એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે – મૂકેશ જોશી

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે,
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ પાસે નથી જ કાળુ નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે ?
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે ?
આવાં-તેવાં મ્હેણાં-ટોણે દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી !
મિલકત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી;
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી;
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે.

– મૂકેશ જોશી

વાંચતાવેંત ગમી ગયેલ મજાનું હળવું ગીત…

5 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    November 25, 2011 @ 12:32 AM

    ખરેખર સુવર્ણ રચના !
    સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે,

  2. Ramesh Patel said,

    November 25, 2011 @ 1:28 AM

    સોને મઢવા જેવી રચના.
    રમેશ પટેલ(આકાશદીપ)

  3. Pushpakant Talati said,

    November 25, 2011 @ 6:50 AM

    ૧ – સોનેરી કિરણોની મબલક મિલકત
    ૨ – મઝાની સાંજ નામનો ચેક
    ૩ – સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે.
    ૪ – સૂરજને રિબેટ દેવા આજુબાજુ ફરતા ધરતી, ચાન્દ, સિતારા.
    ૫ – આભની બૅલેન્સશીટ
    ૬ – લોકો દ્વારા ગોટાળાને કરાતો પ્રેમ.

    વાહ ! !! !!! . – શું મજાનાં રૂપકડાં રૂપકો છે ? !! !
    આને તો ફક્ત અફલાતુન જ કહેવું પડે.

  4. વિવેક said,

    November 25, 2011 @ 8:30 AM

    સુંદર રચના…

  5. mita parekh said,

    November 29, 2011 @ 5:41 AM

    બહુ જ સ્રરસ રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment