તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.
મનહરલાલ ચોક્સી

એકલતા – જગદીશ જોષી

એકલતા હોય છે બરફ જેવી

નહીં બોલાયેલા હરફ જેવી
તમે જેવું રાખો છો વર્તન
                                       – મારા તરફ
                                             – એના જેવી
એકલતા –
મને પૂછશો નહીં એકલતાનો અર્થ :
અર્થ તો શબ્દને હોય છે….
….મારે માટે તમે શબ્દ નથી
મારે માટે તમે છો
                તમે નહીં બોલાયેલો હરફ
એકલતા હંમેશા હોય છે-
                                     …..બરફ.
મારી પળેપળનાં દહન, વમળનાં વન… એકલતા !
.
 – જગદીશ જોષી
.
 .
અહીં aloneness ની વાત નથી, lonliness ની વાત છે.

9 Comments »

 1. vineshchandra chhotai said,

  March 5, 2012 @ 7:20 am

  વ્ખન્વાલયક ……..

 2. jigar joshi 'prem said,

  March 5, 2012 @ 8:57 am

  સારી રચના

 3. Darshana Bhatt. said,

  March 5, 2012 @ 9:49 am

  Vivekbhai,you are right.aloneness is bareble.one can be lonely amog many people.
  I like simily…baraf jevi ekalata.

 4. rajul b said,

  March 5, 2012 @ 11:32 am

  એકાંત જેવો કોઈ મિત્ર નથી અને એકલતા જેવો કોઈ શત્રુ નથી…

  થીજેલું વર્તન અને થીજેલી એકલતા ..

  સુંદર રચના..

 5. Monal said,

  March 5, 2012 @ 12:48 pm

  સુન્દર રચના તિર્થેશ ! આભાર !

 6. વિવેક said,

  March 6, 2012 @ 1:57 am

  અદભુત રચના…

  @ દર્શના ભટ્ટ: આ રચના તીર્થેશે પોસ્ટ કરી છે, મેં નહીં…

 7. pragnaju said,

  March 7, 2012 @ 1:38 am

  સ રસ અછાંદસ
  યાદ
  દેખી ઝમાને કી યારી… બિછડે સભી બારી બારી…
  શાયર કૈફી આઝમીની એકલતા
  સંબંધો તૂટી જાય અને એકલતા ઘેરી વળે ત્યારે સમજાય છે કે
  સંબંધો ટકાવવા માટે આપણે કોઇ પ્રયત્ન કર્યો જ નહોતો…!
  જડ થયેલાં મન કે હૃદયને એકલતાના હથોડા તોડી નાખે છે.
  એકલતા હંમેશા હોય છે-
  …..બરફ.
  મારી પળેપળનાં દહન, વમળનાં વન…
  એકલતા !નો આ સુંદર ઊપાય….
  ‘વિપશ્યના’ની અધ્યાત્મિક અપલિફટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે. એક ઓરડામાં કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે એમને ‘એકલતા’માંથી ‘એકાંત’ તરફ જવાની લાગણી સમજાય છે. આસપાસના લોકોથી જાતે જ અલગ થવાની શરૂઆત થાય ત્યારે એક સોલિટ્યુડનો અનુભવ થાય છે.
  આ સોલિટ્યુડ માણસને પોતાની નજીક લઇ આવે છે. ઘોંઘાટમાંથી નીકળીને વિચાર કરતાં શીખવે છે. માણસ વાત કરવાને બદલે વિચાર કરતો થાય છે ત્યારે એની એકલતા એકાંતમાં બદલાઇ જાય છે. પસંદ કરેલું એકાંત અને પરાણે ઠોકી બેસાડાયેલી એકલતામા ફેર છે. ઠોકી બેસાડાયેલી એકલતા આત્મહત્યાનો ધીમો ડોઝ છે,

  જ્યારે જાતે પસંદ કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી!

 8. nehal said,

  March 11, 2012 @ 12:14 pm

  એકલતા હોય છે સમી સાંજે ઉઠતી ટિટૉડી ની ચીસ જેવી….

 9. Kalpana said,

  March 22, 2012 @ 9:44 am

  હરફ અને બરફ? ન કલ્પેલો કદી આ પ્રાસ! સરસ. બરફ વહે તો જ એની ઠંડી માણી શકાય. હરફ ઉચ્ચારાય તોજ એ શબ્દ જાણી, એની અનૂભુતિ માણી શકાય.
  પળેપળની દહન વમળના વન જેવી એકલતા, બરફ અને હરફ બન્નેને વિવશ બનાવે. એજ આવી કવિતા પણ બનાવે.
  આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment