અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?
હર્ષ બ્રહ્મભટ્ટ

કબર જેવું – કરસનદાસ લુહાર

સ્વત્વને હરપળ હણાતું જોઉં છું,
શ્વાસનું ખેતર લણાતું જોઉં છું.

જન્મનું ઝભલું હજુ પહેર્યું નથી,
ને કફન મારું વણાતું જોઉં છું.

ઘરતણો પાયો જ્યહીં ખોધ્યો હતો,
ત્યાં કબર જેવું ચણાતું જોઉં છું.

ઝંખનાની આ નદીના પૂરમાં,
લાશ જેવું શું તણાતું જોઉં છું.

સાવ બ્હેરી ઓડ થઈ ગઈ છે ત્વચા,
સ્પર્શવું તવ હણહણાતું જોઉં છું !

– કરસનદાસ લુહાર

દરેક જન્મ એ હકીકતમાં મરણની શરૂઆત જ હોય છે. મૃત્યુને કેન્દ્રસ્થાને રાખી લખાયેલી મુસલસલ ગઝલ… છેલ્લા શેરમાં સ્પર્શ, શ્રવણ અને દૃષ્ટિ આ ત્રણેય ઇન્દ્રિયના વ્યત્યયના કારણે શબ્દાતીત સંવેદન સર્જાય છે…

6 Comments »

 1. Sharad Shah said,

  August 23, 2012 @ 3:56 am

  મારા ગુરુ કહેતા,” અહીં જન્મના ગર્ભમાં મૃત્યુ અને મૃત્યુના ગર્ભમાં જન્મ પળતું હોય છે.સામાન્ય રીતે દેખાતા દ્વંદ એકજ સિક્કાની બે બાજુ જ છે.” આ બહુ ઓછાને દેખાય છે. ભાગ્યશાળી છે કવિવર કરસનદાસ જે જોઈ શક્યા કે જન્મનુ ઝભલું પહેરતાં જ કફન વણાતુ જાય છે.

 2. La' KANT said,

  August 23, 2012 @ 11:01 am

  પ્રાથમિક દૃષ્ટિએ, ” કબરની વાત”… આ ‘નિરાશાવાદી વાતો ,મુદ્દા લાગે, પણ જેને અનુભવોથી સમજણ કેળવાઈ હોય છે,તે અંતને ફોકસમાં રાખી વિચારે છે અને .. પોતાની સજ્જતા દ્વારા આશ્વસ્ત રહે છે…ભૌતિકતા અને આધ્યાત્મિકતા આમેય પારસ્પરિક રીતે “મૂળ હસ્તી ” અને ” પ્રતિબિંબ” જેવા વિરોધાભાસી તત્ત્વો જ છે ને ? એક બાજુ ક્યાંક કઈ ઉમેરાય છે તો બીજી બાજુ કૈંક ઘટે પણ છે
  =============================================
  ત્રણેય ઇન્દ્રિયના વ્યત્યયના કારણે શબ્દાતીત સંવેદન સર્જાય છે……વટ સાચી જ છે..તેની સામે..
  સ્વ-વિસ્તાર ‘એપાનશન’ ની આજ તો ખૂબી છે!

  { અનહદનો આહલાદ }

  સૂર્યપ્રકાશનો સોનેરી રંગ,ઉમંગ અંગ અંગ ,
  પ્રિય ઉલ્લાસનો મીઠો ઊઠેપ્રકંપ અંગઅંગ.
  લહેરો સાગરની ને,મતવાલા મનના તરંગ,
  આંખો આનંદ લે,અનહદનો આસવ અંતરંગ.
  રોમરોમ બજી રે’સુરીલી હળવીતરન્નુમ-તરંગ.
  સાથ-સાયુજ્ય, ઉષ્મા-હૂંફ નો અનેરો આસંગ,
  ધીમા જલતા ધૂપ શો વર્તે હલકો સુગંધ રંગ.
  ગોરા ગાલોની કોમલ ત્વચા વિલસે કણકણ,
  રોમરોમ રમતી રહે,રંગીલી રમણા-રણઝણ,
  અનુભૂતિના અનુવાદશો,નીખરે ગાલે રક્તરંગ.
  પુષ્પ-પાન્દશા હોઠોએ, રમી રે’રાગ સ્વચ્છંદ,
  આ આથમતા સૂરજની શાખે થાય એકરાર,
  આ કેસરિયો પીળાશ ભર્યો,રે’ તેજ બરકરાર,
  સ્પર્શ-સ્પંદનની તરંગલીલા વહે શાખશાખ,
  મન-તનમાં આંદોલનો ધસમસે લાખલાખ.
  પંચેન્દ્રિયનો પારાવાર અનહદનો આહલાદ.
  [ કુદરતના સાન્નિધ્યમાં રચાતો પંચતત્વ ભર્યો મનભર માહોલ ,સૂર્યની જીવન શક્તિના અસર-વ્યાપ ,
  યુવાન હૈયાંઓની મસ્તીભરી સ્ફૂર્તિ,આંખ (દૃશ્ય રૂપ,કાન (ધ્વની-અવાઝ-નાદ ),નાક (ગંધ-સુગંધ),
  ત્વચા (સ્પર્શ-અનુભવ)જીભ (રસ-સ્વાદ-શબ્દ-વાણી) એમ સંપૂર્ણ અસ્તિત્વ તન્મયતામાં તરબતર ,
  સર્વગ્રાહી રીતે “ એક અનુભવ”ને આત્મસાત કરી સાક્ષાત્કારની કંઇક ક્ષણોનો આહલાદ અંકે કરે છે! ]

  -લા’કાન્ત / ૨૩-૮-૧૨

 3. pragnaju said,

  August 23, 2012 @ 11:14 am

  અદભૂત ભાવ અભિવ્યક્તી

 4. Kartika Desai said,

  August 23, 2012 @ 5:39 pm

  Jay shree krishna.
  Have a cheerful day as it passe…
  what a gazal…for death….yes,if we all think be4
  life journy starts then it is so easy…..n i guess
  worryless….

 5. Maheshchandra Naik said,

  August 24, 2012 @ 12:47 pm

  જન્મ મરણને આટલુ નિકટતાથી જોયાની અભિવ્યક્તિનુ સરસ કાવ્ય………………

 6. Nivarozin Rajkumar said,

  September 2, 2012 @ 11:01 am

  સ્વત્વને હરપળ હણાતું જોઉં છું,
  શ્વાસનું ખેતર લણાતું જોઉં છું.

  બહુ સરસ્……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment