તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને
-ભગવતીકુમાર શર્મા

દિવાળી – ચંદ્રવદન મહેતા

‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
આ કાનના તો પડદા તૂટે છે.’

‘સુણ્યા નથી તેં વીજના કડાકા ?
એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા !
ત્યાં વાદળવાદળીઓ અફાળી
સૌ દેવબાલો ઊજવે દિવાળી.’

‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,
ઝીલું ન તારાં વચનો અમોલાં;
મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે
ને એ સમે તો ઉરતંતુ તૂટે.’

– ચંદ્રવદન મહેતા

દિવાળીની સૌ મિત્રોને શુભેચ્છાઓ !

6 Comments »

  1. perpoto said,

    November 14, 2012 @ 6:23 AM

    કદાચ આ કવિતા દિવાળી બહેન વગર ઝુર્વાની છે.
    આને આવી જ કવિતા ચં ચી ની …કાલે રજા છે ,ગઇ છુંય થાકી….ભાઇ તારી હથેળી અહીં લાવ…..સાચું તુજ ભાગ્ય જાચું…

  2. pragnaju said,

    November 14, 2012 @ 8:30 AM

    ‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
    તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
    કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
    આ કાનના તો પડદા તૂટે છે.’
    કહેવત જેવી થયેલી પંક્તીઓ
    ઘણા સમય બાદ યાદ અપાવવા બદલ આભાર
    ાને સૌને શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન

  3. Darshana bhatt said,

    November 14, 2012 @ 1:53 PM

    ચન્દ્વદન મ્હેતાના બીજા ઇલાકાવ્યો મૂકતા રહેજો,ગમશે.

  4. Maheshchandra. Naik said,

    November 15, 2012 @ 2:06 PM

    સરસ ઈલા ગીતો કવિશ્રીની યાદ્ગીરી છે……..”..ા

  5. Navnit Patel said,

    February 10, 2016 @ 12:41 PM

    આભાર સર

  6. ઋચિક ઠક્કર said,

    August 11, 2022 @ 7:33 AM

    કેટલીક જગ્યાઓ પર સુધારો કરવાની જરૂર છે…

    તારા “ખર્યા” વ્યોમ થકી
    કેવા ફટાકા “અહીં આ” ફૂટે છે
    એ “સ્વર્ગમાંહી” ફૂટતા ફટાકા
    ત્યાં “વાદળી” વાદળીઓ અફાળી
    “ભૂલું” ન તારાં વચનો અમોલાં

    🙏🙏🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment