વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

વતની – મકરંદ દવે

નથી કોઈ મુલ્કોનો વતની રહ્યો હું
ભટકતો રહ્યો છું આ દુનિયામાં રાહી,
બન્યો બાદશાહોને મન બદગુમાની,
તુરંગોમાં નાખ્યો તો લાગ્યો તબાહી.

મને ક્યાંક રખડુની ટોળી મળી તો
થયું, ભાઈબંધી જિગરજાન ભેટી,
ખભે હાથ મૂકી અમે સાથ ચાલ્યા,
કદમ લડ્ખડ્યા તો ગયું કોઈ સાહી.

અહીં પંડિતાઈનું મડદું છે નક્કી,
નહીં તો દલીલોની બદબૂ ન આવે,
જરા લાવ પ્યાલી ભરી જિન્દગીની,
જરા ખોલ ધીમેથી ઢળતી સુરાહી.

તમે કેટલાં નામ ગોખી શકો છો ?
લો, ગોલોક, વૈકુંઠ, કૈલાસ, કેવલ,
અમે તો ગમે તેમ ધૂળે રમી આ
ધરાને ધરાહાર ચાહી ને ચાહી.

મને મોતનો ડર બતાવી બતાવી,
તમે ખૂબ મનમાની ખડકી સજાઓ,
ખુદના કસમ, માફ કરવા થશે બસ
મને એક તરણાની લીલી ગવાહી.

 

નખશિખ મસ્તીથી ભરી ગઝલ…..

5 Comments »

 1. Rina said,

  January 29, 2012 @ 12:49 am

  Great….awesoooomeee

 2. pragnaju said,

  January 29, 2012 @ 8:59 am

  સુંદર ગઝલની આ પંક્તીઓ ખૂબ ગમી
  મને મોતનો ડર બતાવી બતાવી,
  તમે ખૂબ મનમાની ખડકી સજાઓ,
  ખુદના કસમ, માફ કરવા થશે બસ
  મને એક તરણાની લીલી ગવાહી.

 3. kartika desai said,

  January 29, 2012 @ 2:53 pm

  જય શ્રેી ક્રિશ્ન.આપ નો દિન શુભ હો.
  વતન-નિ યાદ વાચિને આવિ ગઇ…!
  સરસ..વાહ્!

 4. વિવેક said,

  January 30, 2012 @ 1:06 am

  સુંદર ગઝલ….

  અહીં પંડિતાઈનું મડદું છે નક્કી,
  નહીં તો દલીલોની બદબૂ ન આવે…

  – આ બે પંક્તિઓ તો ખૂબ પ્યારી હતી, કોલેજકાળમાં…

 5. Dhruti Modi said,

  January 30, 2012 @ 4:21 pm

  મસ્ત મિજાજથી ભરપૂર ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment