ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
– મયૂર કોલડિયા

ભજન-ગઝલ – જવાહર બક્ષી

એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી
પરપોટામાં કેદ પવનને કીધો જી.

ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું
અણસારાનો લાગ નયનને દીધો જી.

લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો
દૃષ્ટિનો દરબાર સ્વપનને દીધો જી.

સપનામાં તો ભુલભુલામણ – અટવાયા
ઓળખનો અવકાશ તો મનને સીધો જી.

અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું
પરપોટાની બહાર પવનને પીધો જી.

– જવાહર બક્ષી

પાંચ શેરની પંચેન્દ્રિય સમી ભજનની કક્ષામાં મૂકી શકાય એવી બે કાફિયાની ગઝલ. એકબાજુ જીવન-પવન-નયન-સ્વપન જેવા કાફિયા છે તો બીજી તરફ દીધો-કીધો-પીધો-સીધો જેવા કાફિયા સાંકળીને કવિએ કમાલ કરી છે. શરીરને પરપોટાની ઉપમા આપતા પહેલા અને છેલ્લા શેર તો અદભુત થયા છે.

5 Comments »

  1. pragnaju said,

    November 17, 2012 @ 12:12 PM

    સુંદર ગઝલનો સ રસ રસાસ્વાદ

    અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું
    પરપોટાની બહાર પવનને પીધો જી.
    અદભૂત મક્તા

    યાદ

    એક પરપોટો ફૂટ્યાની દાઝમાં
    નાવ ખટકી ગઈ નદીની આંખમાં.
    હાશ ! આવી શ્વાસને અડકી જ ત્યાં !
    અંત પલટાઈ ગયો શરૂઆતમાં

  2. vijay joshi said,

    November 17, 2012 @ 12:39 PM

    અતિ ચિંતનીય રચના.

    યાદ આવ્યું મારું એક હાઇકુ—–
    જીવન એક
    પરપોટો, ફોડો તો
    મોક્ષ પામશો!

  3. La'Kant said,

    November 20, 2012 @ 12:23 AM

    પરપોટો ફૂટ્યો અને જ્ઞાન ગયું બધું ઓસરી !
    સીમિત થયું અસીમ! આકાશ અને દૃષ્ટિ…. સરખા ?
    આરપાર….બિલોરી કાચ જેવા..

    એવુંજ ટીપાનું !
    .
    “ટપકે એ તો ટીપું.,ટીપાંમાં શું એ વિચાર!
    અહીં મહાશૂન્યતાના વ્યાપ અને વિસ્તાર,
    ટીપું ક્ષણનું સાથી,એવાં હોય અનેક હજાર!
    ગણવું ક્યાં ? એનાં હોય અનંત વિસ્તાર,
    ટીપાંને માધ્યમ ગણી જિન્દગી જીવનની ક્ષણભંગુરતા ની કલ્પના પણ અજીબ રીતે તેઓએ વર્ણવી છે.
    ટપકે એ તો ટીપું,ટીપાંમાં વસે નિરાકાર!
    ટપકે એ તો ટીપું,…એમાં શક્તિ બેસુમાર,”

    -લા’કાન્ત / ૨૦-૧૧-૧૨

  4. vijay joshi said,

    November 20, 2012 @ 6:18 PM

    Reminds me of a short free verse I had written a while ago –

    It was a perfect world.
    Is it utopia?
    Is it heaven?
    Suddenly the air hissed and said “ Wake up you fool,
    get out of my bubble”

  5. Maheshchandra Naik said,

    December 5, 2012 @ 1:33 PM

    સરસ ભજન્-ગઝલ અને રસપ્રદ આસ્વાદ……………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment