વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

કવિતા – પન્ના નાયક

મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.

સાવ અચાનક.

મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.

મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડ્યું
ત્યાં તો

છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં.

– પન્ના નાયક

2 Comments »

 1. pragnaju said,

  September 26, 2007 @ 1:12 pm

  તે આવે …
  “મારી સામે જોતી
  મારા ચિત્તનો કબજો લઈ
  અને
  ફરી વળી ધસમસતી
  મારી શિરા શિરામાં.”

  તો તેનો આનંદ લેજે
  અમે પણ કરેલી–
  ફરી આવી ભૂલ ન કરતી

  ‘મેં પેન ઉપાડી
  કોરા કાગળ પર શાહીનું ટપકું પાડ્યું…’

  કદાચ કાયમને માટે છટકી જાય્ય્ય્ય્ય્ય્ય્ય્ય
  સુંદર

 2. jay said,

  September 30, 2007 @ 4:59 pm

  excellent n full of creativity.

  regards;
  Jay

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment