જે નથી તારું તું એને પામવાના મોહમાં,
જે બધું તારું છે એ ત્યાગી મને ભરમાવ ના.
અશરફ ડબાવાલા

નીકળ્યો’તો – મુકુલ ચોકસી

લોક એવું માનતા’તા કે એ મરવા નીકળ્યો’તો,
એક માણસ શૂન્યતા સાકાર કરવા નીકળ્યો’તો.

કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,
હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો ?

વ્રુક્ષ હોવાનું મને ગૌરવ મળે એ હેતુસર શું ?
પાંદડાની જેમ મારો હાથ, ખરવા નીકળ્યો’તો ?

સ્હેજ સાયંકાળ વત્તા સ્હેજ પ્રાત:કાળ લઈને,
રાત બન્ને છેડેથી હું ટૂંકી કરવા નીકળ્યો’તો.

-મુકુલ ચોકસી

8 Comments »

  1. Rina said,

    January 14, 2013 @ 12:46 AM

    સ્હેજ સાયંકાળ વત્તા સ્હેજ પ્રાત:કાળ લઈને,
    રાત બન્ને છેડેથી હું ટૂંકી કરવા નીકળ્યો’તો….

    awesome…

  2. Jagdip said,

    January 14, 2013 @ 3:55 AM

    રાત બન્ને છોરથી ટૂંકાવવા હું નીકળ્યો’તો……હોત તો વધુ મજા આવતે…….!!

  3. perpoto said,

    January 14, 2013 @ 4:00 AM

    ચોક્સી સાહેબનુ ગણિત પાકું છે,વેશ ઝાઝાં ને રાતો ટુંકી છે.

    થાકેલો રવિ
    રાત કરવા ટુંકી
    ચગળે ચાંદો

  4. pragnaju said,

    January 14, 2013 @ 8:42 AM

    ચારે ચાર સુંદર શેરોની ગઝલના આ શેર
    વ્રુક્ષ હોવાનું મને ગૌરવ મળે એ હેતુસર શું ?
    પાંદડાની જેમ મારો હાથ, ખરવા નીકળ્યો’તો ?
    વિશેષ ગમ્યો
    યાદ
    પિંજરથી નીકળ્યો તો પળોજણમાં જઈ ચડ્યો.
    ઘાયલ નિરાંત કેવી આ હતભાગી જીવને. અકળાયો
    ખોળિયામાં તો ખાંપણમાં જઈ ચડ્યો.
    જ્યારે હસતો કૃષ્ણ સુખ દાયક કુંજથી બાહર નીકળ્યો
    તો સંયોગ થી હું પણ પોતાના ઘરથી નીકળી|
    મને જોતાં જ તેણે મારા પર પોતાના વિશાળ નેત્રોં ના પ્રેમમાં
    તરબોળ બાણ ચલાવ્યા હું તે સહી ન શકી
    અને જે પ્રકારે બાણ લાગતા હિરણી ચક્કર ખાઈને

  5. ડૉ.મહેશ રાવલ said,

    January 14, 2013 @ 1:18 PM

    વાહ…!
    કવિશ્રી મુકુલભાઇએ થોડામાં ઘણું કહી દીધું, એમાંય
    કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,
    હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો ? – આ શેર બહુજ માર્મિક રહ્યો.
    શ્રી તીર્થેશભાઇ,
    મત્લામા, એક માનસનું- એક માણસ- થશેને?

  6. Darshana bhatt said,

    January 14, 2013 @ 5:24 PM

    કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,
    હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો ?

    મનુશ્ય મનના અકળ પ્રવાહોનિ વાત કેતલિ સહજતાથિ વ્યક્ત કરિ દીધી !! આ શેર બહુ ગમ્યો.

  7. Maheshchandra. Naik said,

    January 14, 2013 @ 11:40 PM

    કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,ા
    હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો?
    કવિશ્રી મુકુલ ચોકસીએ માણસની મનની વાતો સહજતાથી, વ્યથા-વેદનાને બધા શેરો દ્વારા વ્યક્ત કરી છે……….

  8. bunty desai said,

    January 19, 2013 @ 1:59 AM

    રાત બન્ને છેડેથી હું ટૂંકી કરવા નીકળ્યો’તો ..વાહ મુકુલ કાકા …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment