સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
વિવેક મનહર ટેલર

પહેલું પગલું – ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી

જગતના આ વિશાળ કીડિયારામાં
એક નાનકડી કીડી કૈંક જુદી રીતે વિચારે છે.

મહાનગરના ઘુરકિયાળા ટ્રાફિકમાં
એક નાનકડી ફેમિલી કાર’ દીવાઓનો ભુક્કો બોલાવી દે છે.

ખાસ સીવેલા રૂઢિચૂસ્ત કોટ-પાટલૂનની ભીતર
એક હૈયું ઉઘાડો લય ધબકે છે.

કમરાના કદના રંગીન ફુગ્ગાની જેમ
એક માણસ ધરમને ફાટી જાય ત્યાં સુધી ફુલાવે છે.

કીર્તિની ઝળહળતી યુદ્ધપતાકામાં
કોઈક ક્યાંક ટેભા તોડવા શરૂ કરે છે.

– ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી

પ્રથમ પંક્તિમાં એક ક્રાંતિકારી આત્માની વાત છે જે કૈક જુદું વિચારે છે- પણ ત્યાં અટકી જાય છે. માત્ર જુદું વિચારે જ છે. આચરણ વિષે અધ્યાહાર સેવાયો છે. ટ્રાફિકને નિયંત્રિત કરતા દીવાઓ એટલે સમાજના કાયદા-કાનૂન રૂપી જડ બંધનો. કોઈક એને તોડી-ફોડી નાખે છે-ક્યાંક એક મુક્ત હૃદય ધબકે છે… ધર્મ વિષે બહુ ચોટદાર વ્યંગ છે – એક પશ્ચિમી લેખકે પૂર્વમાં અસંખ્ય દેવી-દેવતાઓની કરતી પૂજા માટે કટાક્ષ કર્યો હતો કે તમને એક ઈશ્વરમાં વિશ્વાસ નથી એટલે અનેક સર્જી કાઢ્યા છે ! અંતિમ પંક્તિમાં ભૌતિક સફળતાઓની નિરર્થકતા સમજાયા બાદની માનવીની નવા પથ ઉપરના માંડવામાં આવતા પહેલા કદમની વાત છે. દસ જ લીટીના આ નાનકડા કાવ્યમાં શબ્દે શબ્દે વિદ્રોહ નીતરે છે. ક્યારેક તો સૌ કોઈએ પહેલું પગલું ભરવાનું જ છે….

7 Comments »

 1. Rina said,

  October 28, 2012 @ 1:58 am

  Awesome …..

 2. perpoto said,

  October 28, 2012 @ 5:36 am

  ઑસમ નો અર્થ ગુજરાતી લેક્ષીકોન આ પ્રમાણે આપે છે,

  ધાક ઉપજાવનારું,ભયાનક,દારુણ,ભીષણ……

 3. pragnaju said,

  October 28, 2012 @ 9:33 am

  Awesome નો અર્થ આશ્ચર્યજનક કે અદ્ભૂત થાય

 4. ધવલ said,

  October 28, 2012 @ 1:42 pm

  પહેલું પગલું જ સૌથી વધારે અઘરુ પગલુ હોય છે …. આ કવિતા અંગ્રેજીમા કોઈને મળે તો મુકશો.

 5. Maheshchandra Naik said,

  October 29, 2012 @ 9:59 pm

  સૌથી વિશેશ શરુઆત કરવી જ મુશ્કેલ છે, સરસ ભાવાનુવાદ…………………

 6. jahnvi antani said,

  November 23, 2012 @ 12:48 pm

  just superb..

 7. jahnvi antani said,

  November 23, 2012 @ 12:49 pm

  ખુબ સરસ. સુન્દર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment