હવાને પેક કરી આપું, તરસ મૃગજળથી છીપાવું,
તને સમજાવવાનો યત્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

વચમાં જ્યાં થાય – મનોજ ખંડેરિયા

વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….

ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….

સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….

– મનોજ ખંડેરિયા

એક એક પંક્તિ ખૂબ માવજતથી સર્જાઈ છે…. સંવેદનનું અત્યંત નાજુક આલેખન……

9 Comments »

  1. Rina said,

    June 18, 2012 @ 1:16 AM

    Beautiful…..

  2. pragnaju said,

    June 18, 2012 @ 9:01 AM

    મધુરા ગીતની આ પંક્તીઓ

    સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
    સાંભળીને ક્યાંક તારું નામ
    તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
    ખાલી આ છીપ જેવું ગામ

    અતિ સંવેદનશીલ

  3. kishoremodi said,

    June 18, 2012 @ 10:55 AM

    સરસ રચના

  4. Milind Gadhavi said,

    June 18, 2012 @ 11:02 AM

    Manoj ni bhaagyej aevi koi rachana hashe je vaancho ane na sparshe..
    Bahuj sabhan aeva aa kavi sukshm to chej pan aetloj namno ane najakat thi bharyo bharyo che..
    Ramesh jetlo WIDE AND SPREAD che aetloj Manoj DELICATE AND DEEP..

  5. Dhaval said,

    June 18, 2012 @ 2:30 PM

    કોમળ કોમળ ! સરસ !

  6. Maheshchandra Naik said,

    June 18, 2012 @ 2:52 PM

    સરસ રચના, શ્રી મનોજભાઈને સ્મૃતીવન્દના……………….

  7. વિવેક said,

    June 19, 2012 @ 8:51 AM

    ખૂબ જ સુંદર અનવરત લય સાથે તન-મનને વહાવી જતું ગીત…

  8. P Shah said,

    June 19, 2012 @ 1:40 PM

    તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
    ખાલી આ છીપ જેવું ગામ…
    મધુરુ ગીત !

  9. Vineshchandra Chhotai said,

    June 20, 2012 @ 6:16 AM

    આ તો વતો જ બહુજ સરસ ……………………………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment