ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી
– શેખાદમ આબુવાલા

ન ઇચ્છે ! – રાજેન્દ્ર શુક્લ

એવોય કો’ક સૂરજ કે ઊગવા ન ઇચ્છે,
ના આથમે કદી, બહુ ઝળહળ થવા ન ઇચ્છે !

ઉંબર આ એક તડકો આવીને થિર થયો લો,
છાયા જરાય એની લંબાવવા ન ઇચ્છે !

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઇચ્છે !

ત્યાંનુંય તે નિમંત્રણ, ત્યાંયે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની ક્યાંયે જવા ન ઇચ્છે !

અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે,
કોઈ વિશેષ એને છલકાવવા ન ઇચ્છે !

– રાજેન્દ્ર શુક્લ

સરળ લગતી ગઝલમાં અતળ ઊંડાણ ભર્યું છે…પ્રત્યેક શેર ચિંત્ય છે…

11 Comments »

  1. Rina said,

    September 9, 2012 @ 1:03 AM

    Awesome….

  2. અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે « ગદ્યસુર said,

    September 9, 2012 @ 1:17 AM

    […] ‘લયસ્તરો’ પર આજના યુગના ઋષિકવિની રચનાનો આ મત્લો વાંચી મન મહોરી ઊઠ્યું.  ( આખી ગઝલ અહીં… ) […]

  3. સુરેશ જાની said,

    September 9, 2012 @ 1:18 AM

    કાશ જીવવાની આવી રીત મળી જાય…
    http://gadyasoor.wordpress.com/2012/09/09/this_moment/

  4. Jayshree said,

    September 9, 2012 @ 3:27 AM

    સ્વરાભિષેક આલ્બમમાં કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની કોઇઇ ગઝલની પ્રસ્તાવનામાં અમરભાઇએ આ ગઝલના ૨-૩ શેર ટાંક્યા છે – અને ત્યારથી આખી ગઝલ વાંચવાની ઇચ્છા હતી..!

    ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
    વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઇચ્છે !

  5. perpoto said,

    September 9, 2012 @ 8:01 AM

    કેવો વિરોધાભાસ છે,જયશ્રીબેન ન ઇચ્છવાની ગઝલ વાંચવા ઇચ્છતાં હતાં.

  6. La'Kant said,

    September 9, 2012 @ 9:28 AM

    કારણ કે, સહી મૂલ્યાંકન માટે સરખામણી જરૂરી બની રહે છે.., સાઈ કવિશ્રી મકરંદ દવેની ઊંચી કક્ષાના, અલગારી, અવધૂત સમા કેસરી અસબાબથી શોભાયમાન કલમગીર, ગહનતા તેમનો વિશેષે અતિગૂણ( સુ.દ. ની ભાષામાં ) ઉફરા ચાલનારા દાઢી( જ્ઞાનીનું પ્રતીક )નું જંગલ લઇ ફરતા ! તેમના પાંચ સંગ્રહો, તેમના ફેન-હિતેચ્છુઓએ એક સાથે મુંબઈમાં એસ.એન.ડી.ટી.,ઘાટકોપરમાં વિમોચન વ્યવસ્થા કરી-કરાવી…એ કાર્યક્રમ માં તેમના ખરલમાં ઘૂંટાઈ આવતા ઘેરા અવાજમાં તેમની કૃતિઓ દિલથી માણવાનો મોકો મળેલો…ગદગદ .આનંદ. વિશિષ્ઠ પ્રકારના સૂર્યની જેવી શક્તિવાળા, સામાન્ય સાદા ‘સાધક’ ,કોઈ પદ-નામ,પ્રતિષ્ઠાના ઇચ્છુક નહિ એવા,પોતાના કદમાં રહેવા ઇચ્છનાર, એટલા ભરપટ્ટે જિંદગી માણી શકનાર છલોછલ ઉભરાતું જીવન વ્યતીત કરનારને વધુ શું અપેક્ષા હોય?એવા અલગારી સંતૃપ્ત કે સ્વર્ગની પણ તમન્ના ન જાગે, લગભગ સભર-સભર જીવાયું હોય તેનું ઉત્તામોત્તમ ઉદાહારણ છે આ કૃતિના કર્તાનો એહસાસ!
    સ્વ-પ્રેરિત સંતોષ સાથે જીવી શકવાની આંતરિક તાકાત માટે તબક્કાવાર આવા-ઘડતર અને કેળવણીની જરૂર તો પડે….
    “ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,”….વહેતો પવન પણ થંભી જાય…ને આક્સ્મિકાતાનું થ્રિલ
    પણ એક લેવા…માણવા જેવો જીવનાનુભવ…છે.. -લા’કાન્ત…/૯–૯-૧૨.

  7. Anila Amin said,

    September 9, 2012 @ 11:27 AM

    આ રચના વાચિને એક શ્લોક યાદ આવેી ગયો………

    ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા ચ જનની શન્તિસ્ચિરમ ગેહિનીમ
    સત્યમ સુનૂરયમ દયા ચ ભગિની ભ્રાતા મનઃ સંયમઃ|
    શય્યા ભૂમિતલમ દિશોપિ વસનમ યાનામ્રુતમ ભોજનમ્
    મેતે યસ્ય કુટુમ્બિજનઃ વદ સખે કસ્માત ભયમ યોગિનઃ||

    સન્તોષ રુપિ અમ્રુત જેને મળ્યુ હોય એને કશાની જરુર ના હોય્.

  8. harshajagdish said,

    September 9, 2012 @ 8:45 PM

    રાજેન્દ્ર ભાઈ ની બહુ સરસ રચના છે.
    “છાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.”વાહ ! ઘણા ને પોતાની જાતને સરળ જ રાખવી ગમતી હોય છે.એને પોતાની જાતને,”દાયરાથી મોટી બતાવવી નથી હોતી.એ કોઈ પણ દાયરાથી પર હોય છે ‘

  9. ધવલ said,

    September 9, 2012 @ 11:30 PM

    ત્યાંનુંય તે નિમંત્રણ, ત્યાંયે અકળ પ્રતીક્ષા,
    ભરપૂરતા અહીંની ક્યાંયે જવા ન ઇચ્છે !

    – વાહ !

  10. pragnaju said,

    September 10, 2012 @ 1:02 PM

    ત્યાંનુંય તે નિમંત્રણ, ત્યાંયે અકળ પ્રતીક્ષા,
    ભરપૂરતા અહીંની ક્યાંયે જવા ન ઇચ્છે !

    અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે,
    કોઈ વિશેષ એને છલકાવવા ન ઇચ્છે !
    ગૂઢ વાતોની અદભૂત અભિવ્યક્તી

  11. વિવેક said,

    September 13, 2012 @ 8:54 AM

    રા.શુ.ની ઘણી બધી ગઝલો આમ ભાવકો માટેની નથી હોતી એવામાં આ ગઝલ દીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ બંનેની ચાહનાની કસોટી પર ખરી ઊતરે એવી સંઘેડાઉતાર થઈ છે. બધા જ શેર મજાના… જેટલીવાર વાંચો એટલીવાર એના અર્થ અને પરિમાણ વધુ ગહનતાથી સામે આવતા અનુભવાય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment