એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.

બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.
બિનિતા પુરોહિત

આપના હાથમાંથી – ભરત ભટ્ટ ‘તરલ’

આપના હાથમાંથી વછૂટી ગયો છું,
હું અરીસો નથી તોય ફૂટી ગયો છું.

મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી,
ને હું મારી જ અંદરથી ખૂટી ગયો છું.

હું અડાબીડ છું, વાંસવનમાં ઉઝરડો,
ક્યાંક બટકી ગયો, ક્યાંક તૂટી ગયો છું.

મેં મને આંતર્યો છે સખત ભીડ વચ્ચે,
ફક્ત મારાપણું સાવ લૂંટી ગયો છું.

જીવ ચાલ્યો ગયો છે મને પ્રશ્ન મૂકી,
કઈ જનમટીપમાંથી હું છૂટી ગયો છું.

– ભરત ભટ્ટ ‘તરલ’

6 Comments »

 1. Rina said,

  May 19, 2012 @ 7:47 am

  મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી,
  ને હું મારી જ અંદરથી ખૂટી ગયો છું.

  મેં મને આંતર્યો છે સખત ભીડ વચ્ચે,
  ફક્ત મારાપણું સાવ લૂંટી ગયો છું.

  awesome……

 2. pragnaju said,

  May 19, 2012 @ 9:47 pm

  સુંદર ગઝલ

 3. Pravin Shah said,

  May 20, 2012 @ 2:36 am

  મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી…

  સરસ વાત કહી.

 4. jyoti hirani said,

  May 20, 2012 @ 7:22 am

  ખુબ સરસ ગઝલ પ્રત્યેક શેર લાજ્વાબ

 5. Sudhir Patel said,

  May 20, 2012 @ 11:31 am

  કવિ-મિત્ર ભરત ભટ્ટ ‘તરલ’ની સુંદર ગઝલ માણવી ગમી!
  સુધીર પટેલ.

 6. ડૉ.મહેશ રાવલ said,

  May 20, 2012 @ 11:52 am

  વાહ….!
  ખુદને ઉલેચવાની વાત બહુજ ગમી ભટ્ટજી…
  આખી ગઝલ સરસ થઇ છે – અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment