વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

(નોંધ તો લીધી હશે) – સુધીર પટેલ

એના ઘરથી નીકળ્યાની નોંધ તો લીધી હશે,
આપણે સામે મળ્યાની નોંધ તો લીધી હશે !

જે ઊઠ્યું તોફાન ભીતર, નોંધ એની ક્યાં મળે ?
સહેજ બસ નયનો ઢળ્યાંની નોંધ તો લીધી હશે !

રાતભર બળતો રહ્યો આ ચંદ્ર સૌની જાણ બહાર,
ખટઘડીએ ઓગળ્યાની નોંધ તો લીધી હશે !

સાવ સૂના અંધકારો એમણે પીધા પછી,
કૂંપળો થઇ એ ફળ્યાની નોંધ તો લીધી હશે !

જાત સુધી ના જવાયું આપણાથી પણ ‘સુધીર’,
ડેલીથી પાછા વળ્યાની નોંધ તો લીધી હશે !

– સુધીર પટેલ

નોંધ લેવી પડે એવી મજાની ગઝલ…

17 Comments »

  1. sapana said,

    June 22, 2011 @ 11:53 PM

    જે ઊઠ્યું તોફાન ભીતર, નોંધ એની ક્યાં મળે ?
    સહેજ બસ નયનો ઢળ્યાંની નોંધ તો લીધી હશે !
    સુધીરભાઈ સરસ ગઝલ..રદિફ ગમી ગયો..મારી કોમેન્ટ્ની નોંધ લેશો..

  2. himanshu patel said,

    June 22, 2011 @ 11:53 PM

    સ્વક પ્રત્યેની જાગ્રુકતાથી ફોરમતી ગઝલ….
    જાત સુધી ના જવાયું આપણાથી પણ ‘સુધીર’,
    ડેલીથી પાછા વળ્યાની નોંધ તો લીધી હશે
    ગમી.

  3. Rakesh Thakkar, Vapi said,

    June 23, 2011 @ 12:47 AM

    દરેક શેર નોધપાત્ર. બહોત ખૂબ સુધીરભાઇ
    જાત સુધી ના જવાયું આપણાથી પણ ‘સુધીર’,
    ડેલીથી પાછા વળ્યાની નોંધ તો લીધી હશે !

  4. વિવેક said,

    June 23, 2011 @ 1:34 AM

    સુંદર રચના!

  5. urvashi parekh said,

    June 23, 2011 @ 1:44 AM

    સરસ અને સુન્દર રચના.
    જાત સુધી ન જવાયુ આપણાથી પણ સુધીર,
    ડેલી થી પાછા વળ્યાની નોંધ તો લિધી હશે.
    અને જે ઉઠ્યુ તોફાન ભીતર, આ વાતો તો ઘણી જ સરસ.

  6. Atul Jani (Agantuk) said,

    June 23, 2011 @ 2:43 AM

    આ ગઝલની નોંધ લેવામાં આવી છે.

  7. Satish Dholakia said,

    June 23, 2011 @ 4:54 AM

    ચોક્કસ નોન્ધ લિધિ. સુન્દર રચના .

  8. ધવલ said,

    June 23, 2011 @ 10:38 AM

    રાતભર બળતો રહ્યો આ ચંદ્ર સૌની જાણ બહાર,
    ખટઘડીએ ઓગળ્યાની નોંધ તો લીધી હશે !

    – સરસ !

  9. સુનીલ શાહ said,

    June 23, 2011 @ 11:08 AM

    સુંદર ગઝલ..

  10. વિહંગ વ્યાસ said,

    June 23, 2011 @ 11:38 AM

    સુંદર ગઝલ.

  11. ડૉ. મહેશ રાવલ said,

    June 23, 2011 @ 12:48 PM

    અથ થી ઈતિ સુધી નોંધ લેવી પડે એની નોંધનીય ગઝલ સુધીરભાઈ…..
    ખૂબ ગમી…
    અભિનંદન.

  12. DHRUTI MODI said,

    June 23, 2011 @ 4:55 PM

    સુંદર ગઝલ.

  13. Maheshchandra Naik said,

    June 23, 2011 @ 6:57 PM

    નોંધ લેવી પડે એવી જ ગઝલ છે……………..

  14. Rakesh shah said,

    June 24, 2011 @ 9:50 AM

    BAHU J SARAS!

  15. jyoti hirani said,

    June 24, 2011 @ 7:31 PM

    નોન્ધ તો લિધિ હશે કેવો સુન્દર રદિફ ને નિભાવ્યો ચ્હે પણ કેવેી સરસ રેીતે અભિનન્દન

  16. sudhir patel said,

    June 25, 2011 @ 12:46 AM

    સૌ ગઝલ-પ્રેમીઓનો નોંધ લેવા બદલ હાર્દિક આભારી છું!

    પ્રગટ કરવા બદલ ઊર્મિ અને ‘લયસ્તરો’નો પણ આભાર!!
    સુધીર પટેલ.

  17. Kirtikant Purohit said,

    June 25, 2011 @ 3:14 AM

    નોઁધ લીધી અને આનન્દ આનન્દ થયો.

    રાતભર બળતો રહ્યો આ ચંદ્ર સૌની જાણ બહાર,
    ખટઘડીએ ઓગળ્યાની નોંધ તો લીધી હશે !

    સુઁદર ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment