નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં
જવાહર બક્ષી

અછાંદસ – સુરેશ દલાલ

ચિતાનાં
લાકડાં ગોઠવ્યાં હોય એમ
ઓશીકાં
મારી પથારી પર….
તારું સ્મરણ
મને અગ્નિદાહ આપે
અને ભડભડ બળે મારી રાત
સવારે હું રાખ, રાખ….

-સુરેશ દલાલ

8 Comments »

 1. pragnaju said,

  September 8, 2012 @ 9:52 am

  સ રસ
  ગર્ભમાં શરૂ થાય છે અને ભૂગર્ભમાં-અથવા તો ચિતાનાં લાકડાં પર પૂરી થાય છે. બીજમાંથી વૃક્ષ બને છે અને આ વૃક્ષ સૂકાતું સૂકાતું છેવટે નામશેષ થઈ જાય છે. શૂન્યમાંથી જન્મ થાય છે અને તે ફરી અંતે શૂન્યમાં ભળી જાય છે.ગર્ભ-ભૂગર્ભ નિયતિ છે. જીવન-યાત્રા પુરુષાર્થ છે. ચિતા કેવળ ભસ્મીભૂત કરનાર ઘટના છે. સોક્રેટીસને છેલ્લે પૂછવામાં આવ્યું કે તને ક્યાં દાટવા ? તેણે હસીને જવાબ આપેલ કે ‘મને તમે દાટી શકશો ખરા ?’
  તારું સ્મરણ
  મને અગ્નિદાહ આપે
  અને ભડભડ બળે મારી રાત
  સવારે હું રાખ, રાખ….
  સાધુ સાધુ
  સુમરનસે સુખ હોત હય, સુમરસે દુઃખ જાય,
  કહે કબીર સુમરન કિયે, સ્વામિ માંહિ સમાય
  મૃત્યુના દુઃખમા પાપનું સ્મરણ આવે !
  મૃત્યુનાં ચાર દુ:ખ છે : શરીર-વેદનાત્મક, પાપ-સ્મરણાત્મક, સુહૃન્મોહાત્મક અને ભાવચિંતનાત્મક.
  એના ઉપાય ક્રમાનુસાર આ પ્રમાણે છે : નિત્યસંયમ, ધર્માચરણ, નિષ્કામતા અને ઈશ્વરમાં શ્રદ્ધા.મૃત્યુના દુ:ખને ટાળવા માટે મૃત્યુને હંમેશાં યાદ રાખવું,
  બુદ્ધિમાં મરણ-મીમાંસા દ્વારા નિ:સંશયતા પેદા કરવી અને રોજ રાતે સૂતાં પહેલાં મરણનો અભ્યાસ કરવો; આમ આવી ત્રેવડી સાધના કરતાં રહેવું.
  રોજ કલ્પના કરો ચિતા પર પોઢો

 2. Rina said,

  September 8, 2012 @ 11:13 am

  awesome…and its always a pleasure reading Pragnajuji’s comments….

 3. ધવલ said,

  September 8, 2012 @ 5:42 pm

  ચોટદાર !

 4. FREE VERSE OF SURESH DALAL « Girishparikh's Blog said,

  September 9, 2012 @ 12:37 am

  […] but all ashes… –Suresh Dalal (Translated from the original Gujarati poem (Link: http://layastaro.com/?p=8956)  by Girish Parikh. Like this:LikeBe the first to like […]

 5. perpoto said,

  September 9, 2012 @ 8:09 am

  યાદો પેટ્રોલ જેવી જ્વલનશીલ હોય છે.

 6. La'Kant said,

  September 9, 2012 @ 10:10 am

  જોકે નકારાત્મક અસરવાળું …ઓશિકા સાથે સંલગ્ન પ્રિયજન,શય્યાસુખ સાથીનું સ્મરણ પીડે તેવી વાત ને ઉભાર અપાયો છે,આજે ઓશિકાનું સુખ સાથે માણનાર સાથી માણીગરની યાદ બાળે-પ્રજાળે…તેવું ચિત્ર આ નાની રચના તાદૃશ કરે છે…સમય સમયના માણસના મૂડ પર,મનોભાવો પર આધારિત બને,સહજ.

  કંઈક નવતર ઊંચા કદનું હટકે અર્થપૂર્ણ તથ્ય ઉપજાવવું…નિપજાવવું એ ‘ સુ.શ્રી પ્રગ્નાજુ “નું લખાણ સુપેરે ખાસ લક્ષણ સિદ્ધ કરી જાય છે.. એક અલગ દૃષ્ટ્કોન થી એમને મૂલવણી…અર્થ,આધ્યાત્મિક અને ફીલોસોફીવાળો નવો મર્મ સામે રાખ્યો…સ્વાધ્યાય દ્વારા સ્વ-સાધનાનો એક માર્ગ સૂચવ્યો…આફરીન! આભાર અને અભિનંદન પણ!

 7. Gaurav Pandya said,

  September 11, 2012 @ 4:03 am

  superb

 8. વિવેક said,

  September 13, 2012 @ 8:51 am

  નાનકડું પણ અર્થસભર કાવ્ય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment