આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
મુકુલ ચોક્સી

સગપણ – માધવ રામાનુજ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું…

સોણલાંની વાડી ઝાકમઝોળ,
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે,
મઘમઘ સુવાસે તરબોળ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ક્યાં રે કિનારો ને ક્યાં નાંગર્યા
નજરુંના પડછાયા આમ!
ઊગી ઊગીને અચરજ આથમે
પછી એમ પથરાતું નામ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ઝાકળ સરીખું ઝલમલ બારણું,
પગલે પાંપણનું ફૂલ,
એક રે હોંકારે ઉઘડે આગળા,
ઓળઘોળ આયખાનું મૂલ…

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

– માધવ રામાનુજ

સુંવાળી યાદમાં લપેટીને રાખેલા એનાથી ય સુંવાળા સંબંધનું ગીત.

7 Comments »

 1. pragnaju said,

  April 12, 2012 @ 5:39 am

  સું દર ગીત

 2. Vineshchandra Chhotai said,

  April 12, 2012 @ 6:46 am

  બહુ જ સરસ સબ્દો ………………પુર્નિ યાદો નિ દુનિયા………….આભાર ….

 3. rajul b said,

  April 12, 2012 @ 9:21 am

  ક્ષણ માં જીવે એ માનવી,અને ક્ષણ ને જીવાડે એ કવિ..

  સોણલાંની વાડી ઝાકમઝોળ,
  કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે,
  મઘમઘ સુવાસે તરબોળ…
  એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

  સ્મ્રુતિ માં મઘમઘતી ક્ષણો અને સગપણ.. સુંદર ગીત..

 4. Darshana Bhatt said,

  April 13, 2012 @ 10:43 am

  સુવાલિ યાદો…સુવાલા સમ્બન્ધો…
  સરસ ગિત….

 5. Manubhai Raval said,

  April 13, 2012 @ 2:13 pm

  ઝાકળ સરીખું ઝલમલ બારણું,
  પગલે પાંપણનું ફૂલ,
  એક રે હોંકારે ઉઘડે આગળા,
  ઓળઘોળ આયખાનું મૂલ…

  એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!
  કોઇ એવા બીલકુલ અજાણ્યા ઓ સાથે ઘનિશ્ઠ સ્નમ્બ્ન્ધો સગપણ મા પરિવરતન થયા પછી મનદુઃખ થયુ હોય તો પણ જ્યારે તે મિઠા સમ્બન્ધોની યાદ આવે ત્યારે અન્તરમા આપોઆપ હોકારા થાય આખુ
  આયખુ ઓળઘોળ કરવાનુ મનથાય વાહરે નસીબ !

  ખુબ સરસ મનની વાત

 6. Lata Hirani said,

  April 15, 2012 @ 7:08 am

  યાદ સુવાળી, સમ્બન્ધ સુવાળો ને એથી યે સુવાળુ આ ગીત…

 7. Lata Hirani said,

  April 15, 2012 @ 7:11 am

  યાદ સુ…. ઓહ આ સુ પર મીન્ડુ કેમ થાય ભઇ ? કોઇ બતાવશો ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment