મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
મરીઝ

ઓળખ – ભગવતીકુમાર શર્મા

જીવી જવાય છે હવે માત્ર સરનામામાં :
મળી શકીશ હું તમને
ફાઇવ સેવન ટુ ડબલ નૉટ સિક્સ
ઉપર,
અથવા શોધી કાઢજો મને
ટેલિફોન ડિરેક્ટરીમાંથી.
અજાણ્યા પૉસ્ટમેન અને ટેલિફોન-ઑપરેટર
મારા આત્મીય જનો;
હાજર હોઈશ
હું મારા ફ્લેટના બારણા પરની
નેઈમ-પ્લેટમાં,
મારા હોવા-ન હોવાનો સંકેત આપશે
‘ઇન’ અને ‘આઉટ’ના શબ્દો.
કોતરાઈ ચૂક્યો છું હું
લેટરહેડ અને રબર સ્ટેમ્પોમાં,
છતાંયે હું તમને યાદ ન રહું તો-
આ રહ્યું મારું વિઝિટંગ કાર્ડ;
તાજું જ છપાવ્યું છે !

-ભગવતીકુમાર શર્મા

આજે અત્યાધુનિક ઉપકરણોના પ્રતાપે જ્યારે દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે ત્યારે સંબંધો પણ કેવા સંકોચાઈ ગયા છે એ વિશેનો તીવ્ર કટાક્ષ. આજનો માણસ રૂબરૂમાં ક્યાંય મળતો નથી. એ મળે છે સરનામામાં, ટેલિફોન નંબર, ડિરેક્ટરી, નેઈમ પ્લેટ, લેટરહેડ અને રબર સ્ટેમ્પોમાં…

કવિ એક તરફ પોતાનો ટેલિફોન નંબર આપે છે અને પછી તરત જ પોતાને ડિરેક્ટરીમાંથી શોધી કાઢવા કહે છે. કેમ? કેમ કે કવિને આજના સંબંધની ઉષ્માના ઊંડાણની જાણ છે… કવિને ખાતરી છે કે ટેલિફોન નંબર પણ યાદ રાખી શકે એવો સંબંધ હવે ક્યાંય રહ્યો નથી…

8 Comments »

  1. Rina said,

    March 9, 2012 @ 12:52 AM

    awesome……

  2. મીના છેડા said,

    March 9, 2012 @ 1:22 AM

    સંબધોના સંકોચનને સહજ વાત માફક ઉજાગર કરતું અછાંદસ !

  3. pragnaju said,

    March 9, 2012 @ 3:36 AM

    નર્મદ નવલરામથી માંડીને આજ પર્યંત સુરતે સંસ્કારનગરી તરીકેની ઓળખ જાળવી રાખી છે. તાજેતરના ભૂતકાળની વાત કરીએ તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જયત પાઠક અને આજે ભગવતીકુમાર શર્મા જેવા મોખરાના સર્જકો સુરતે આપ્યા છે.
    તેમણે પોતાની ઓળખ આ રીતે આપી હતી.
    જીવનના અંતિમ ચરણમાં હું પ્રવેશી ચૂક્યો છું. એ ચરણ દીર્ધ કે અલ્પ નીવડી શકે. મુંબઈના એક પ્રસિદ્ધ હસ્તરેખાશાસ્ત્રીએ બાણું વર્ષનું મારું આયુષ્ય ભાખેલું છે !!! હમણાં જ, ગયે ગુડી પડવે વહેલી સવારે મારા પ્રિય ગાયક સ્વર્ગીય મુકેશે સ્વપ્નમાં દેખા દઈ ચેતવણી આપી દીધી છે : ‘પહેલે આપ અપની તબિયત કા ખયાલ રખિયે.’ આંખો ઘણે અંશે દગો દઈ ચૂકી છે, પરંતુ શૈશવથી શરૂ થયેલું દષ્ટિ-દૌર્બલ્ય સામેનું મારું યુદ્ધ હજી અટક્યું નથી. ‘વન મેન આર્મી’ નહિ, પણ ‘વન પેન આર્મી’ એ મારી ઓળખ છે ! કેટલું નહિ, કેવું જીવી શકાયું એ મારી ખોજનો વિષય છે. ટોચના સાહિત્યકાર કે શીર્ષસ્થ પત્રકાર તરીકે નામના પામી છવાઈ જવાની નહિ, પણ ‘રીઝનેબલી ગુડ હ્યુમનબીઈંગ’ બનવાની ખેવના એ મારું વિનમ્ર ધ્યેય છે. શબ્દ તે માટેનું મારું પ્રથમ અને પરમ સાધન છે
    સાંપ્રત સમયની દરેકની ઓળખનું સરસ વર્ણન
    હું મારા ફ્લેટના બારણા પરની
    નેઈમ-પ્લેટમાં,
    મારા હોવા-ન હોવાનો સંકેત આપશે
    ‘ઇન’ અને ‘આઉટ’ના શબ્દો.
    કોતરાઈ ચૂક્યો છું હું
    યાદ આવે સંજુવાળા
    વલ્કલ અથવા ચર્મ પહેરી રણ-અરણ્યો ખેડું કિન્તુ
    મળ્યું ચામડી નામે તે આ વસ્તરને તો ઓળખવા દે !

  4. પ્રતિક મોર said,

    March 9, 2012 @ 8:39 AM

    વાહ સરસ.
    આ ટેલિફોન નંબર ના કારણે માણસ દુર થતો જાય છે.

  5. praheladprajapatidbhai said,

    March 9, 2012 @ 8:46 AM

    ઓળખ હવે કોઈ ઓખોની કે નામની કે કામની રહી નથી
    ઓળખનું સ્થાન હવે સત્તા અને સંપત્તિ નાં ચોપડે જમા થઇ ગયું

  6. P. Shah said,

    March 9, 2012 @ 9:42 AM

    સરસ !

  7. Darshana Bhatt said,

    March 9, 2012 @ 11:18 AM

    New definition of ” olakh “

  8. ધવલ said,

    March 9, 2012 @ 2:07 PM

    સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment