તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?
અંકિત ત્રિવેદી

વન-મેન યુનિવર્સિટીનો અંત – “સુ.દ. પર્વ”નો આરંભ

224309_226120937405355_2357499_a

(શ્રી સુરેશ દલાલ…    …૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨)

*

ગુજરાતી કવિતાની યુનિવર્સિટી રાતોરાત પડી ભાંગી… એક તોતિંગ ગઢ… એક આખું આકાશ… ગુજરાતી કવિતાના ઘરનો એક મોભી… એક જ રાતમાં શું શું નથી ગુમાવ્યું ગુજરાતી ભાષાએ? લગભગ એંસી વર્ષનું આયુષ્ય ભોગવીને ગઈ રાત્રે કવિશ્રી સુરેશ પુરુષોત્તમ દલાલે આખરી શ્વાસ લીધા. એની સાથે અસંખ્ય અનુવાદ અને આસ્વાદ આપણે ગુમાવ્યા. ગુજરાતી કવિતા વેચી શકાતી નથીની “ઇમેજ” સુ.દ.એ એકલા હાથે ધોઈ નાંખી. પાંચસો-છસો રૂપિયાની કિંમતના કાવ્યગ્રંથ ‘ઇમેજ’ બહાર પાડે અને ચણા-મમરાની જેમ ઊપડી જાય એવો સુખદ અકસ્માત સુ.દ. સિવાય કોઈ સર્જી ન શકે.

સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા. કવિતા ગમે ત્યાંથી મળે, ગમે એ ભાષા-સંસ્કૃતિમાંથી મળે, એ સદૈવ એને આલિંગવા તત્ત્પર રહેતા. ગુજરાતના કંઈ કેટલાય નાના-મોટા સાહિત્યકારો એમના પારસ-સ્પર્શે પોતાના ગજાથીય વધુ મોટા બની શક્યા.

સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨) શબ્દોના માણસ હતા. અછાંદસ કવિતા, છંદોબદ્ધ કાવ્યો, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ, મુક્ત સોનેટ, દીર્ઘકાવ્ય, ગદ્યકવિતા – કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યા નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની છેલ્લી સંધ્યાએ પણ અવિરત કાર્યરત રહ્યો હતો. કાવ્ય, અનુવાદ, આસ્વાદ, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન, વ્યક્તિચિત્ર – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા, સહજતા અને અધિકૃતતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય. પચાસની નજીક પહોંચે એટલા તો એમના પોતાના કાવ્યસંગ્રહો જ છે. એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”

મૂળે એ ગીત અને અછાંદસના માણસ. ગઝલ વિશે એ પોતે જ કહે છે: “ગઝલ લખવાનો ચાળો કર્યો છે, પણ ગઝલમાં એનું ગજું નહીં” પણ એમણે આપણને જે અનુવાદો અને કાવ્યાસ્વાદો આપ્યા છે એના વિના આપણું સાહિત્ય પાંગળું લાગત એ હકીકત છે. એમને કોઈ કવિ પારકા કે પરાયા લાગતા નહોતા. એમના માટે કવિ એટલે કવિ. કવિ સાથે એમનો લોહીનો નાતો હતો કેમકે કવિ એમના કાનને ગાતો હોવાનું એ અનુભવતા.  સુ.દ. પ્રણય અને પ્રકૃતિના અનહદ આરાધક હતા. વેદના અને આસ્થા એ જાણે એમની કવિતાના બે બાજુ હતા. જીવન પરત્વેની ચિરંજીવ આશા એમના કાવ્યોમાં સદા ડોકાતી. કૃષ્ણ-રાધા-મીરાંના પ્રણયત્રિકોણનો જાણે એ ચોથો ખૂણો ન હોય એમ કૃષ્ણને આરાધતા. અને જોગાનુજોગ કૃષ્ણજન્મના દિવસે જ પ્રાણ પણ ત્યાગ્યા…

એ રસ્તાના માણસ હતા, નક્શાના નહીં. એમની ગતિમાં પળેપળ પ્રગતિ હતી. શબ્દને અડે ત્યારે એમનો વેગ પ્રવેગમાં પલટાઈ જતો. સુ.દ.ને હકીકતને વળગમાં રસ ન હતો, એ એને ઓળંગવામાં માનતા. કેમકે શરીરથી આત્મા લગી, હકીકતથી સત્ય સુધીની યાત્રાને જ તેઓ કવિતા માનતા હતા. એ હંમેશા શબ્દો સાથે ભૂલા પડવાની મજા માણતા હતા. અઘરી કવિતાના વિરોધી. એમની તમામ રચનાઓ એની સરળ અને સહજ બાનીના કારણે ધ્યાન ખેંચે છે. ક્યારેક વધુ પડતી સરળતા કાવ્યપદાર્થને ખાઈ જતી હોય એમ પણ લાગે. પણ સરવાળે એ સામાન્ય માનવી સુધી કવિતાને લઈ જવાની અનવરત મથામણમાં હોય એમ લાગે છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમના વિશે લખ્યું હતું: “ભાઈ દલાલની કવિતાના બે-ત્રણ ઉપલક્ષણ ધ્યાન ખેંચે છે. અર્થાનુસારી કે અર્થપોષક શબ્દને બદલે રવાનુસારી પદ આવે છે અને પછી પદમાંથી અર્થનો ફણગો ફૂટે છે. સમગ્રતયા, ત્વરા તરવરાટ અને તરંગરતિનું પ્રૌઢિમાં, તેમ જ આન્તર આકુલતા, એકલતા, સંમૂઢતા અને વૈશ્વિક વક્રતાનું તીવ્ર સંવેદન સમાધાન અને શ્રદ્ધામાં વિશ્રાન્તિ લે છે, પરિપાક પામે છે.”

જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. ૧૯૬૭થી ‘કવિતા’ દ્વિમાસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો. ૨૦૦૫માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. (આ અંતિમ પરિચ્છેદ ગુજરાતી સાહિત્ય પરિષદની સાઇટ પરથી સાભાર)

– વિવેક મનહર ટેલર

*

આવતીકાલથી લયસ્તરો સુ.દ.પર્વ નિમિત્તે કવિશ્રીના પ્રતિનિધિ કાવ્યોનો પરિચય કરાવશે. કવિશ્રીના પચાસથી વધુ કાવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો: http://layastaro.com/?cat=28

42 Comments »

 1. મીના છેડા said,

  August 11, 2012 @ 2:32 am

  ગુજરાતી ભાષાનું એક આખું આકાશ….
  … શ્રદ્ધાંજલિ

 2. bharat vinzuda said,

  August 11, 2012 @ 2:33 am

  શ્રી સુરેશ દલાલને સલામ.

 3. bhargav parekh said,

  August 11, 2012 @ 2:40 am

  I AM PRAYING TO GOD FOR THIS LEGEND IN GUJARATI LITERATURE….MAY GOD BLESS HIS SOUL…

 4. Suresh Shah said,

  August 11, 2012 @ 3:09 am

  ગુજરાતી ભાષાનો એક એક શબ્દ રડે છે ….

 5. ભૂપેન્દ્ર ગૌદાણા, વડોદરા said,

  August 11, 2012 @ 3:15 am

  કવિ શ્રી સુરેશ દલાલ ના નિધન ના સમાચાર ચોક્કસ સૌ ગુજરાતી માટે ઘેરા આઘાતના સમાચાર છેજ.સૌ સાહિત્ય રસિક જનો ને, તેમની મહેનત અને ખંતથી કમાયેલ અને એકઠી કરેલ મૂડી ની એક મોટી એફ.ડી. નું એકાએક વ્યાજ મળતું બંધ થઈ જાય એમ કહેવું સ્વાર્થી ગણાય છતાં તેજ હકીકત છે! શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે તેમ તેમના નિધનથી ગુજરાતીનો દરેક શબ્દ રડે છે એમ કહેવું જ વધુ વ્યાજબી ગણાય ! દિવસ પણ જન્માષ્ટમીનો પસંદ કર્યો , તે વધુ સાંકેતિક નથી?ઈશ્વર તેમના અત્માને પરમ શાંતિ અર્પે!

 6. upendraroy nanavati said,

  August 11, 2012 @ 4:06 am

  Kavi Shri Suresh Dalal was true Krishna Premi.He prostrated at the lotus feet of Lord Krishna,which was his focal point of all creation of poems.

  Whole his life,he made us to play Ras with him with his magic of words.The Ras has ceased ??? No,it has merged with continuity eternal dance……

  Prnam Sureshbhai………….

  Many admirer of him might not be knowing,that,he was fond of visiting Taj Crystal room with Uttpalbhai…….and overviewing sea from there,he was conceiving Poem’ verses….that was Zalak….we used to read the other day !!!

  Woh Zalak Ab Kanha??

  Upendraroy Nanavati

 7. sachin desai said,

  August 11, 2012 @ 4:24 am

  Bhagwan Shri Krushna temna janmdine j temna sharane aavela kavi Shri Sureshbhai na aatmaa ne shanti arpe tevi prarthana. ( Just for yr knowlege ke upar phota niche kavi ni atak “Dalaal” badle dalal thai gai che.)

 8. Rina said,

  August 11, 2012 @ 4:37 am

  may the great soul rest in peace….

 9. Himanshu Muni. said,

  August 11, 2012 @ 4:59 am

  Sureshbhai was most prominant of all those poets,writers and educators who was born and brought up in Mumbai. His contribution will remain unmatched by any Mumbaikar-Gujarati.–Himanshu Muni.

 10. dave bharat said,

  August 11, 2012 @ 6:26 am

  Suresh dalal ne bhav bhari shraddhanjali

 11. kamalesh Raval said,

  August 11, 2012 @ 6:38 am

  સુરેશ દલાલ એટલે કવિતા ઓ નો પર્યાય..!!
  બોલાવી એમને ઈશ્વરે કર્યો સાહિત્ય ને અન્યાય ….!!!! કમલેશ રવિશંકર રાવલ

 12. Dr. Dinesh O. Shah said,

  August 11, 2012 @ 7:45 am

  On behalf of my colleagues and myself at the University Florida, we send our condolences and prayers to the Family members of Shri Suresh Dalal. Gujarat has lost an icon of its poetry! He will be remembered by his songs for generations to come.

  Dinesh O. Shah, Gujarat Culture Program, University of Florida, Gainesville, FL , USA 32605

 13. Ramesh K. Mehta said,

  August 11, 2012 @ 7:51 am

  ક્રિશ્ન પ્રેમિ ક્રિશ્નના દ્વારે ચાલ્યા ગયા.
  શબ્દો થમ્ભિ ગયા કવિતાની ગલિમા.

 14. pragnaju said,

  August 11, 2012 @ 8:49 am

  અમારી હાર્દિક શ્રધ્ધાંજલી
  ઘણું ઘણું લખવું છે પણ…

 15. rajul b said,

  August 11, 2012 @ 8:58 am

  ….

 16. Harnish Jani said,

  August 11, 2012 @ 9:30 am

  Nice write up Vivekbhai-
  Suresh Dalal’s death is a great loss to Gujarati languge- May God rest his soul in peace.

 17. Dhruti Modi said,

  August 11, 2012 @ 9:47 am

  સલામ શ્રી સુરેશ દલાલને. ઍમનો આત્મા તો અહીં જ છે, ઍમની કવિતામાં, મળતા રહીશું કવિતાને ખોળે.

 18. vijay shah said,

  August 11, 2012 @ 10:05 am

  ગઇ કાલે સાંજ થી મારું ઇન્બોક્ષ સદગતનાં નિધન ના સમાચાર થી ભરાયેલું હતું

  સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા. કવિતા ગમે ત્યાંથી મળે, ગમે એ ભાષા-સંસ્કૃતિમાંથી મળે, એ સદૈવ એને આલિંગવા તત્ત્પર રહેતા. ગુજરાતના કંઈ કેટલાય નાના-મોટા સાહિત્યકારો એમના પારસ-સ્પર્શે પોતાના ગજાથીય વધુ મોટા બની શક્યા.

  સાવ સાચી વાત છે. તેમન જવાથી ગુજરાતી સાહિત્યનો મોટો ખંભ તુટ્યો છે
  પ્રભુ સુ.દ્ ને સદ્ગતિ બક્ષે તેવી પ્રાર્થના

 19. સુરેશ જાની said,

  August 11, 2012 @ 10:38 am

  સરસ શ્રદ્ધાંજલિ. એમની ઝલકો વાંચવી હમ્મેશ ગમતી.

 20. Darshana Bhatt said,

  August 11, 2012 @ 11:01 am

  શબ્દોના સ્વામિને ક્યા શબ્દોથિ સ્રદ્ધન્જલિ અર્પવી !!

 21. Kalpana said,

  August 11, 2012 @ 11:48 am

  હમણા “વાણીનુ વ્રુક્ષ” લેખમાળા વાંચવા માંડી છે. સુરેશ દલાલ મારી નજીક આવતા જાય છે, પાસે પિતાની અદાથી બેસે છે. જાણે મારી સાથે વાત કરે છે. આજે સુરેશભાઈની વિદાયની વાત વાંચી આઘાતની લાગણી થાય છે. આ પુસ્તક હમણા હાથમા ન આવ્યું હોતતો? એક ઉત્ક્રુષ્ટ લેખક, વિચારક ગુમાવ્યાનો રંજ થાત.
  થોડા દિવસ માટે સુરેશભાઈ પાસે પિતાનો વહાલસોયો સાથ કરાવ્યા બદલ ભગવાનનો આભાર માનું.
  સુરેશ્ભાઈનો આત્મા ખૂબ ઉંચો અને ગહન વિચારો વાળુ મન આખરે ઈશ્વર પાસે સીધો પહોંચી ગયો. એ મહાન આત્માને કોટિકોટિ પ્રણામ.

 22. masukh nariya said,

  August 11, 2012 @ 11:56 am

  Its very sad news but .sureshbhai will always with us through the gujarati poetry.
  he is not only a poet but he opens the window of world poetry among us. His historicl work in gujarati litreture will never be forgoten
  I heartly pray for the peace of the suprim soul
  MANSUKH NARIYA
  Poet
  SURAT
  94268 12273

 23. ડૉ.મહેશ રાવલ said,

  August 11, 2012 @ 12:30 pm

  આદરણીય શ્રી સુરેશ દલાલના નિધનથી ગુજરાતી ભાષાને જે ખાલીપો સહન કરવાનો આવ્યો છે એ શબ્દોમાં વ્યક્ત કરવા ખુદ શબ્દો ય અસમર્થ છે……
  ઈશ્વરને ગમ્યું તે ખરૂં….
  સદગતના આત્માને મોક્ષપ્રદાન કરે અને એમના પરિવારને,આપણને સહુને અને મા ગુર્જરીને આ કપરી ઘડી સહન કરવાની શક્તિ આપે…..ઈશ્વરને એજ અભ્યર્થના.
  અસ્તુ.

 24. manilalmaroo said,

  August 11, 2012 @ 12:52 pm

  nikhalas ane motta gajja na mans hatta. manilal.m.maroo. marooastro@gmail.com

 25. Sudhir Patel said,

  August 11, 2012 @ 3:01 pm

  કવિશ્રી સુરેશ દલાલને નત-મસ્તકે હૃદય પૂર્વક શ્રધ્ધાંજલી અને એમના આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી પ્રાર્થના! એમની કવિતા અને સાહિત્ય દ્વારા તેઓ ગુજરાતી ભાષામાં અમર રહેશે!
  સુધીર પટેલ.

 26. urvashi parekh said,

  August 11, 2012 @ 5:10 pm

  સરસ શ્રધાંજલી, ઘણુ જાણવા મળ્યુ.
  ભગવાન તેમના આત્માને ચીરશાંતી આપે તેવી પ્રાર્થના.

 27. સ્વ. સુરેશ દલાલને શબ્દાંજલિ « Girishparikh's Blog said,

  August 11, 2012 @ 7:39 pm

  […] ‘સુ.દ. પર્વ’નો આરંભ થયો  છે. લીંકઃ http://layastaro.com/?p=8692 . Like this:LikeBe the first to like […]

 28. M.D.Gandhi, U.S.A. said,

  August 11, 2012 @ 10:41 pm

  કવિશ્રી પ્રોફેસર સુરેશ દલાલ જેઓ કે.સી.કોલેજમાં મારા ગુરુ પણ હતાં જેઓ આજે ખરેખર “મોરપિચ્છની રજાઈ ઓઢીને” કાયમ માટે સુઈ ગયા છે તેમને મારી હાર્દિક શ્રધ્ધાંજલી.

  તેમના જવાથી ગુજરાતી સાહિત્યને બહુ મોટી ખોટ પડી છે.

  જેમણે “કવિતા”માં પણ “ઝલક” બતાવીને ભવ્ય “ઈમેજ” બંધાવી તેવા મારા ગુરુ શ્રી સુરેશ દલાલને મારા લાખ લાખ વંદન અને પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 29. Hitesh R. Patel said,

  August 12, 2012 @ 1:04 am

  શ્રી સુરેશ દલાલના જવાથી ગુજરાતી સાહિત્ય જગતમાં ક્યારેય પણ ન પુરાય તેવી ખોટ પડી છે.ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.
  – હીતેશ આર. પટેલ
  સુરત

 30. La' KANT said,

  August 12, 2012 @ 1:38 am

  મારા અતિપ્રિય સાહિત્યકાર ‘સ્વ.ડોક્ટર સુરેશભાઈ દલાલ ‘ (૧૯૬૪-૬૫ કે.જે..સોમૈયા કોલેજના પ્રોફેસર ) એક પ્રેરણાસ્રોત પણ, ગયા . ભીતર ની લાગણી તો જીવંત રહેશે… !
  વિવેકભાઈ નો આભાર!

 31. Harikrishna Patel said,

  August 12, 2012 @ 1:58 am

  ંMy deepest condolences to SD’s familly
  Vivekbhai your words have described the
  True feelings in ALL OUR GUJARATI’S
  HEARTS – May his soul rest in peace
  I was fortunate to have met SD personally
  a few years back here in London – will
  cherrish his memories for ever. My prayers
  are for him
  HariK

 32. Mahendra Patel(USA) said,

  August 12, 2012 @ 8:40 am

  મારા અસ્તિત્વનો એક ટૂકડો ખરેી પડ્યો. હવે “મારેી બારેીએથેી” કોણ “ઝલક” દેખાડશે ? ગુજરાતેી
  સાહિત્યનેી “ઇમેજ” નો આધાર સ્થ્મ્ભ ગયો. પ્રભુ એમના આત્માને પરમ શાન્તિ આપે.

 33. મહેન્દ્રસિંહ પઢિયાર ' મરમી ' said,

  August 12, 2012 @ 8:57 am

  કવિ ક્યારેય મરતો નથી……..એ સદાકાળ જીવે છે….એના શ્બ્દોથી…..

 34. Nitin Vyas said,

  August 12, 2012 @ 10:02 am

  બધાજ વાચકોએ શ્રી. સુ. દ. ને સરસ શબ્દાંજલિ અર્પીછે. મારે કંઈ વિશેષ ઉમેરવાનું નથી.
  શ્રી વિવેકભાઈ ને આ સરસ લેખ બદલ અભિનંદન.
  -નીતિન વ્યાસ

 35. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  August 12, 2012 @ 3:32 pm

  ગુજરાતી કાવ્યવ્યોમનો ધ્રુવતારો અદ્રશ્ય થયો.
  સુરેશભાઈ તમે નથી ગયા;ગુજરાતી કાવ્ય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમે એ ધ્રુવતારકની જગા શોભાવતા રહેશો.

 36. gujjulal said,

  August 12, 2012 @ 3:50 pm

  રાધાની વકીલાત કરતાં કરતાં ઠેઠ ઉપર પહોંચી ગયા ! ગજબના કવિ કહેવાય ને !

 37. Digesh Chokshi said,

  August 12, 2012 @ 9:23 pm

  Very nice tribute to legend by Vivekbhai.Future generation will envy us that we very fortunate to live in suresh Dalal era & some of you may be fortunate to know him or meet him personally

 38. rajan said,

  August 13, 2012 @ 4:34 am

  શ્રી સુરેશ દલાલના જવાથી ગુજરાતી સાહિત્ય જગતમાં ક્યારેય પણ ન પુરાય તેવી ખોટ પડી છે.ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.
  રાજન મ્હેતા — ભુજ્

 39. RAKESH SHAH said,

  August 13, 2012 @ 5:03 am

  R.I.P. shri S.D.

 40. devika Dhruva said,

  August 14, 2012 @ 1:12 pm

  સુરેશ દલાલે વિદાય લીધી અને શબ્દસૃષ્ટિમાં એક સોપો પડી ગયો.દૂર આભની અટારીએથી જાણે કહેતા ન હોય કે, “મને શબ્દો નહિઃમૌન હવે વ્હાલું લાગે.કે આંખ મીંચું ને આછું અજવાળું લાગે.”
  ઇશ્વર તેમના આત્માને કવિતા જેટલી શાંતિ બક્ષે એજ પ્રાર્થના.

 41. Nivarozin Rajkumar said,

  September 2, 2012 @ 11:21 am

  મારી પ્રત્યેક પળ
  એ તુલસીપત્ર
  એ જ વિષ્ણુસહસ્ત્રનામ
  અને એ જ સત્યનારાયણ………

  ઃ(

 42. Neetin Vyas said,

  April 6, 2017 @ 3:35 pm

  Kindly let me know if any of the books penned by Respected Shri Sureshbhai Dalal available as an e-book.
  With kindest regards,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment