શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
વિવેક મનહર ટેલર

સાદ – શૂન્ય પાલનપુરી

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

પરંપરાની ગઝલની પણ પોતાની મઝા છે. શેર ચોટદાર હોય તો કદી જૂનો થતો નથી. છેલ્લા ત્રણ શેર આજે ય એટલા જ નવા લાગે છે.

11 Comments »

 1. ઈશ્ક પાલનપુરી said,

  October 5, 2010 @ 10:57 pm

  શુન્ય સાહેબની ઉમદા રચના ! સલામ એમની શાયરી ને

 2. Kirtikant Purohit said,

  October 6, 2010 @ 1:53 am

  મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
  મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

  શૂન્યની તરોતજા ગઝલ માણવાની મઝા આવી.તેમને સામ્ભળવા તે પણ લ્હાવો હતો.

 3. MANHAR MODY said,

  October 6, 2010 @ 3:04 am

  શૂન્ય સાહેબની ગઝલના વખાણ કરવા માટે આપણો પનો બહુ ટૂંકો પડે. એમને તો આપણે સાદર સલામ જ કરી શકીએ. મક્તાનો શેર કેટલો ખુદ્દારીભર્યો છે.

  દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
  કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

 4. ઉલ્લાસ ઓઝા said,

  October 6, 2010 @ 5:02 am

  ગઝલના બાદશાહ ‘શૂન્ય’ સાહેબને સલામ.

 5. jigar joshi 'prem' said,

  October 6, 2010 @ 9:45 am

  શૂન્ય સા’બને બા-અદબ સલામ !

 6. mahesh dalal said,

  October 6, 2010 @ 11:34 am

  વાહ વાહ સરસ્

 7. dhrutimodi said,

  October 6, 2010 @ 3:04 pm

  સરસ ગઝલ.ધારદાર શે’ર.
  મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
  મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.
  વાહ! વાહ!

 8. વિહંગ વ્યાસ said,

  October 6, 2010 @ 10:19 pm

  વાહ….!

 9. અનામી said,

  October 7, 2010 @ 9:12 am

  સલામ…

 10. Pushpakant Talati said,

  October 8, 2010 @ 6:42 am

  પતવાર ને સલામ અને સિતારાને તથા કિનારાને રામરામ કરી મજધારે ઝુકાવનાર , નાવ તારવાનો ઈજારો રાખનાર નાવિક ને પણ સલામ અને રામરામ કહી ખુશી થનારા , સમ્પૂર્ણપણે પ્રજ્વલીત ન થઈ શકનાર અને ફક્ત તણખો કે નાની ચિન્ગારી બની દિલ દઝાડનાર પ્રેમાગ્નિ ને Good-bye કહેનાર વ્યક્તિ જ પોતાનો જનાજો પોતે જાતે ઉપાડવાની ખુમારી બતાવી શકે અને નનામી ઉચકનાર ડાઘુઓની મદદનો ઈન્કાર કરી શકે – અને તે જ મરજીવાઓ ગહનતાઓને પામી શકે . – કાંઠે ટહેલવાના અભરખા રાખનારાઓ આ ઝનૂન તથા ખૂમારી ને વળી શુઁ જાણવાના હતા ? – તેઓ ને તો બસ ફક્ત “રામરામ.”

  અ ફ લા તુ ન – અ ફ લા તુ ન – અ ફ લા તુ ન –

 11. alap said,

  August 5, 2011 @ 2:04 am

  અaદ્dબભ્ુuત્t

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment