સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

તરસ – પ્રજારામ રાવળ

તરસ્યું હૈયા – હરણું !
દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું !

તરસ કેરા તીરથી ઘાયલ,
પલ વળે નહીં ચેન;
રાતથી લાંબો દિન થતો, ને
દિનથી લાંબી રેન !
પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું !

ધીકતી ધરા ચાર બાજુએ
આભ ઝરે અંગારા;
શાપિત મૃગની ઘોર તૃષાના
ક્યાંય દેખાય ન આરા,
રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું !

-પ્રજારામ રાવળ

તરસ આમ તો અનુભવવાની ચીજ છે પણ કવિતાની કમાલ જ એ છે કે એ અમૂર્તને પણ મૂર્ત કરી શકે છે. આ કવિતા વાંચીએ ત્યારે તરસ આપણને ‘નજરે’ ચડે છે. પહેલા અંતરામાં તૃષા અને પ્રતીક્ષાની વેદનાની લગોલગ રામના બાણથી ઘાયલ સ્વર્ણમૃગ પણ તાદૃશ થાય છે. મૃગજળને કિનારા હોતા નથી એ વાત પણ કવિ કેવી કમાલથી રજૂ કરે છે ! બીજી વાત, આ તરસ પ્રણયની છે કે ઉર્ધ્વ ચેતના માટેની છે એ તો ભાવકે જ નક્કી કરવાનું…

6 Comments »

 1. P Shah said,

  September 7, 2012 @ 10:37 am

  કમાલનું ગીત !

 2. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

  September 7, 2012 @ 10:39 am

  પ્રેમ લક્ષણા ભક્તિ ની આજતો ખૂબી છે! અને આતો રામબાણ લાગ્યા પછીની વ્યાકુળ-

  શાપિત મૃગની ઘોર તૃષાના ક્યાંય દેખાય ન આરા,
  આ તરસ પ્રણયની છે કે ઉર્ધ્વ ચેતના માટેની છે એ તો ભાવકે જ નક્કી કરવાનું… એવુંજ શ્રી વેણીભાઈ પુરોહિત ની રચના” તારી આંખનો અફીણી..” ગીતમાં એવા જ ભાવ છે
  મન્ના ડે નાં બે ગીત પણ યાદ આવે છે લાગી રે લગન પીયા તોરી…” અને લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે…
  પરંતુ શ્રી પ્રજારામ રાવળ ની રચનામાં

  ” રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું !” પંક્તિ માં ” તરસ” ની પરાકાષ્ટા દર્ષાવી છે, ખૂબ સરસ રચના માણવા મળી

 3. pragnaju said,

  September 7, 2012 @ 10:44 am

  સુંદર રચના નો મઝાનો આસ્વાદ
  મનમોહન મુખડું
  તરસ્યું હૈયા – હરણું !
  દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું !
  યાદ્
  તું બને જો વાદળી વરસ્યા કરે, જિંદગીભર રણ બની તરસ્યા કરું.
  દિલ અમારું હદ સુધી તરસી જશે, એ પછી એ મન મૂકી વરસી જશે.
  એટલું વરસે કે મન તરસે નહિં, એ પછી છૉને કદી વરસે નહિં.
  આ વરસ, તું સરસ, એવું વરસ, કે મને ઓછી પડે મારી તરસ.

 4. Darshana Bhatt said,

  September 7, 2012 @ 1:09 pm

  અતિ સુન્દર રચના .હ્ર્દયને આકુલ વ્યાકુલ કરી મુક્યુ આ તર સે.

 5. Dhruti Modi said,

  September 7, 2012 @ 4:00 pm

  ખૂબ સરસ ગીત અને વિચારમૂઢ કરી દે ઍવી ફીલસૂફી.

 6. ધવલ said,

  September 8, 2012 @ 5:44 pm

  કોમળ શબ્દો ને ધારદાર અસર ! સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment