એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

મારા સપનામાં આવ્યા હરિ – રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી,
મારા સપનામાં આવ્યા હરિ.

સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાનાં સૂબા;
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.

આંધણ મેલ્યા મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બહાવરી’,
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.

– રમેશ પારેખ

રમેશ પારેખનાં ઘણા ગમતીલાં ગીતોમાંનું મારું એક ગમતીલું ગીત… થોડા વખતમાં ઓડિયો સાથે જરૂર મૂકીશ.

ફરમાઈશ ઃ તુલસી ઠાકર

10 Comments »

 1. Atul Jani (Agantuk) said,

  May 25, 2011 @ 12:21 pm

  કવિતાને આ ગીત ઘણું ગમે છે. તે આ ગીત સરસ ગાઈ શકે છે. અલબત્ત નેટ પર ઓડીયો સાથે જરૂર ગમશે.

 2. વિવેક said,

  May 25, 2011 @ 12:49 pm

  વાહ વાહ… મજાનું ગીત… ગ્રાન્ડ કેન્યનની સવાર સુધરી ગઈ…

 3. વિહંગ વ્યાસ said,

  May 25, 2011 @ 1:10 pm

  હરિ ઉપર આ તે કેવું અમથું અમથું હેત…..હું અંગુઠા જેવડી, મારું વહાલપ બબ્બે વેંત…..રમેશ પારેખ.

 4. DHRUTI MODI said,

  May 25, 2011 @ 2:01 pm

  કેવો સુંદર ગોપીભાવ!!

  આંધણ મેલ્યા મેં કરવા કંસાર,
  ઍમાં ઑરી દીધો મેં સંસાર,
  વાહ ! ખૂબ સરસ.

 5. pragnaju said,

  May 25, 2011 @ 3:16 pm

  ભાવસભર લયબધ્ધ સુંદર ગીત

 6. Maheshchandra Naik said,

  May 25, 2011 @ 4:54 pm

  “મારા સપનામા આવ્યા હરિ ” જ્યારે ઓડીયોમા પ્રાપ્ત થશે ત્યારે હરિહર પ્રત્યક્ષ આવ્યા જેવુ જરુર અનુભવાશે એમ આજે આનદ આનદ થઈ ગયો……………આભાર..

 7. Dr. Chetan Shah said,

  May 25, 2011 @ 10:18 pm

  aa geet Shri Suresh Joshi nakanthe sambhalvu e jindagi no anero lahvo chhe
  harmoniam hatu Suresh bhai hata ane ame thoda mitro jane RA PA jivant thai gaya

 8. Dinesh Pandya said,

  May 26, 2011 @ 3:16 am

  સામે મરકત મરકત ઊભાં,
  મારી મનની દ્વારિકાનાં સૂબા;
  મારા આંસુને લૂછ્યા જરી,
  મારા સપનામાં આવ્યા હરિ.

  સુંદર! રમેશ પારેખની બધી જ સર્જત ગમે તેવી છે. તેમાંય કેટલીક કૃતીઓ ખૂબ ગમે તેવી છે તેમાની
  આ રચના છે. આવી જ બીજી સુંદર રચના “હરિ પર અમથું અમથું હેત…..” બન્ને સંગીતકાર સુરેશ્ભાઈ જોશીએ સ્વરબધ્ધ કરી પોતે સુંદર રીતે ગાય છે.

  દિનેશ

 9. Tulsi Thakar said,

  May 31, 2011 @ 8:57 pm

  Thanks a lot. Please do put it in a song format … I shall be waiting ….

 10. આવ્યા હરિ – રમેશ પારેખ | "મધુવન" said,

  December 2, 2011 @ 9:17 pm

  […] મારા સપનામાં આવ્યા હરિ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment