તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપુરી

આવશે દિવસો કવિતાના – (રશિયન) મારિના ત્સ્વેતાયેવા (અનુ. વિષ્ણુ પંડ્યા)

આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !

– મારિના ત્સ્વેતાયેવા (રશિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

હયાતીના ઓગણપચાસ ટૂંકા વર્ષોમાં કવિ તરીકે રશિયામાં સતત અવહેલના પામેલ રશિયન કવયિત્રીએ આત્મહત્યા કરી એ બાદ બોરિસ પાસ્તરનાક જેવા દિગ્ગજ કવિએ એમને ‘વીસમી સદીની શ્રેષ્ઠ રશિયન કવયિત્રી’ તરીકે ઓળખાવ્યા.

ઓળખ માટેનો સંઘર્ષ અને ઓળખ માટેની ખાતરી -બંને આ કવિતામાં એક સાથે ઊઘડે છે.

14 Comments »

 1. Rutul said,

  December 3, 2010 @ 3:59 am

  Beautiful Poem, Beautiful thoughts and what a translation!

  The English translation is available here: http://home.comcast.net/~kneller/tsvetaeva.html

  On this page, the noble-laureate Russian-origin poet Brodsky writes,

  “Represented on a graph, Tsvetaeva’s work would exhibit a curve–or rather, a straight line–rising at almost a right angle because of her constant effort to raise the pitch a note higher, an idea higher (or, more precisely, an octave and a faith higher.) She always carried everything she has to say to its conceivable and expressible end. In both her poetry and her prose, nothing remains hanging or leaves a feeling of ambivalence. Tsvetaeva is the unique case in which the paramount spiritual experience of an epoch (for us, the sense of ambivalence, of contradictoriness in the nature of human existence) served not as the object of expression but as its means, by which it was transformed into the material of art.”

  –Joseph Brodsky

 2. P Shah said,

  December 3, 2010 @ 4:33 am

  દિવસો ઊગશે
  મારી કવિતાના !….

  એક કવયિત્રીની સંઘર્ષભરી દાસ્તાન !

  વિષ્ણુ પંડ્યાનો અનુવાદ રસસભર રહ્યો.

  આભાર વિવેકભાઈ.

 3. nilam doshi said,

  December 3, 2010 @ 6:38 am

  nice and enjoyed this

 4. સુનીલ શાહ said,

  December 3, 2010 @ 8:05 am

  ‘આવશે..’માં પ્રતિબિંબિત થતો હકારાત્મક ભાવ જીવવાનું બળ પૂરું પાડે છે. સુંદર કવિતા.

 5. Pancham Shukla said,

  December 3, 2010 @ 10:43 am

  વેધક કવિતા…

  My poems

  My poems, written early, when I doubted
  that I could ever play the poet’s part,
  erupting, as though water from a fountain
  or sparks from a petard,

  and rushing as though little demons, senseless,
  into a sanctuary, where incense spreads,
  my poems about death and adolescence,
  –that still remain unread! —

  collecting dust in bookstores all this time,
  where no one comes to carry them away,
  my poems, like exquisite, precious wines,
  will have their day!

  આ સરસ અનુવાદમાં demons, adolescence અને exquisite જેવા શબ્દોનો ભાવાર્થ આપણને આ કવિતા ફરીવાર વાંચવાનું ઈજન આપ્યા કરે છે.

 6. pragnaju said,

  December 3, 2010 @ 12:18 pm

  “Represented on a graph, Tsvetaeva’s work would exhibit a curve–or rather, a straight line–rising at almost a right angle because of her constant effort to raise the pitch a note higher, an idea higher (or, more precisely, an octave and a faith higher.) She always carried everything she has to say to its conceivable and expressible end. In both her poetry and her prose, nothing remains hanging or leaves a feeling of ambivalence. Tsvetaeva is the unique case in which the paramount spiritual experience of an epoch (for us, the sense of ambivalence, of contradictoriness in the nature of human existence) served not as the object of expression but as its means, by which it was transformed into the material of art.”
  આવશે એ દિવસો
  રોકેટના અંગાર અને ફુવારાથી
  પથરાતી ધાર સરખી કવિતાના.
  તડકો અને આળસના નશામાં ઝૂમતા
  મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
  યૌવન અને મૃત્યુની
  અ દ ભૂ ત કાવ્ય
  સરસ ભાષાંતર

 7. Ramesh Patel said,

  December 3, 2010 @ 1:24 pm

  એક યાદગાર કવિતાને એટલી જ રમણીયતાથી ગુજરાતી ભાષાને ભેટ ધરી.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Girish Parikh said,

  December 3, 2010 @ 3:22 pm

  આ ચોટદાર કવિતા મારા હૃદયના ઊંડાણમાં ઊતરી! એના વિશે લખવા પ્રયત્ન કરીશ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર. મુલાકાત લેતા રહેવા વિનંતી.
  – – ગિરીશ પરીખ

 9. dHRUTI MODI said,

  December 3, 2010 @ 3:28 pm

  કેટકેટલી આશા સાથે કવિયત્રીઍ કવિતા લખી છે, પણ ઍની પાછળ છુપાયેલો અવગણનાનો વિષાદ છુપો નથી રહેતો. સુંદર કવિતા જૂના દારુનું મૂલ્ય જેમ ઊંચું હોય છે, તેમજ પોતાની કવિતા પોતાની હયાતિમાં નહી, કિંતુ પોતાની ગેરહાજરીમાં જરુર મૂલ્યવાન ઠરશે, ઍ વાત કેટલી સાચી ઠરી. સુંદર અનુવાદ.

 10. Bharat Trivedi said,

  December 3, 2010 @ 6:08 pm

  સારી કવિતા કરવી અને તે મુજબ પ્રસિધ્ધી પણ મળવવી એ કવિયોના ભાગ્યમાં જ નથી હોતુ. એક કારણ કદાચ એ પણ હોય કે બજારમાં સસ્તો માલ એટલો તો ખડકાતો હોય કે ગ્રાહકને સારો અને સાચો માલ નજરે જ ના ચડે! ગુજરાતી કવિતાની જ વાત કરીયે તો – રામજી USA આવ્યા હોય તેમને શબરીનાં બોર તો ક્યાંથી ચાખવા મળે? ભાણી/ ભત્રીજીના હાથની વેઢમી- કઢી ખાઈને જ રામજી પાછા ફરે અને ઘેર ઘેર જઈને કહી આવે કે શોભાભાભીની મુન્નીની કઢી એટલે બસ શી વાત ! બિચારી શબરી આખો ટોપલો ભરીને સાચવી રાખેલાં બોર ખાઈને આપઘાતનું વિચારે પણ પાછી મન મનાવે કે ભલું કરે ને રામજી પાછા આવે અને આ વેળા એરપોર્ટ પર તેમને લેવા કોઈ બીજું જાય ને રામજીને સીધ્ધા મારે આંગણે લઈ આવે તો? મારિના કદાચ રશિયન શબરી હશે !

 11. Pinki said,

  December 3, 2010 @ 11:48 pm

  nice expression ! reminds me Van Gaugh !

 12. PUSHPAKANT Talati said,

  December 7, 2010 @ 7:24 am

  આ રચના તો સુન્દરછે જ
  પણ
  મને Bharat Trivedi એ લખેલ COMMENT વધુ ગમી ગઈ.

  શબરી નું સચોટ અને હ્રદયસ્પર્ષી ઉદાહરણ ખુબજ પસન્દ પડ્યું

 13. Girish Parikh said,

  December 29, 2010 @ 11:19 am

  આ ચોટદાર કવિતા વિશે આજે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર લખાણ પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.
  –ગિરીશ પરીખ

 14. jahnvi antani said,

  January 23, 2013 @ 4:04 am

  સsuperb sharing….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment