હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?
સંજુ વાળા

ત્યાં – સોદો (અનુ.કિશોર શાહ)

મારી દસ ફૂટની વાંસની ઝૂંપડીમાં
આ વસંત,
ત્યાં કશુંયે નથી;
ત્યાં બધું જ છે.

– સોદો
(અનુ. કિશોર શાહ)

આ ઝેન કવિતા સંતોષની કવિતા છે. જે છે એને જીવી જાણો તો જે નથી એની પાછળ દોડવાની જરૂર જ નથી. મન સંતોષી હોય તો એવું દુનિયામાં કશું નથી જે પોતાના ઘરમાં ન મળી આવે.

4 Comments »

  1. વિવેક said,

    November 30, 2011 @ 2:24 AM

    સુંદર !

    હિમાંશુ ભટ્ટનો એક શેર યાદ આવ્યો:

    ન હો જો કશું તો, અભાવો નડે છે,
    મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

    સાથે જ ચિનુ મોદી પણ યાદ આવ્યા:

    કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
    એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો…

    અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’:

    તારું કશું ન હોય તો છોડીને આવ તું,
    તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

  2. pragnaju said,

    November 30, 2011 @ 7:33 AM

    વાહ
    આજે વિવેકે મારા મનની વાત કહી દીધી
    પણ મારા મનમા ખૂબ જાણીતું ગીત ગુંજે છે
    “Get along,” said he, “for you give me a pain;
    My cabin never leaks when it doesn’t rain.”
    “Get along,” said he, “for you give me a pain;
    My cabin never leaks when it doesn’t rain.”
    મારી દસ ફૂટની વાંસની ઝૂંપડીમાં

  3. praheladprajapatidbhai said,

    November 30, 2011 @ 6:08 PM

    કેમછો , માંજામો ? [ ગઝલ – કાવ્ય ]
    ===========
    અધુર૫ની આળસ મા કે આડ્સામાં
    મળી સક્તો નથી હુ મને ઘટનાક્ર્મમાં

    મારા લેખા જોખા ના આ પ્રવાસમાં
    હુ મપાતો જતો અધુરા અવાજમાં

    સ્વ્પ્નો સીચતો ધરા વિહોણા ખેતરમાં
    વરાપી જતો એ વન ખેડ્યા ચાસમાં

    સરવાળા સ્વ્પ્નો ના સમાયા આરમાનમાં
    ખાલીપો છ્લકાતો રહ્યો કોરી ગાગરમાં

    હોવા પણાના પૂરાવા છે નહી અખબારમાં
    પૂછ્તો અખબારો ના પુરાવા અખબારમમા

    છુપા` સ્વજ્નો જ ઘરનાં` થકી વહેવારમાં
    ઘાવ દ્દીધા પછી ખબર પુછે કેમછો મજામાં ?
    —–પ્રહેલાદભાઈ પ્રજાપતિ

  4. Lata Hirani said,

    December 2, 2011 @ 11:40 AM

    અશબ્દ કરી મુકતી કવિતા

    લતા હિરાણી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment