ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!
– નેહા પુરોહિત

થઈ બેઠા – મુકુલ ચોકસી

અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.

નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.

– મુકુલ ચોકસી

સંબંધની એક અવસ્થા આવે છે કે સમગ્ર સંબંધ કડવાશથી ભરાઈ જાય છે. એક બીજાને કાંઈ પણ કહો બધુ જ દુ:ખદાયક બની જાય છે. એવી અવસ્થાનું વર્ણન આ ગઝલના પહેલા શેરમાં ધારદાર રીતે કર્યું છે. કેકટસના કાંઠે લાંગરેલા હાથ અને લોહીલુહાણ આધાર – કેટલી સચોટ વાત ! આજે આ એક શેરની વાત ઘણી છે… બાકીના શેરની વાત ફરી કોઈ વાર માંડશું.

3 Comments »

  1. વિવેક said,

    April 25, 2007 @ 3:05 AM

    સુંદર ગઝલ… બધા જ શેર કાબિલ-એ-દાદ છે. કેકટસના કાંઠે હાથ લાંગરવાની શબ્દાભિવ્યક્તિ જ કેટલી તાજગીભરી છે?! અફસોસ કે આ કવિ છેલ્લા કેટલાય વર્ષોથી શાંત અને સુષુપ્ત છે….

  2. paresh said,

    April 25, 2007 @ 8:51 PM

    gud one mukulbhai…..i like ur gazals n poetries…..mukul-mehul pair rocks….keep up the gud work

  3. Angel Dholakia said,

    May 13, 2009 @ 1:40 AM

    શું કહું ? મારિ જાત ને હું આવિ ક્રુતિઓ પર comment કરવાને લાયક જ નથિ ગણતિ.
    બસ, તેમને ભરપુર માણું છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment