જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.
વિવેક મનહર ટેલર

ચોરસ આકાશ – અનંત કાણેકર

છે અનંત નીલ આકાશ
અને અનંત છે તારા
જાણું બધું.
ચોરસ જેવી મારી બારીને
ભરી દેતું આ ચોરસ આકાશ,
અને તેમાંના ચાર પાંચ તારા
મને પ્યારા…

– અનંત કાણેકર
(અનુ. જયા મહેતા)

આકાશ ગમે તેટલું મોટું હોય, આપણા માટે તો એનો ખરો વિસ્તાર બારી જેટલો જ રહેવાનો.  એ સિમિત આકાશ(ના ટુકડા)માં પણ થોડા તારાને પ્યારા કરી લેવાના … એનું નામ એ જીંદગી !

9 Comments »

  1. ઉલ્લાસ ઓઝા said,

    November 24, 2010 @ 3:39 AM

    આપણી સામે જે દુનિયા દેખાય તે આપણી.
    છે ઍનો આનંદ લૂંટવામાં જ મઝા છે.
    આનન્દોલ્લાસથી જે મળ્યુ છે તેને માણીઍ.
    સુંદર રચના.

  2. pragnaju said,

    November 24, 2010 @ 8:29 AM

    સ રસ
    …એ સિમિત આકાશ(ના ટુકડા)માં પણ થોડા તારાને પ્યારા કરી લેવાના … એનું નામ એ જીંદગી !
    કેટલી સાચી વાત! તો પછી…
    યાદ
    ચાલ, આવ મારી સાથે,સાત પગલા ભરીએ આકાશ માં,
    સાત ફેરા લઇ સાત જન્મો નો સંબંધ બાંધીએ એ આશ માં,

    જ્યાં હોય પ્રેમ અને વિશ્વાસ નો વાસ્,
    દુરી ના હો જરા પણ સહવાસ માં…

  3. jigar joshi 'prem' said,

    November 24, 2010 @ 10:18 AM

    હમ્મ્મ્મ્મ ! ગમ્યુ.

  4. dHRUTI MODI said,

    November 24, 2010 @ 3:25 PM

    જીવનને કેમ અને કેવી રીતે જીવવું તે જો નક્કી કરી લઇઍ તો જે છે તેનાથી પણ જીવનનો આનંદ માણી શકાય છે. નાનકડું કાવ્ય ખૂબ જ ગમ્યું. અનુવાદ મઝાનો છે.

  5. Bharat Trivedi said,

    November 24, 2010 @ 11:04 PM

    એક હિન્દી ફિલ્મનું ગીત હતું –

    bahot diyaa dene waale ne tujhko
    aanchal hi na samaaye to kyaa keeje

    અહીં જરા જૂદી રીતે પણ વાત તો એ જ કે જેટલું હાથમાં એટલું બાથમાં કે પછી કવિએ તો ઘણું ઘણું કહ્યું હોય, જેટલું સમજાય તેટલું આપણને તો ભયો ભયો! અશરફની એક ગઝલનો
    શેર છેઃ

    જે તારી પાસે છે તે દરિયાને શું કરું?
    ઘરઆંગણે જો હો તો ગાગર ભયો ભયો.

  6. P Shah said,

    November 24, 2010 @ 11:23 PM

    સુંદર રચના !

  7. dHRUTI MODI said,

    November 25, 2010 @ 3:29 PM

    ભૂલથી મૂળ કવિતાને માટે અનુવાદ લખાયું છે, તે બદલ ક્ષમા ચાહું છું.

  8. manav said,

    November 25, 2010 @ 11:21 PM

    સરસ

  9. Pinki said,

    December 2, 2010 @ 6:37 AM

    વાહ્….!
    Sky is the limit… & sky has no limit !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment