જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ

મુક્તક – હેમેન શાહ

કવિને ચાકના ટુકડા ને કોરી સ્લેટ મળે,
જીવન સમુદ્ર હો તો આટલો જ બેટ મળે.
નહીં વેચાયું એ કારણથી કાવ્યનું પુસ્તક,
બધા જ રાહ જોઈ બેઠા’તા કે ભેટ મળે !

– હેમેન શાહ

6 Comments »

  1. Rina said,

    September 7, 2011 @ 12:13 AM

    વાહ!!!!

  2. વિવેક said,

    September 7, 2011 @ 2:29 AM

    હાહાહાહા… આજકાલ મને આનો સારો અનુભવ થઈ રહ્યો છે!!

  3. P Shah said,

    September 7, 2011 @ 3:36 AM

    ઉત્તમ !

  4. Girish V B said,

    September 12, 2011 @ 3:45 AM

    સાહીત્ય પ્રેમી: “અરે, આ પુસ્તક્મા તો શેક્સપીયરે સહી કરેલી છે!!!!”
    પસ્તી વાળો: “ભાઇ.. શુ કામ મગજ મારી કરો છો? પાચ રુપીયા ઓછા આપજો. બસ”

    જો જો આપણા બાળકો ના પણ આવુ ના બોલે.

  5. ધવલ said,

    September 12, 2011 @ 3:56 PM

    ઃ-) ઃ-)

  6. dr.ketan karia said,

    September 15, 2011 @ 1:24 AM

    કોઇના મોઢે સાંભળેલું ત્યારથી વિચારતો કે સત્યની આટલી સ્પષ્ટ રજૂઆત કરનાર કવિ કોણ હશે?
    કમાલ…..!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment