઝતી રહે
ચકરાય શ્વાસશ્વાસ કો’ ગોફણમાં હોય એમ

દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ?

– બાપુભાઈ ગઢવી

ફેસબુક પરથી આ ગઝલ જડી આવી. કવિમિત્ર મિલિન્દ ગઢવીએ આ ગઝલ રજૂ કરતી વખતે સાથે જે પ્રતિભાવ મૂક્યો હતો એ જ અહીં મૂકવાની લાલચ રોકી નથી શકતો: “હૃદયની આરપાર નીકળી જાય એવી વાતોમાં મને પહેલેથી જ ઓછો રસ પડ્યો છે. હૃદયમાં રોકાય જાય એવું મને ગમે. અને આ ગઝલ વર્ષોથી હૃદયમાં રોકાયેલી છે.” (ગ.મિ.)

13 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    January 24, 2013 @ 3:44 AM

    વાહ….!
    ગ.મિ. એ સાચું જ કહ્યું એકવાર વાંચતા જ ગમી જાય એવી, ગઝલના લય અને પ્રતિક સહિત જે નજાકતથી ભાવગુંથણી થઈ છે એ આખી ગઝલને લાવણ્ય બક્ષે છે…. જય હો…ઘણી ખમ્મા બાપુને.

  2. હેમંત પુણેકર said,

    January 24, 2013 @ 4:18 AM

    ક્યાંક છંદ શિથિલ છે અને ક્યાંક તૂટેય છે પણ એ બાજુ એ મૂકીએ તો જબરદસ્ત ગઝલ! બધા જ શેર સુંદર. પણ આ શેરની વ્યંજના ઝંકૃત કરી મૂકે છેઃ

    કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો
    જાણે ફૂટી ગયો હો સમય કાચઘરની જેમ

  3. Razia Mirza said,

    January 24, 2013 @ 4:20 AM

    સાચે જ ..
    જ્યાં-ત્યાં બધે હવાઓ મને વીંઝતી રહે
    ચકરાય શ્વાસશ્વાસ કો’ ગોફણમાં હોય એમ,
    બહુજ સુંદર

  4. milind gadhavi said,

    January 24, 2013 @ 4:42 AM

    Thanx doc…
    Indeed a good surprise..

  5. વિવેક said,

    January 24, 2013 @ 4:57 AM

    @ હેમંત પુણેકર: ગઝલ વાંચી ત્યારે જ એટલી ગમી ગઈ કે બે પંક્તિઓમાં ઉભરતી છંદની શિથિલતા અવગણવા મજબૂર થઈ જવાયું…

    @ મિલિન્દ: anytime !

  6. jigna trivedi said,

    January 24, 2013 @ 8:22 AM

    કલ્પનો અને પ્રતેીકોનેી અભિવ્યક્તિ કાબિલેદાદ છે.

  7. pragnaju said,

    January 24, 2013 @ 8:43 AM

    ફેસબુક પરથી આ ગઝલ જડી આવી…
    આપણે જાણીએ છીએ કે ફેસબુક નું સર્ચ એન્જીન કેવું પાવરફૂલ છે. એમાં ઘણા બધા એડવાન્સ ઓપ્શન છે તે જાણીએ તો આવા ખજાના તુરત મળે
    “હૃદયની આરપાર નીકળી જાય એવી વાતોમાં મને પહેલેથી જ ઓછો રસ પડ્યો છે. હૃદયમાં રોકાય જાય એવું મને ગમે વાત અમને પણ ખૂબ ગમી
    યાદ અપાવી ગઇ
    कोई मेरे दिल से पूछे तिरे तीर-ए नीम-कश को
    यह ख़लिश कहां से होती जो जिगर के पार होता…કોઈને પુછવા કહો મારા હૃદયને તારા હૃદય સોંસરવા ન નીકળેલા તીર વિશે, આ બેચેની જ ન રહી હોત જો હૃદયની પાર નીકળ્યુ હોત !
    દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
    આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ?
    અદભૂત કસક કરતી અનુભવવાણી

  8. vijay joshi said,

    January 24, 2013 @ 9:56 AM

    દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
    આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ? સુંદર કલ્પના ………….

    યાદ . મારું અછાંદસ——
    વિરહની અસહ્ય વેદનાને સંકેલી રાતના અંધારામાં સંતાડું,
    કોઈ તો કહે કે આ રાતની વેદનાને હું ક્યાં સંતાડું? … વિજય જોશી

  9. gunvant thakkar said,

    January 24, 2013 @ 2:25 PM

    બધાજ શેર ગમ્યા ,સરસ ગઝલ .

  10. Maheshchandra Naik said,

    January 24, 2013 @ 3:58 PM

    દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
    આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનુ કર્વૂં કેમ
    બધા જ શેર સરસ છે અને દરેકનો વિષેશ મિજાજ અનુભવી શકાય એમ છે……………

  11. Sudhir Patel said,

    January 24, 2013 @ 9:14 PM

    ખૂબ સુંદર ગઝલ!
    ગ.મિ.ને જાણ થાય કે હૃદય આરપાર નીકળીને પણ હૃદયમાં રોકાઈ પડે એવી ગઝલ!!
    સુધીર પટેલ.

  12. Pravin Shah said,

    January 25, 2013 @ 12:01 AM

    ખૂબ સુંદર ગઝલ !
    કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો…
    સુંદર અભિવ્યક્તિ !

  13. sagar said,

    January 25, 2013 @ 1:23 AM

    શબ્દોને સલમ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment