ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
રમેશ પારેખ

તૂટતી તારીખ – કેશુભાઈ પટેલ

દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે,
એક દિવસનું રાજ કરીને કેલેન્ડરથી છૂટે.

ગગને ઊડતાં પંખી જોઈ
અંતર આશા જાગી,
ખાલી નાહક એકલ ઊડે
સાથ પવનનો માંગી.

એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે.
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

ઝાડ ઉપરથી ખરતાં પર્ણો
કૂંપણ હોઠે હસતી,
સંબંધ તોડે પૂર્વજથી એ
નવા યુગની વસતી.

સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

– કેશુભાઈ પટેલ

દરેક દિવસ જીવનમાંથી એક દિવસ ઓછો કરતો જાય છે. કેલેન્ડર રોજ એક તારીખના તૂટવાના સમાચાર આપતું રહે છે. આ સતત વિસર્જન તરફ જતા કાફલાના સાપેક્ષમાં આપણે જીવન-આશા-આયુષ્ય-તારીખ એ બધાનો અર્થ ફરીથી તપાસીએ તો નવી જ વાત સમજ પડવાની શક્યતા છે. ફિલસૂફોએ પોતાના મૃત્યુ વિષે જાગૃત મનથી વિચારવાના માર્ગને ચેતનાનો રસ્તો ગણાવ્યો છે. પણ પરમ સખાના ખભે હાથ મૂકીને ચાલવાનું ગજુ કોઈકનું જ હોય છે.

9 Comments »

 1. પિન્કી said,

  September 27, 2010 @ 11:38 pm

  વૅબ પર આ ગીત મૂકેલું ત્યારે આ શેર યાદ આવી ગયેલો…. !
  “સવારે સમાચાર, સાંજે એ પસ્તી,
  જીવન સાલું લાગે છે અખબાર જેવું.”

  દીવાલ પર ટીંગાડેલી તારીખ એક જ દિવસનું રાજ કરે છે પણ આપણા માટે એટલું જ સત્ય છે કે રાજ કરવા એક દિવસ નહીં ગર ઝડપાઈ તો એક ક્ષણ જ હોય છે જેને તક કે તકદીર કહીએ છીએ અને અંતરની આશા જગાવી તે પળે પંખીની પાંખને જેમ આકાશ ફૂટે એમ નહીં ઊડીએ તો પછી સુરેશ વિરાણી કહે છે એમ,
  “સવારે સમાચાર, સાંજે એ પસ્તી,
  જીવન સાલું લાગે છે અખબાર જેવું.”
  કૅલન્ડરમાંથી એક એક તારીખ નહીં આપણા આયુષ્યનો એક એક દિવસ ઓછો થતો જતો હોય છે તો તે દિવસ – તે પળને અવસર આપી અસ્તિત્ત્વનો ઉત્સવ ઉજવવો જ રહ્યો.

 2. P Shah said,

  September 28, 2010 @ 2:01 am

  ગગને ઊડતાં પંખી જોઈ
  અંતર આશા જાગ…….

  સુંદર રચના !

 3. prabhat chavda said,

  September 28, 2010 @ 2:31 am

  રોજ એક દિવસ રાજ કરીને કેલેન્ડરથી છૂટે,
  એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે. વાહ્…………….. .

 4. pandya yogesh said,

  September 28, 2010 @ 2:48 am

  ગગને ઊડતાં પંખી જોઈ
  અંતર આશા જાગી,
  ખાલી નાહક એકલ ઊડે
  સાથ પવનનો માંગી.

  વાહ્…………….. વાહ્…………….. વાહ્……………..

 5. pragnaju said,

  September 28, 2010 @ 6:44 am

  ઝાડ ઉપરથી ખરતાં પર્ણો
  કૂંપણ હોઠે હસતી,
  સંબંધ તોડે પૂર્વજથી એ
  નવા યુગની વસતી.
  સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
  દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
  અને સંદેશ આપે…ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો, સ્વામી વિવેકાનંદે ભારતના નવયુવાનોને આપેલું આ એક અણમોલ સૂત્ર છે. સહુ પ્રથમ તો આપણે જીવનનું એક નિશ્ચિત ધ્યેય નક્કી કરવું પડશે. જીવનનું આ લક્ષ્ય કે ધ્યેય વિશે આપણે ખૂબ વિચારીને આગળ વધવું પડશે. ‘નિશાનચૂક માફ, નહીં નીચું નિશાન…’

 6. Kirtikant Purohit said,

  September 28, 2010 @ 9:59 am

  સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
  દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

  વાહ્.. બહુ જ સરસ્.

  સુન્દર મઝા આવી ગઇ.

 7. dhrutimodi said,

  September 28, 2010 @ 3:11 pm

  સુંદર રચના.

 8. Abdulla A Bharmal said,

  September 28, 2010 @ 10:15 pm

  Dival Par Tingadi Tarikh Roz Saware Tute
  Roz Sawar Thai N Tarikh Tute A Pahela Aa Divas Khuda N Insan N Khusi Kem Hasil
  Kari Aa Tuti Tarikh Pehla Faido Levo Joi.Kavi Ek Lain Ma Zindagi No Har Divas Akhri Samji Jivu Joi.

 9. kishor dave said,

  October 4, 2010 @ 3:25 pm

  કેમ સમજાતુ નથિ કે આ આપના માટ્ટૅ આ કાવ્ય ?——–કિશોર દવે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment