ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.
વિવેક ટેલર

ગઝલ -રિષભ મહેતા

દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે,
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.

ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ?
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે !

તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.

એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.

માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
કો’ શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.

રિષભ મહેતા ‘બેતાબ’

મને લાગે છે કે બે જ વ્યક્તિ સામેથી દર્દ માંગી શકે, એક પ્રેમી અને બીજા કવિ… 🙂  બધા જ શેરો વાંચતાવેંત ગમી જાય એવા સ-રસ થયા છે.

12 Comments »

 1. dhrutimodi said,

  August 26, 2010 @ 8:06 am

  સુંદર ગઝલ. દરેક શે’ર લાજવાબ છે.

 2. Bharat Trivedi said,

  August 26, 2010 @ 8:49 am

  એક વાંચને જ ભાવકને સ્પર્શી જાય તેનું નામ ગઝલ! ક્યારેક એ પ્રશ્ન થતો હોય છે કે ગઝલકાર તખ્લ્લુસ શા માટે રાખતો હશે? ગઝલના આખરી શેરને મક્તો (મક્તઅ) ત્યારે જ કહેવાય છે જ્યારે તેમાં ગઝલકારનું તખ્ખલ્લુસ આવે. તે ગઝલની એક શરત છે પરંતુ અહીં “બેતાબ”ને જે રીતે શેરમાં વણી લીધો છે કે કામમાં લીધો છે તેની નોધ લીધા વિના તો ના જ ચાલે. રિષભભાઈ, ક્યા બાત હૈ!

  -ભરત ત્રિવેદી

 3. pragnaju said,

  August 26, 2010 @ 8:59 am

  એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
  એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.

  માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
  કો’ શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.
  ખૂબ સુંદર
  યાદ આવી

  અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે
  તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે

 4. kishoremodi said,

  August 26, 2010 @ 9:12 am

  હમરદીફકાફિયામાં કહેવાયેલી એક સુંદર ગઝલ

 5. "માનવ" said,

  August 26, 2010 @ 10:37 am

  સરસ ગઝલ

 6. Dr. kishor vaghela said,

  August 26, 2010 @ 1:20 pm

  ખુબ સરસ ગઝલ

 7. Dr. J. K. Nanavati said,

  August 26, 2010 @ 1:58 pm

  વાહ……..

 8. ડૉ.મહેશ રાવલ said,

  August 26, 2010 @ 4:24 pm

  સાદ્યંત સુંદર ગઝલનો આ શેર બહુ ગમ્યો…

  તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
  ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.

  વાહ રિષભભાઈ…
  અભિનંદન.

 9. ધવલ said,

  August 26, 2010 @ 6:16 pm

  એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
  એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.

  – સરસ !

 10. ઉલ્લાસ ઓઝા said,

  August 27, 2010 @ 2:28 am

  સુંદર ગઝલ.

 11. marmi kavi said,

  August 29, 2010 @ 8:42 am

  સુંદર ગઝલ…….

 12. Just 4 You said,

  September 5, 2010 @ 4:17 am

  તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
  ને મને તારા વગરની કલ્પના પણ ના મળે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment