માંગવાના હોંશ પણ રહેશે નહીં,
કોઈ જ્યારે આપનારું આવશે.
સુધીર પટેલ

સમજાવવા દેતા નથી ! – કિરીટ પરમાર

લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,
તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !

ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !

ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને,
તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી !

હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !

ખાત્રી છે કે થશે વટવૃક્ષ મોટું પ્રેમનું,
પણ, મને સહુ છોડ નાનો રોપવા દેતા નથી !

આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,
પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !

-કિરીટ પરમાર

કીરીટભાઈનો બ્લોગ છે ડાયરીના પાનેથી… જોકે આ બ્લૉગ શરૂ થયા પછી અપડેટ થયો નથી.. ગઝલનો ત્રીજો અને ચોથો શેર મને વિશેષ ગમી ગયા છે. ચોથા શેરમાં  હવા શબ્દને લઈને બે અલગ પાસા સરસ રીતે બતાવ્યા છે.

8 Comments »

 1. P Shah said,

  August 26, 2009 @ 1:38 am

  સુંદર ગઝલ

  બધા શેર સરસ થયા છે.

 2. manoj nakum said,

  August 26, 2009 @ 2:11 am

  વાહ…. કિરીટભાઈ વાહ્….
  ખુબજ સરસ…………….

 3. sudhir patel said,

  August 26, 2009 @ 7:59 pm

  સરસ ગઝલ.
  પણ ધવલભાઈ કહે છે તેમ ત્રીજો અને ચોથો શે’ર કાબિલે દાદ છે!
  સુધીર પટેલ.

 4. kirankumar chauhan said,

  August 27, 2009 @ 10:47 am

  વાહ કવિ વાહ!

 5. ketan said,

  August 28, 2009 @ 5:14 am

  vaah kiritbhai khubaj sundar share.

  ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
  જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !

  હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
  શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !

 6. ધડુક said,

  September 2, 2009 @ 6:03 am

  હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
  શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !
  લે હવા chhoડુ………..

 7. ABHIJEET PANDYA said,

  September 5, 2010 @ 3:31 am

  રચના સુંદર છે.

  ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,

  ઉપરોક્ત િમસરામાં ” પીનારને ” ની જગ્યાએ ” પીનારાને ” કરવાથી બંધારણ જળવાતું જોવા મળે છે. પ્રીન્ટ એરર્
  હોય તો સુધારો કરવા િવનંતી.

 8. ધવલ said,

  September 6, 2010 @ 11:46 am

  કવિના બ્લોગ પર રચના આ પ્રમાણે જ છે. પણ કદાચ ત્યાં જ ભૂલ હશે. ( http://kirit.gujaratiblogs.com/2007/09/11/hello-world/ )

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment