આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
અનિલ ચાવડા

(સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું) -ચિનુ મોદી ‘ઇર્શાદ’

સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.

તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.

સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું ?
હું અરીસામાં મઢાતું બિંબ છું.

કેમ અટકી જાઉં છું કોને ખબર ?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.

કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.

(27/9/2008)

-ચિનુ મોદી ‘ઇર્શાદ’

આજે ચિનુકાકાને ‘વલી’ એવોર્ડ મળવા જઈ રહ્યો છે ત્યારે આજે એમની આ ગઝલ માણીએ…

લયસ્તરોનાં વાચકો માટે ચિનુકાકાનો ખાસ સંદેશ:

‘વલી ‘ ગુજરાતી ગઝલ એવોર્ડ ૨૦૧૦ જયારે ૨૮ મી ઓક્ટોબર નાં રોજ સાંજે ૭ વાગે મને મળવા જઈ રહ્યો છે ત્યારે હું આપ સૌને આમંત્રિત જ નહિ પરંતુ ઇચ્છિત ગણું છું. આપ સૌ ત્યાં હાજરી આપી ને આ એવોર્ડ ને વધુ ગૌરવભેર બનાવશો. સ્થળ – ભાઈકાકા હોલ , લો-ગાર્ડન , અમદાવાદ.

શ્રી ચિનુકાકાને લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કોમ અને ટહુકો.કૉમ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…

16 Comments »

 1. ગાગરમાં સાગર » Blog Archive » (ચાલ, થોડો યત્ન કર) - ચિનુ મોદી ‘ઇર્શાદ’ said,

  October 27, 2010 @ 10:42 pm

  […] બીજી રચનાઓ પણ  માણો… એક બીજી ગઝલ લયસ્તરો પર અને એક ગીત ટહુકો […]

 2. Shruti said,

  October 28, 2010 @ 12:58 am

  વાહ…. શુ શબ્દો છે…. એક-એક શબ્દ માણવા જેવો .. ખુબ જ સરસ.

 3. ઉલ્લાસ ઓઝા said,

  October 28, 2010 @ 4:27 am

  ‘ઈર્શાદ’ ની ગઝલ જીવનની વાસ્તવિકતા સુંદર રીતે રજૂ કરે છે.
  કવિ શ્રી ચિનુભાઈને અભિનંદન.

 4. satish joshi said,

  October 28, 2010 @ 6:17 am

  Very poignant, thoughtprovoking sad poem. The right mood for the ghazal.

  Last she”r second line is short by two maatras. Without providing any aesthetic justification for the metrical deviation, it jars……. though only a bit.

  May be, ghasaava man ek maatra occhi thaee gayee.

  ઘસાવામાઁ એક / બે માત્રા ઓછી પડી શુઁ?

  સતીશ જોશી

 5. Gaurang Thaker said,

  October 28, 2010 @ 8:57 am

  કવિ શ્રી ચિનુકાકાને અભિનંદન.

 6. Girish Parikh said,

  October 28, 2010 @ 9:56 am

  પ્રિય ચિનુભાઈને મારાં શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન.શિકાગોના સબર્બ શામબર્ગમાં અશરફ ડબાવાલાના ઘરના વિશાળ બેઝમેન્ટમાં થયેલી મહેફિલોમાં ચિનુભાઈને ગઝલ-પઠન કરતા સાંભળવાનો લહાવો આ લખનારને મળ્યો છે.
  –ગિરીશ પરીખ
  મોડેસ્ટો કેલિફોર્નિયા

 7. Bharat Trivedi said,

  October 28, 2010 @ 10:02 am

  ચિનુભાઈને ‘વલી એવોર્ડ’ મળે છે. ગઝલ ક્ષેત્રે ચિનુભાઈએ જે કામ કર્યું છે તે ખરેખર બેમિસાલ છે. ગઝલો તો તેમણે મબલખ આપી જ છે પરંતુ તેથીય વિશેષ નોંધપાત્ર બાબત તો કદાચ એ છે કે અનેક ગઝલકારોની પીઢ થાબડીને તેમના રાહબર થવામાં તેમણે આખી જિંદગી ખર્ચી છે!

  ક્યારેક આદિલ સાથેની વાતમાં ગઝલ વિષે કોઈ ટેકનિકલ મુદ્દાની વાત નિકળે ત્યારે આદિલ તરત જ કહે ” ચિનુભાઈને પુછવું પડશે.”

  આજે ગઝલકાર ચિનુ મોદીનું સન્માન થાય છે ત્યારે હું મારો આનંદ વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી.

  ભરત ત્રિવેદી

 8. Gunvant Thakkar said,

  October 28, 2010 @ 12:33 pm

  વલી એવોર્ડ બદલ પ્રિય ચિનુભાઇને ખુબખુબ અભિનંદન

 9. Devika Dhruva said,

  October 28, 2010 @ 12:43 pm

  તું સપાટી પર મને શોધ્યા ન કર,
  પાણીમાં તળિયે લપાતું બિંબ છું…વાહ્.ફલાતૂન..
  ચીનુકાકાને હ્ર્દયપૂર્વકના ખુબ ખુબ અભિનંદન.

 10. ઇન્દુ શાહ said,

  October 28, 2010 @ 12:54 pm

  કવિ શ્રી ચિનુ કાકાને ખુબ ખુબ અભિન્ંદન્
  સરસ ગઝ્લ્

 11. DHRUTI MODI said,

  October 28, 2010 @ 2:52 pm

  ગઝલકાર ચિનુભાઈને કિશોર મોદી અને ધૃતિ મોદી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આપના ગઝલક્ષેત્રે ગૌરવવંતા કાર્ય માટે ગૌરવવંતો વલી ઍર્વોડ મળે છે, તેથી અમે ખૂબ જ આનંદ અનુભવીઍ છીઍ.

 12. sapana said,

  October 28, 2010 @ 8:16 pm

  સરસ ગઝલ્!!

  તું સપાટી પર મને શોધ્યા ન કર,
  પાણીમાં તળિયે લપાતું બિંબ છું.

  ચીનુકાકા આપના શબ્દોમાં કહું તો ક્યા બાત હૈ!!વલી એવોર્ડ માટે અભિનંદન.
  સપના

 13. pragnaju said,

  October 28, 2010 @ 9:31 pm

  આપના ગઝલક્ષેત્રે ગૌરવવંતા કાર્ય માટે ગૌરવવંતો વલી ઍર્વોડ મળે છે તેના કોટી કોટી અભિનંદન

  કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
  તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.

  ખૂબ સ રસ

  કાયમી માયા જાય ત્યારે સંતો કહે છે તેમ આ રીતની પ્રક્રિયા થાય.મૂલાધારમાં પૃથ્વીતત્ત્વ છે. સ્થૂળ અભિમાન છે, એ જ રાવણ છે. અહીં વૈખરી વાણી હોય છે. જ્યારે પૃથ્વીતંત્ર રૃપાંતર પામીને જલતત્ત્વ બને છે ત્યારે એ મનને નીચેની તરફ ખેંચે છે. મન અધોગતિ પામે છે. અહીં વાણી મધ્યમાં હોય છે. જ્યારે પ્રાણમાં તેજતત્ત્વ-કણોનું અધિક્ય હોય છે ત્યારે વાણી પશ્યન્તી બને છે. અહીં એક-એક સંસ્કાર એક-એક અક્ષર દેખાય છે. અહીં સંકલ્પોની ગતિ ધીમી પડે છે. મનની ગતિ ધીમી પડવાથી વાણી અને મનની ગતિ દેખાય છે. પરાવાણીમાં માત્ર અનુભૂતિ જ કરવાની હોય છે. અહીં માત્ર ઝંકાર જ હોય છે. મન પ્રાણમાં એક પ્રકારનો નશો આખા શરીરમાં વ્યાપેલો દેખાય છે. આ ઝંકારમાં ખૂબ જ તાકાત હોય છે. અહીં એક પ્રકારની ખુમારી આવે છે. વિશ્લેષણથી પરાવાણીમાં કામ થાય છે અને ત્યારે લાગે છે

  …………………………….તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.

 14. વિવેક said,

  October 29, 2010 @ 1:25 am

  સુંદર ગઝલ…

  કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ….

 15. ABHIJEET PANDYA said,

  October 30, 2010 @ 3:05 am

  પુજ્ય શ્રી ચીનુભાઇને વલી ગુજરાતી અવોર્ડ મળ્યાના થોડા િદવસ પહેલા જ ભાવનગરમાં આવવાનું બન્યું
  હતું. તેમના સાિનધ્યમાં આખો િદવસ પસાર કરવાનો લાભ મળ્યાને હું અિવસ્મરણીય અનુભવ ગણુંુ છું.
  સાંજે રોટરી હોલમાં મુશાયરામાં તેમની અને ગઝલકાર શકીલભાઇ કાદરીની તેમજ ભાવનગરના ગઝલકારોની
  રચનાઓ માણવા મળી હતી.કિવષ્રીને હૃદ્યપુર્વક અિભનંદન પાઠવું છું.

  અિભજીત પંડયા ( ભાવનગર ) (૯૮૭૯૫૩૬૪૬૪).

 16. viral said,

  December 23, 2010 @ 5:44 am

  આફ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment