વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
કલાપી

(ઉસ્તાદ) – જયશ્રી ભક્ત

તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું?

હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો..!

– જયશ્રી ભક્ત

સારી કવિતા ક્યારે કઈ જગ્યાએથી મળી આવે એ કહેવું અશક્ય હોય છે. શબ્દ અને સંગીતની દિવસ-રાત આરાધના કરતાં કરતાં ટહુકો.કોમની સંચાલિકા જયશ્રી અચાનક જ આ કવિતા મને મેલમાં મોકલે છે અને હું તાત્ક્ષણિક જવાબ આપું છું કે આ હું લયસ્તરો માટે રાખી શકું? બરાબર બે અઠવાડિયા પછી એ સંમતિ આપે છે…

સાવ સરળ કવિતા પણ કેવી મર્મવેધક ! દરિયાના મોજાંની જેમ પ્રેમમાં લાગણીઓ અને મન-મેળ પણ આવ-જા અને ભરતી-ઓટને અનુસરતા હોય છે. ભીતરની અવઢવ વ્યક્ત કરી પ્રિયજનને તકલીફ ના પહોંચાડે એ સાચો પ્રેમ અને એ શબ્દાતીત અવઢવને સામે ચાલીને સમજી-વાંચી લે એ વળી સાચા પ્રેમની જ ઉત્કટતા…

મને તો કવિતામાં વચ્ચે વચ્ચે આવતી ખાલી જગ્યા પણ સતત બોલતી હોય એમ લાગી…

67 Comments »

 1. Rina said,

  July 14, 2012 @ 1:26 am

  beautiful….

 2. મીના છેડા said,

  July 14, 2012 @ 1:34 am

  હ્રદયસ્પર્શી !

 3. સંજુ વાળા said,

  July 14, 2012 @ 1:37 am

  સુંદર !! વિવેકભાઈની વાત સાથે સંમત . કવિતા બે શબ્દો વચ્ચેની જગામાં ય વાંચવી પડે . અભિનંદન.

 4. vijay shah said,

  July 14, 2012 @ 3:26 am

  પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
  કશું પૂછતો જ નથી
  બસ, મારો હાથ પકડી લે છે,
  અને કહે છે –
  મારી આંખો માં જો..!

  બહુ સરસ્.

 5. સુનીલ શાહ said,

  July 14, 2012 @ 6:21 am

  સાચે જ સુંદર…હૃદયસ્પર્શી રચના. જયશ્રીબેન…આગળ વધો.

 6. urvashi parekh said,

  July 14, 2012 @ 6:28 am

  ખુબજ સરસ રચના,
  સિધા સાદા સરળ શબ્દો મા ઘણુ કહિ શકાય છે.
  ઋદયસ્પર્શી..

 7. DR.MANOJ L. JOSHI 'Mann' (jamnagar) said,

  July 14, 2012 @ 7:37 am

  સરળતા છતાં વેધકતા……એ જ કવિતા…અભિનંદન જયશ્રીબેન….

 8. ઊર્મિ said,

  July 14, 2012 @ 8:16 am

  અરે વાહ… ક્યા બાતા હૈ, બેના ! મસ્ત મસ્ત મસ્ત અછાંદસ…

  it was a great morning pleasant surprise for me… 🙂

 9. Pancham Shukla said,

  July 14, 2012 @ 8:55 am

  સરસ જયશ્રી. સંગનો રંગ ચડી ગયો. હવે કવિતાના કુછંદનો છંદ વળગેલો રહે એવી શુભકામનાઓ.

 10. pragnaju said,

  July 14, 2012 @ 9:39 am

  સ રસ અછાંદસ સમજતા વિવેકના આસ્વાદ ‘ભીતરની અવઢવ વ્યક્ત કરી પ્રિયજનને તકલીફ…’મા મન વિચારે ચઢ્યું.
  પ્રેમી ચોક્કસ કોઈ પ્રેમાસ્પદનો સાથ ઇચ્છે છે. પ્રેમનું આ સ્વરૂપ પણ કઇંક આવુ જ છે. ક્યારેક પ્રેમમાં એ સમય પણ રોમાંચક બની જાય, જ્યારે એક તરફી પ્રેમ પ્રણય ત્રિકોણમાં પરિણમે.તમે જેને પ્રેમ કરતા હોવ, એ તમને નાપસંદ કરે અને જે તમને પ્રેમ કરતુ હોય તેને તમે નાપસંદ કરો.
  જે મારે નથી કહેવું
  એ તું સાંભળી જ લઈશ
  એટલે જ હું કશું બોલતી નથી..
  અનકંડીશનલ પ્રેમ તો આજે ભાગ્યે જ ક્યાંક જોવા મળે
  અને તેથી
  ઉસ્તાદ થઈ કહે છે –
  મારી આંખો માં જો..!

 11. Darshana Bhatt said,

  July 14, 2012 @ 12:41 pm

  કેવિ સરસ અભિવ્યક્તિ !! પ્રગ્નાજુ સાથે સમ્મ્ત.

 12. Dhruti Modi said,

  July 14, 2012 @ 3:53 pm

  નાનકડું, રુપકડું કાવ્ય. ‘મારી આંખોમાં જો’ કાવ્યનું સીમાચિન્હ છે.

 13. P Shah said,

  July 15, 2012 @ 7:21 am

  સુંદર અછાંદસ !

 14. sShah said,

  July 16, 2012 @ 1:44 am

  અરે વાહ… સુંદર અછાંદસ!

 15. chandrika said,

  July 17, 2012 @ 2:20 am

  very nice.keep it up,we would love to read more from u

 16. Tanvi Patel said,

  July 17, 2012 @ 2:39 am

  ખુબ જ સરલ શબ્દો મા એક સ્ત્રિના હ્દયનિ વાત કહિ દિધિ આપનિ કવિતા ખુબ જ સુન્દર અને મજાનિ લાગિ

 17. Vivek Kane 'Sahaj' said,

  July 17, 2012 @ 4:25 am

  વાહ ઉસ્તાદ !

 18. rakesh said,

  July 17, 2012 @ 7:58 am

  very nice heartily

 19. Kamlesh said,

  July 17, 2012 @ 8:29 am

  વાહ.. રે .વાહ…
  સરસ…… ઋદયસ્પર્શી..

 20. કં.સ. said,

  July 17, 2012 @ 9:17 am

  Mari ankhon ma jo….
  Emnaj swar man sambhalva male to tahuka par…

 21. nandini parekh said,

  July 17, 2012 @ 10:35 am

  nice words very good one and meaning ful

 22. Ullas Oza said,

  July 17, 2012 @ 3:45 pm

  જયશ્રીબેન, બીજાની રચનાઓ તો ઘણી આપી. આજે ‘ટહુકા’ માં કવિતાની ‘ઉર્મિ’ જાગી !
  તમારી મૌલિક અછાંદસ રચના આપી ને બતાવી દીધુ તમે કેવા ‘ઉસ્તાદ’ છો.
  ‘આંખો’ અને ‘હાથ’ પ્રેમમા કેટલી અગત્ય ધરાવે છે તે સહજ રીતે બતાવી દીધુ.
  સુંદર. આગળ વધતા રહો.
  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 23. અમિત ત્રિવેદી said,

  July 17, 2012 @ 11:58 pm

  વિવેકભાઈએ આંગળી ચિંધ્યાનું પુણ્ય કર્યું છે. જયશ્રીની સરસ કવિતા વાંચવા મળી.
  જયશ્રીને અભિનંદન.
  – અમિત ત્રિવેદી

 24. joshi shakuntala vasudev. said,

  July 18, 2012 @ 12:13 am

  સરસ વાહ ખુબ જ સુન્દર કવિતા જયશ્રઇબેન અભિનન્દન શકુન્તલા ના

 25. joshi shakuntala vasudev. said,

  July 18, 2012 @ 12:17 am

  સરસ સુન્દેર કવિતા

 26. mahesh dalal said,

  July 18, 2012 @ 12:22 am

  વાહ ક્યા કહેના થોદા મા ખુબ કહિ . સરસ્

 27. upendraroy nanavati said,

  July 18, 2012 @ 1:25 am

  Stree expresses her love in many ways,this is one of them !!!! ??She never exhibits !!!

  Regards

  Upendraroy Nanavati

 28. alpesh bhakta said,

  July 18, 2012 @ 1:52 am

  આભાર વિવેકભાઈ….. જયશ્રીને અભિનંદન.

 29. Hoot said,

  July 18, 2012 @ 2:04 am

  યુ આર ઓકે, આઈ એમ ઓકે. વાહ વાહ.

 30. Laxmiklant Thakkar said,

  July 18, 2012 @ 2:07 am

  આનંદ…પરમ આનંદ
  પ્રેમની કવિતા….જે આજની ” નીડ-જરૂરત છે!!!
  આભાર સહુનો જે આવી વસ્તુ નો પ્રસાદ વહેંચવાનો સંનિષ્ઠ પુરુષાર્થ કર્યાજ કરે છે આભાર !
  ‘લા’કાન્ત / ૧૮ -૭-૧૨

 31. દિગંબરભાઇ સ્વાદિયા said,

  July 18, 2012 @ 2:11 am

  નયનની હ્રદયસ્પર્શી ભાષા કશું બોલ્યા વિના ય ઘણું ઘણું કહી જતી હોય છે એ તો જેને
  સમજાય એ જ જાણે. જયશ્રીબેનની વેદના આ પંક્તિઓમાં વ્યક્ત થઇ છે. કવિતા ભાવવાહી
  છે. વિવેકભાઇ, આવાં છૂપાં રત્નો શોધતા રહો અને લયસ્તરના ભાવકોને લાભ આપતા રહો.
  અભિનંદન…

 32. BHUPENDRA said,

  July 18, 2012 @ 2:14 am

  વહા ખુબ જ સરસ!!!!!!!

 33. kamlesh Dave said,

  July 18, 2012 @ 2:59 am

  very simple but heart touching poem. wonderful keep it up.

 34. DR KHATRI PRAVIN said,

  July 18, 2012 @ 3:02 am

  મને ખુબ આનન્દ થયો. આ રચના ઉત્તમ ચ્હે

 35. Jayant jholapara said,

  July 18, 2012 @ 3:44 am

  Very simple touching poem – it tells every thing without telling anything

 36. MEGHBINDU said,

  July 18, 2012 @ 4:45 am

  SUNDAR KAVITA, JAYSHRIBEN ABHINANDAN, BAS LAKHATA RAHO.MEGHBINDU

 37. chhaya said,

  July 18, 2012 @ 5:52 am

  CHHUPA RUSTAM !
  ONE MORE FEATHER IN YOUR CAP

 38. Ketan Shukla said,

  July 18, 2012 @ 6:13 am

  Gujarati kachu etle Jayshree no arth kavita pan thay te khabar nahati, mane to jayshree no arth tahuko j khabar hati. navo samanathri shabda apava badal

 39. Udayan Maroo said,

  July 18, 2012 @ 6:43 am

  બહુજ સહજતા થેી તમે સચોત અભિવ્યક્તિ કરેી…નવુ જ પાસુ. અભિનન્દન્.
  ઉદયન્

 40. Harshad Bhatt said,

  July 18, 2012 @ 7:01 am

  ક્ક્યય્મ રસત્મકમ ઈતેી કાવ્યમ .ુબજ સરસ અભિવ્યક્તિ.
  હ્હ્ર્દર્શદ હત્ત્

 41. Satish Dholakia said,

  July 18, 2012 @ 7:14 am

  સુન્દર અને સશક્ત રચના…!

 42. rakesh said,

  July 18, 2012 @ 7:16 am

  સુપર્બ કવિતા

 43. Mahesh Amin said,

  July 18, 2012 @ 7:19 am

  ખુબ જ સુન્દર કવિતા. જયશ્રઇબેન, અભિનન્દન
  મહેશ અમીન્

 44. ખજિત પુરોહિત said,

  July 18, 2012 @ 8:49 am

  વાહ, ખરેખર મર્મસ્પર્શી અને વેધક અછંદાસ.

 45. દોલત વાળા said,

  July 18, 2012 @ 8:55 am

  સરસ આભાર

 46. Harish Mehta said,

  July 18, 2012 @ 11:07 am

  ઋદયસ્પર્શી સરસ કવિતા, આભાર !

 47. HEEMA JOSHI said,

  July 18, 2012 @ 12:21 pm

  WAH WAH …… KHUB SUNDER…

 48. HEEMA JOSHI said,

  July 18, 2012 @ 12:22 pm

  WAH WAH……. KHUB SUNDER…….

 49. Hirabhai, Ahmedabad said,

  July 18, 2012 @ 1:18 pm

  વાહ ખુબ સરસ , અભિનન્દન.મને ખુબ આનન્દ થયો.

 50. M.D.Gandhi, U.S.A. said,

  July 18, 2012 @ 1:41 pm

  આટલી નાનકડી કવિતા, પણ વગર કહ્યે, વધારે વિસ્તરણ કર્યા વગર ઘણું બધું કહી જાય છે. ખરેખર નાનકડી ઋજુ, હૃદયસભર સુંદર કવિતા છે.

 51. Rekha shukla(Chicago) said,

  July 18, 2012 @ 3:12 pm

  ખુબ સુંદર ટુંકી ને ટચુકડી પણ ભાવ વાળી જયશ્રીબેન જેવી કવિતા..ખુબ ગમી..બે લીટી ની વચ્ચે પણ મળી ગઈ..ભળી ગઈ…લાગણીઓ…!! ધન્યવાદ શબ્દ ધણો નાનો છે…પણ “ટહુકો” તો તેનાથી પણ વધુ …દરરોજ નું બંધાણ છે…!

 52. mayur said,

  July 18, 2012 @ 8:31 pm

  જે મારે નથી કહેવું
  એ તું સાંભળી જ લઈશ
  એટલે જ હું કશું બોલતી નથી!!!!!!!! ખુબ સુંદર ટુંકી ને ટચુકડી પણ ભાવ વાળી.

 53. beena kanani said,

  July 18, 2012 @ 10:47 pm

  જ્યારે કવિતા હૃદયમાં થી શબ્દો બોલે છે
  ત્યારે એ કવિતા માત્ર કવિની જ (જયશ્રી બેનેની જ) રહેતી નથી
  પણ હૃદય ધરાવનાર સહુ સુઃઋદ ની પણ બની જાય છે.
  વાંચનાર મનોમન કહે
  મારે આજ કહેવું હતું
  અભિનંદન જયશ્રીબેન્
  બીના

 54. Siddharth Desai said,

  July 18, 2012 @ 11:39 pm

  Jayshreeben surprised to read your excellent eternal feelings keep it up eager to read more from you condratulation

 55. chintan said,

  July 19, 2012 @ 6:08 am

  આભાર વિવેકભાઈ…આભિનંદન જયશ્રીબેન.
  મોસમનો પહીલો ” વરસાદ “..!!!!!!

 56. manubhai1981 said,

  July 19, 2012 @ 10:58 am

  WઆA ાAૅEણ્ાA..
  ાA H VIૅEKJઈI !
  વ્aાaહ્a બ્aહ્ેeન્a…વ્aહ્ વ્િiવ્ેeક્kજ્િi !

 57. કુછંદ કે છંદ ? (ચતુર્શબ્દ મુક્તક) « Girishparikh's Blog said,

  July 19, 2012 @ 12:57 pm

  […] (અછાંદસ નહીં કહું!)  નો પ્રતિભાવ. લીંકઃhttp://layastaro.com/?p=8600). પંચમ શુક્લના પ્રતિભાવ પરથી આ મુક્તક […]

 58. Jayshree said,

  July 19, 2012 @ 4:54 pm

  સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

 59. Indravadan g vyas said,

  July 19, 2012 @ 5:39 pm

  ઋજુ -ઋજુ લાગણી સભર આ રચના હ્રદય સોસરી નિકળી ગઈ!આ કવિતા વાંચી મને મારી ચાર પંક્તિ યાદ આવી ગઈ!

  સંવાદ થંભે, સંવેદના સ્પર્શે
  વણબોલ્યા વેણ
  પહોંચે નયનોના ખુણે,
  ને ટપકે બે આંસું ,
  શોકના કે સુખના!
  જયશ્રેીબેનને સલામ!

 60. અતુલ શુક્લ said,

  July 20, 2012 @ 8:22 am

  ખુબ થોડા શબ્દોમાં ઘણું કહી જાય એવી સુંદર રચના છે.

 61. Prashant Patel said,

  July 23, 2012 @ 9:49 pm

  Simple, soft and સ્પર્શીલ! જયશ્રીબેન ના બીજા કવન નો લાભ મલે તો લયસ્તરોની શોભામાં જરુર સુવર્ણ મલે.

 62. rajnikant shah said,

  July 24, 2012 @ 12:31 pm

  અરે વાહ… ક્યા બાતા હૈ, બેના ! મસ્ત મસ્ત મસ્ત અછાંદસ…

 63. Tejas Mehta said,

  August 24, 2012 @ 4:48 pm

  ખુબ સુંદર – Keep it up!

 64. હેપ્પી બર્થ ડે, જયશ્રી…. | ટહુકો.કોમ said,

  September 5, 2012 @ 1:20 am

  […] શુભકામનાઓ… જયશ્રીનું પ્રથમ કાવ્ય લયસ્તરો.કોમ પર મૂક્યું હતું ત્યારે ટહુકો.કોમ પર […]

 65. sumanpujara said,

  September 5, 2012 @ 8:13 pm

  બહુ જ સરસ કવિતા

 66. gita kansara said,

  November 30, 2012 @ 6:57 pm

  ક્યા બાત હે….
  અતિ મધુર સુર કાવ્ય્.
  જય્શેીબેન આપનો આભાર્ અભિનન્દન્ . શુક્રેીયા.
  તહુકા પરિવાર્નેી શુભ્ કામનાકે સાથ્………..

 67. manoj said,

  July 18, 2013 @ 10:10 pm

  વિવેકભાઇનો ખુબ આભાર
  અને જયશ્રેી બેનને અભિનઁદન
  કોઇ લય જાગે તો ધ્રુજારેી અનુભવાય
  ઉસ્તાદ તો જાણેી જ જાય
  ઉસ્તાદ બનાવે તે લય
  … આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment