પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી 'ઈર્શાદ'

અમે – જયન્ત વસોયા

પળ ખુશીની ક્યાં નકારી છે અમે,
આંસુની ઇજ્જત વધારી છે અમે.

હું ફસાયો છું ભલે મઝધારમાં;
કૈંકની નૌકા ઉગારી છે અમે.

ફૂલ આપે, કંટકો આપે કદી;
હર અદા એની સ્વીકારી છે અમે.

ઉમ્રભર જો સાથ આપો તો કહું;
કેટલી વાતો વિચારી છે અમે.

જાણી બૂઝી એમને જીતાડવા;
બાજી ખુદની પણ સુધારી છે અમે.

શક્ય છે કોઠું કદી દેશે ગઝલ;
જિંદગીને બહુ મઠારી છે અમે.

-જયન્ત વસોયા

13 Comments »

 1. Rina said,

  October 29, 2011 @ 1:03 am

  awesome….

 2. Jawahar said,

  October 29, 2011 @ 4:02 am

  વાહ જયન્ત્ભાઈ વાહ….

 3. praheladprajapatidbhai said,

  October 29, 2011 @ 4:21 am

  સરસ
  પળ ખુશીની ક્યાં નકારી છે અમે,
  આંસુની ઇજ્જત વધારી છે અમે.

 4. pragnaju said,

  October 29, 2011 @ 6:40 am

  સરસ
  જાણી બૂઝી એમને જીતાડવા;
  બાજી ખુદની પણ સુધારી છે અમે.

 5. dr.ketan karia said,

  October 29, 2011 @ 8:32 am

  હું ફસાયો છું ભલે મઝધારમાં;
  કૈંકની નૌકા ઉગારી છે અમે.

  અહીં ઉલા મિસરામાં ‘હું’ અને સાની મિસરામાં ‘અમે’ તે ક્ષમ્ય છતાં ધ્યાન દોરવાં લાયક ત્રુટિ છે.
  કાવ્યાત્મકતા કવિમાં કાબિલે તારિફ છે.

 6. maya shah said,

  October 29, 2011 @ 9:50 am

  very good and effectively expressed emotions. i loved it.

 7. mansukh kalar said,

  October 29, 2011 @ 11:22 am

  વાહ ! ખુબ સુંદર .

 8. Girish Parikh said,

  October 29, 2011 @ 12:04 pm

  છેલ્લા શેરના સંદર્ભમાં એક અંગત વાત વિશે http://www.girishparikh.wordpress.com પર લખવા પ્રયત્ન કરીશ.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 9. sudhir patel said,

  October 29, 2011 @ 3:06 pm

  ખૂબ સુંદર મત્લા સાથેની મિજાજસભર ગઝલ!
  સુધીર પટેલ.

 10. Dhruti Modi said,

  October 29, 2011 @ 4:35 pm

  સ-રસ અને ગઝલે ખુમારીથી લથબથ ગઝલ.

 11. P Shah said,

  October 31, 2011 @ 3:09 am

  ઉમ્રભર જો સાથ આપો તો કહું;
  કેટલી વાતો વિચારી છે અમે….

  સુંદર રચના !

 12. વિવેક said,

  November 1, 2011 @ 3:39 am

  @ ડૉ. કેતન કારિયા: આપની વાત સાથે સંપૂર્ણપણે સહમત…

  વિધાયક અભિપ્રાય અને ઝીણવટભર્યા અવલોકન બદલ આભાર..

 13. Girish Parikh said,

  November 6, 2011 @ 10:56 pm

  અગાઉ જણાવ્યા મુજબ અંગદ વાત http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજે જાહેર કરી દીધી છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment