દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.
શૂન્ય પાલનપુરી

ગીતાંજલિ – પુષ્પ:૦૧: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

કવિવર રવીન્દ્રનાથ ટાગોર (૦૭-૦૫-૧૮૬૧,૦૭-૦૮-૧૯૪૧)ના જન્મનું આ દોઢ શતાબ્દિ વર્ષ છે. એ નિમિત્તે એમના નોબલ પારિતોષિક વિજેતા ગીતાંજલિનો ભાવાનુવાદ લયસ્તરોના ભાવકો માટે…

tagore1

1

Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.

This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.

At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.

Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.

– Ravindranath Tagore

 

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમૃત્ય  સ્પર્શે મારું નાનકડું હૃદય એની સીમાઓ આનંદમાં ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. એની ભેટ સ્વીકારવા માટે આપણા હાથ કેવા નાનકડા છે ! છતાં એની કૃપા વરસતી જ રહે છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા નાનકડા વાસણમાં એ સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે સદૈવ જગ્યા રહે જ છે.. એ કદી પૂરાતી જ નથી.

19 Comments »

 1. neerja said,

  September 17, 2011 @ 1:48 am

  too true. . too good. .

 2. Rina said,

  September 17, 2011 @ 1:49 am

  awesome…its a pleasure reading gujarati translation of gitanjali.

 3. Rina said,

  September 17, 2011 @ 1:55 am

  i have read one more translation of same poem, i think its by Shri Suresh Dalal.would love to share it.

  તે મને અનંત કરી અલગારી
  તારી લીલાની બલિહારી

  ઘટ આ મારો નાજુક : એને ખાલી કરો ને ભરો
  ફરી ફરીને એમાં છલ છલ નૂતન-જીવન-ઝરો
  ખીણ-પર્વત પર લઇ આ બંસી તમે સદા વિચરો
  એક ફૂંકમાં તમે શાશ્વતી સુરાવલી સંચારી .

  અમરતમય તન સ્પર્શ ને મારે હૈયે અગાધ આનંદ
  હોઠ ઉપર તો રમણાના અહીં છલકે-મલકે છંદ
  મારો નાનકો હાથ: તમારી સોગાત કશી અકબંધ
  કાળ જાય ને તોયે ઝીલવા મારી ધરતી રહી કુંવારી ..

 4. Atul Jani (Agantuk) said,

  September 17, 2011 @ 3:11 am

  ઈશ્વર પ્રતિ અગાધ પ્રેમ અને અનન્ય વિશ્વાસના કવિ
  એટલે
  શ્રી રવિન્દ્રનાથ ટાગોર

 5. amirali khimani said,

  September 17, 2011 @ 5:24 am

  શ્રિ રવિન્દ્રાનાથ મહાન તત્વ ગિનાનિ કવિ હ્તા હિન્દ્પાક મા તેવો લોક્પ્રિય ચ્હે. આ અનુવાદ અતિ સચોત ચે. મને કબુલિવાલા તેમ્જ તેમ્ના બિજા લેખો બહુજ ગ્મેચ અવાર્નાવાર વઆચુ ચુ. ઈક દિવ્યા પ્રકાસ મલે ચે. તેમ્ને શ્ર્ધાન્જ્લિ.

 6. pragnaju said,

  September 17, 2011 @ 8:33 am

  અદભૂત કાવ્યને ન્યાય આપતો અનુવાદ
  અભિનંદન

 7. sanjay shah said,

  September 17, 2011 @ 8:37 am

  vivekbhai,
  in this poem u hv written pushpa 1, what dose it mean? ,if its only a part, i request u to do the full translation, dont take it other wise, yours one has helped me a lot to understand the origrin one. i thik this the nearest truth to the origin one. thanks for helping me to understand tagore.

 8. Chirag said,

  September 17, 2011 @ 8:42 am

  સરસ ખન્ડ અને અનુવાદ. એક જગ્યે થોડી ક્ષતિ જણાય છેઃ

  તારા હાથોના અમૃત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય એના સીમાઓ આનંદમાં ગુમાવી દે છે

  એ આમ હોવુ જોઇએ?

  તારા હાથોના અમૃત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય એની સીમાઓ આનંદમાં ગુમાવી દે છે

 9. kishoremodi said,

  September 17, 2011 @ 8:43 am

  સરસ

 10. દિગંબરભાઇ સ્વાદિયા said,

  September 17, 2011 @ 9:25 am

  સરસ પ્રયાસ છે. ભાષા ઉપર સારી હથોટી હોય તો
  જ આવી ક્રુતિને ન્યાય આપી શકીએ.

 11. KIRTI said,

  September 17, 2011 @ 10:14 am

  ખુબ સરસ , ટાગોરને વાચવા એટલે જેીવેી લેવુ.

 12. Dhruti Modi said,

  September 17, 2011 @ 2:58 pm

  ખૂબ જ ગમ્યાં——- ટાગોરના ગીતોની અંજલિ ને વિવેકભાઈનો ભાવાનુવાદ. પણ, સૌથી વધુ ગમી ટાગોરની યુવાનવયની સુંદર છબી.

 13. Girish Parikh said,

  September 17, 2011 @ 9:12 pm

  આ ત્રીવેણી સંગમ — ટાગોરનું અમર સર્જન, એનો આપણી માતૃભાષામાં અવતાર, અને રસદર્શન — અદભુત છે! વિવેકનો ચાહક તો હું છું જ પણ આ પોસ્ટથી મારી એમની સાથેની આત્મીયતા વધુ ગાઢી થતી જાય છે. માનું છું કે વિવેક આખી ‘ગીતાંજલી’ને ગુજારાતીમાં અવતાર આપશે તથા રસદર્શન પણ કરાવશે.
  –ગિરીશ પરીખ

 14. વિવેક said,

  September 18, 2011 @ 12:53 am

  @ સંજય શાહ: ગીતાંજલિનું આ પ્રથક કાવ્ય છે માટે મેં પુષ્પ -1 એમ લખ્યું છે. સમય અને સંજોગો અનુકુળ રહે તો મારી ઇચ્છા આખી ગીતાંજલિને વારાફરતી લયસ્તરો પર લઈ આવવાની છે…

  @ ચિરાગ: આભાર… ટાઇપભૂલ છે. સુધારી લીધી છે.

 15. nehal said,

  September 18, 2011 @ 2:02 pm

  કવિવર આપણા રુમી અને આપણા ઓમર ખય્યામ છે,આપણને ઇશ્વરને પ્રેમ કરતાં શીખવાડ્યું….

 16. manvant patel said,

  September 18, 2011 @ 7:00 pm

  સદાબહાર લેખક શ્રી.ટાગોરે સૌનુઁ જીવન ધન્ય કર્યુઁ.
  વિવેક્જી અને દલાલજીની કૃતિઓ ખૂબ ગમે તેવી છે.
  .સઁપૂર્ણ ગેીતાઁજલિના ભાવાનુવાદની રાહ જોતો જ
  રહીશ .આ સત્કર્મ માટે ભાઇ તમને અભિનઁદન….

 17. P Shah said,

  September 18, 2011 @ 10:50 pm

  અભિનંદન વિવેકભાઈ !
  વધુ અનુવાદની અમને પ્રતિક્ષા રહેશે !

 18. Rekha shukla(Chicago) said,

  February 14, 2012 @ 8:20 pm

  ખુબ સુન્દર વિવેકભાઈ…શ્રી રવિન્દ્રનાથ ની યુવાછબી જોઈ …હંમેશા જેવા ન લાગ્યા…પપ્પાએ તેમનો પ્રોફાઈલનો ફોટો પેન્સિલવર્ક માં કરેલ..લાંબી દાઢીને મુંછમા ફેસ પર ઘણી કરચલી પણ ખરી…તે યાદ આવી ગયું અને તમે જુવાન મુકીને સ્તબ્ધ કરી દીધી..લખાણ ખુબ સરસ છે…!!

 19. વિવેક said,

  February 14, 2012 @ 11:53 pm

  thanks !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment