હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
વિવેક મનહર ટેલર

ગઝલ – અશરફ ડબાવાલા

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર પામવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધુ,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં ‘અશરફ’ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

દૂરી રાખવાથી જેમ વધુ પામી શકાય એમ શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો શોધતા શોધતા કદાચ જીવન જીવવાનો કીમિયો જ મળી જાય, એમ પણ બને…

5 Comments »

 1. Rina said,

  December 1, 2011 @ 11:17 pm

  વાહ…..

 2. mahendra said,

  December 2, 2011 @ 4:08 am

  વાહ કવિ સાહેબ

 3. vijay joshi said,

  December 2, 2011 @ 7:34 am

  શ્વાસનો આભાસ! વાહ, જીવનનું ઉડું રહસ્ય કેટલું સહજ
  રીતે મૂકી દીધું, અશારભાઈ, બહોત ખૂબ!

 4. વિવેક said,

  December 2, 2011 @ 8:18 am

  સુંદર રચના…

 5. kartika desai said,

  December 2, 2011 @ 2:29 pm

  ધ્વલભાઈ સરસ અભિવ્ય્કતિ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment