રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.
હેમેન શાહ

ગઝલ – ભગવતીકુમાર શર્મા

સાધે   જો  કાયાકલ્પ  તો  ભમરો  કમળ  બને;
સૂર્યાસ્ત-સૂર્યોદયની   સફર  તો   સફળ   બને.

શોષાયેલાં    નવાણ    નયનમાં   ફૂટે   કદી;
ખાબોચિયુંયે    ત્યારે   સમન્દર   સકળ   બને.

થીજી  જવાનું   ભાગ્ય   બરફને   મળ્યું  છતાં
સૂરજ  ઊગી  શકે  તો  હિમાલય  સજળ  બને.

દૃષ્ટિના  ભેદ   પર   બધો  આધાર   છે  અહીં;
સ્થળ ત્યાં બને જ જળ અને જળ ત્યાં જ સ્થળ બને.

તૂટી   પડે   જો   વૃક્ષની    ટોચેથી   પાંદડું;
મારી    હયાતી   મૂલથી   આકળવિકળ   બને.

– ભગવતીકુમાર શર્મા

(નવાણ=કૂવો, વાવ, તળાવ વગેરે જળાશય)

6 Comments »

 1. Rina said,

  September 16, 2011 @ 1:57 am

  great….

 2. neerja said,

  September 16, 2011 @ 2:07 am

  tooti pade jo vruksh ni toche thi. . exhibits the sensitivity of poet’s nature. . s expected from the legend. . bhagwatikumar. . hats off

 3. pragnaju said,

  September 16, 2011 @ 7:41 am

  તૂટી પડે જો વૃક્ષની ટોચેથી પાંદડું;
  મારી હયાતી મૂલથી આકળવિકળ બને.
  સ રસ
  યાદ
  હું મારી હયાતી નિભાવ્યા કરું છું
  સમયની દિવાલે ચણાયા કરું છું
  પવનમાં તુ જોજે, ગગનમાં તુ જોજે,ને મારી હયાતી અગનમાંય જોજે.વસુ છું હુ તારા દરેક શ્વાસશ્વાસે,તુ મારી હયાતી હ્દયમાંય જોજે. મસ્ત બનીને રમતો રહુ છુ હું અલગારી ભમતો રહુ છુ,કંઈક સુખોની આભિલાષા મા સર્વ દુખોને ખમતો રહુ .

 4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  September 16, 2011 @ 2:01 pm

  સરસ

 5. Dhruti Modi said,

  September 16, 2011 @ 4:55 pm

  તૂટી પડે જો વૃક્ષની ટોચેથી પાંદડું;
  મારી હયાતી મૂલથી આકળવિકળ બને.

  ખૂબ જ મૃદુ સંવેદના. સરસ ગઝલ.

 6. sunil shah said,

  September 17, 2011 @ 3:08 am

  સુંદર..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment