આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.
હરદ્વાર ગોસ્વામી

તપ કરવાનું – ‘સ્નેહી’ પરમાર

સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !

તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.

દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.

એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?

– ‘સ્નેહી’ પરમાર

આ ગઝલ વાંચો અને એના પ્રેમમાં ન પડાય એવું બની શક્શે? કેટલાકે ડંકાની ચોટ પર તો કેટલાકે પોતાની જાતથીય છાનુંમાનું પણ તપ તો જરૂર કર્યું હશે…

18 Comments »

 1. PRADIP SHETH . BHAVNAGAR said,

  March 31, 2011 @ 4:34 am

  સરસ રચના…

 2. ninad adhyaru said,

  March 31, 2011 @ 5:27 am

  antim sher aflaatoon . . . !

 3. ઊર્મિ said,

  March 31, 2011 @ 7:01 am

  મસ્ત ગઝલ…

  એક જ પળ માટે સામેની બારી ખૂલે
  એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?

  ક્યા બાત હૈ! 🙂

 4. જયેન્દ્ર ઠાકર said,

  March 31, 2011 @ 7:10 am

  સરસ ગઝલ છે!

 5. Prakashsinh Chauhan said,

  March 31, 2011 @ 7:59 am

  maja avi ane gai (Saras)
  Waiting for next one.

 6. Dr.Kesar Makwana said,

  March 31, 2011 @ 8:57 am

  સુન્દર રચના ……મઝા પડેી !
  સ્નેહેીને અભિનન્દન !

 7. pragnaju said,

  March 31, 2011 @ 9:51 am

  સ રસ ગઝલ
  તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
  કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

  પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
  પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.
  આ શેર વધુ સુંદર

 8. ધવલ said,

  March 31, 2011 @ 10:16 am

  દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
  ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.

  – સરસ !

 9. bharat vinzuda said,

  March 31, 2011 @ 10:46 am

  સળંગ સુંદર ગઝલ..

 10. gunvant thakkar said,

  March 31, 2011 @ 1:25 pm

  અસલી ગઝલ ..

 11. DHRUTI MODI said,

  March 31, 2011 @ 2:52 pm

  સુંદર ગઝલ. છેલ્લા સિવાયન શે’રમાં ગઝલકારે સરસ ફીલોસોફી રજૂ કરી છે, જન્મયા છીઍ તો સરળતાથી જીવી જાઓની વાતને ઍકદમ સરળતાથી કહી છે.

 12. preetam lakhlani said,

  March 31, 2011 @ 7:59 pm

  ક્યા બાત હૈ!
  તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
  કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

 13. મીના છેડા said,

  March 31, 2011 @ 8:54 pm

  🙂

 14. Kirftikant Purohit said,

  April 1, 2011 @ 11:23 am

  તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
  કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

  પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
  પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.

  વાહ્.. કવિ પાસે પોતીકો અવાજ છે.

 15. sudhir patel said,

  April 1, 2011 @ 9:39 pm

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 16. Jayesh bhatt said,

  April 3, 2011 @ 11:07 pm

  ખુબ સરસ મને ગમિ મન ખુશ થયુ

 17. ashok pandya said,

  April 6, 2011 @ 5:14 pm

  હોવાની વાત આટલી સરલતાથી કહી દીધી જાણે કોઇ અન્કુર આપ મેળે કોળે..બારી ની ખૂબી તો ચરમ સીમા એ છે..દાફડા વાલ્મિકી ના રાફડા ની જેવું ફાલ્યા છે..ખૂબ જ મર્માળી ગઝલ..મનમાં સડેડાટ ઊતરી ગઈ..ચીલો ચાતરતી રચના..અભિનંદન…

 18. ingeet said,

  October 6, 2011 @ 3:07 am

  એક જ પલ માતે સામેનઈ બઆરેી ખુલ્લે

  hi all poem lovers aama kai bari ni vaat chhe e koi samjavshe to krupa

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment