સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
કલાપી

રંગીન પરપોટા થયા – ગની દહીંવાળા

અટકી અટકી શ્વાસના કટકા થયા,
હેડકીના ઓરતા પૂરા  થયા.

ભ્રમ કશા રવનો થયો સૂનકારને,
સ્થિત સમયના કાન પણ સરવા થયા.

ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,
ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં.

ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,
પોપચાં એકાંતના ઊંચા થયાં.

રોમે રોમે થઈ અચાનકતા ઊભી,
નાડીના ધબકારા પણ અથરા થયા.

ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,
એના આ રંગીન પરપોટા થયા.

આછું આછું ઓગળ્યા તો યે ‘ગની’,
ના ચણોઠીભાર પણ ઓછા થયા.

– ગની દહીંવાળા

મીણના ટાંકણાના માલીક ગનીચાચા જ મરણ વિશે આટલી કોમળ ગઝલ કંડારી શકે.

(ઓસાણ=સ્મરણ, અથરા=અધીરા)

10 Comments »

  1. Rina said,

    June 26, 2012 @ 8:29 PM

    ભ્રમ કશા રવનો થયો સૂનકારને,
    સ્થિત સમયના કાન પણ સરવા થયા

    ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,
    પોપચાં એકાંતના ઊંચા થયાં.
    Beautiful …

  2. pragnaju said,

    June 26, 2012 @ 9:06 PM

    રોમે રોમે થઈ અચાનકતા ઊભી,
    નાડીના ધબકારા પણ અથરા થયા.

    ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,
    એના આ રંગીન પરપોટા થયા.
    સુંદર અનુભૂતિ કરવા હું રોજ હાથપગને શબની જેમ ઢીલા કરી પ્રાણવાયુ ધીમે ધીમે ધીમો કરી ચિંતન કરું કે આનું નામ મરણ. હું શરીરના મરણને જોઈ શકું છું. શરીર શાંત થઈ ગયું છે તો પણ હું અનુભવી શકું છું..શરીર-વેદનાત્મક, પાપ-સ્મરણાત્મક, સુહૃન્મોહાત્મક અને ભાવચિંતનાત્મકના ઉપાય નિત્યસંયમ, ધર્માચરણ, નિષ્કામતા અને ઈશ્વરમાં શ્રદ્ધામાં કોઇ ઉણપ હોય તો દૂર કરી ઉપાય ચાલુ રાખવાના છે.
    ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,
    ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં.
    અને મરણનો ભય ઓછો થશે…

  3. P Shah said,

    June 27, 2012 @ 1:11 AM

    પોપચાં એકાંતના ઊંચા થયાં…

    સુંદર !

  4. Vineshchandra Chhotai said,

    June 27, 2012 @ 6:18 AM

    સલામ ……..ગનિભૈ ને ……………બહુ જ દાદ મન્ગિ લે તેવિ વાતો

  5. વિવેક said,

    June 27, 2012 @ 7:53 AM

    પરંપરાના કવિ પાસેથી મળેલી બિનપરંપરાગત ગઝલ… ભાઈ વાહ !

  6. Bhavesh said,

    June 27, 2012 @ 9:47 AM

    Everything has come to life after death.. 🙂

  7. Maheshchandra Naik said,

    June 27, 2012 @ 2:55 PM

    સરસ રચના,
    ગનીભાઈ સાહેબને સલામ અને આદરાંજલિ………….

  8. Hasit Hemani said,

    June 27, 2012 @ 9:59 PM

    સ્વ મ્રુત્યુનો કાવ્યમય એહસાસ કરાવ્યો. એકાદ પંક્તી મને પણ સ્ફુરી

    અહા આહલાદક નિરવતા ઘેરી વળી
    પ્રકાશ પસરાવી અંધકાર ઓગાળી

  9. mita said,

    June 28, 2012 @ 12:55 AM

    ખૂબ જ સ્રરસ

  10. Hasit Hemani said,

    June 28, 2012 @ 10:36 PM

    આગળ ઉપર લખેલી comments માં એક થોડો સુધારો

    અહા આહલાદ્ક નિરવતા ઘેરી વળી
    અંતરીક્ષમાં સરતો હવે હું મનસ્વી ઊડાને

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment